How To Lift Mood: ચિંતા, તણાવ, મૂડ ઓફની સમસ્યામાં આ રીતે રહો ખુશ, અપનાવો આ ઉપાય
Cheer Yourself: આપ ઉદાસીનતા અનુભવો છો અને તમારી જાતને ઉદાસી.માંથી બહાર કાઢવાના પ્રયત્નમાં છો તો કેટલીક ટિપ્સ આપને તેમાં મદદ કરશે.
Cheer Yourself: આપ ઉદાસીનતા અનુભવો છો અને તમારી જાતને ઉદાસી.માંથી બહાર કાઢવાના પ્રયત્નમાં છો તો કેટલીક ટિપ્સ આપને તેમાં મદદ કરશે.
આપણા વ્યસ્ત જીવનમાં ઘણી એવી વસ્તુઓ છે જે તણાવ અને ટેન્શનનું કારણ બની શકે છે. ભલે તે ઓફિસ કે ઘર સંબંધિત કોઈ પણ બાબત હોય. ઓફિસનો તણાવ તમને ટેન્શન અને થાકમાં મૂકે છે, તો ઘરનું ટેન્શન પણ કોઈ આફતથી ઓછું નથી. આવી સ્થિતિમાં ઉદાસીન માં આપ ગરકાવ થઇ જાવ છો. તો આવી સ્થિતિમાં આ ટિપ્સ આપની મદદ કરશે.
પાણી પીવો
તણાવપૂર્ણ વાતાવરણમાં પોતાને શાંત રાખવા માટે પહેલા પાણી પીવો. તેનાથી આપની સ્ટ્રેસથી રાહત મળે છે. આવા વાતાવરણમાં હંમેશા તમારા શરીરને હાઇડ્રેટ રાખવાનો પ્રયાસ કરો.
એસેંશિયલ ઓઇલ
એસેંશિયલ ઓઇલ આપની ઉર્જા સ્તરને વધારવામાં મદદ કરે છે. તે તમને શાંત અને રાહત આપવે છે. જેના કારણે તમને થાક પણ નથી લાગતો. આપ તેને સુંઘી શકો છો અથવા તેને ડિફ્યુઝરમાં પણ મૂકી શકો છો. આ તમારા રૂમ અને તમારા મૂડને પણ ફ્રેશ કરશે. નીલગિરી, પેપરમિન્ટ અથવા તજનું ઓઇલ સારી પસંદગી છે.
કલર થેરેપી
તમારા મૂડને ઠીક કરવા માટે, આપ પેઇન્ટિંગનો પણ સહારો લઇ શકો છો. લાલ રંગ ખાસ કરીને મૂડને ઉત્તેજિત કરે છે, તે ઊર્જા સ્તરને વધારવામાં મદદ કરે છે.
શોપિંગ
શોપિંગ તમારા મૂડમાં વધારો કરી શકે છે. આ માટે જરૂરી નથી કે તમે બહાર જાવ, તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો.
મનપસંદ શો જુઓ
મૂડ ઓફ હોય તેવી સ્થિતિમાં આપ મનપસંદ શો પણ જોઇ શકો છો. આ વસ્તુ પણ આપને તણાવ ફ્રી કરવામાં મદદ કરશે
મ્યુઝિક સોન્ગ
મૂડ ઠીક કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે, તમારું મનપસંદ ગીત સાંભળો, સંગીત પણ આપના મૂડને ઠીક કરવામાં કારગર ભૂમિકા ભજવે છે.
ડાન્સ
ડાન્સ તમારા મૂડને મજેદાર બનાવે છે અને આપને એનેર્જટિક પણ ફિલ કરાવે છે.
Disclaimer: લેખમાં દર્શાવેલ પદ્ધતિ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર એક સૂચન તરીકે લો, એબીપી અસ્મિતા ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.