(Source: ECI/ABP News/ABP Majha)
Stomach Bloating: થોડુ ખાધા બાદ પણ ફુલી જાય છે પેટ, તો જમ્યાં બાદ આ ફૂડ અવશ્ય ખાઓ
Tips To Improve Digestion: જમ્યા પછી પેટનું ફૂલવું અથવા કંઈપણ ખાધા પછી પેટમાં ભારેપણું એ નબળા પાચનતંત્રની નિશાની છે. અહીં જાણો, પેટ ફૂલવાથી બચવા શું કરવું.
Tips To Improve Digestion: જમ્યા પછી પેટનું ફૂલવું અથવા કંઈપણ ખાધા પછી પેટમાં ભારેપણું એ નબળા પાચનતંત્રની નિશાની છે. અહીં જાણો, પેટ ફૂલવાથી બચવા શું કરવું.
કંઈપણ ખાધા પછી પેટનું ફૂલવું એ સંકેત છે કે, આપનું પાચનતંત્ર નબળું છે અને તમારે તેના માટે કામ કરવાની જરૂર છે. પાચન તંત્રને મજબૂત કરવાની રીતો સાથે, અહીં તમને એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ખોરાક ખાધા પછી શું ખાવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાનો સામનો ન કરવો પડે. કારણ કે જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે.
ખોરાક ખાધા પછી પેટ કેમ ફૂલે છે?
- ભોજન સાથે પુષ્કળ પાણી પીવાથી પેટ ફૂલી શકે છે.
- રાત્રે ગેસમાં વધારો કરતી વસ્તુઓ ખાવાથી બીજા દિવસ સુધી પેટ ફૂલવું અને ભારેપણું આવી શકે છે.
- જ્યારે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી ત્યારે આ ખોરાક પાચન તંત્ર માટે બોજ સમાન બની જાય છે. કારણ કે પાચનતંત્રમાં ઘીમી ગતિએ ખોરાકનું પાચન થાય છે
- અપચ ખોરાહ વધુ માત્રામાં હોય તો પાચન તંત્ર પર દબાણ વધુ વધે છે.
- ધીમી પાચનને કારણે, ખોરાકના પાચન દરમિયાન બનેલો ગેસ પેટમાં ભરાયેલો રહે છે અને તે પસાર થવામાં સમય લે છે, આ પણ પેટમાં ભારેપણુંનું એક કારણ છે.
- પેટનું ફૂલવું ટાળવા શું ખાવું?
- હવે સવાલ એ થાય છે કે, શું કરવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાથી તરત જ છુટકારો મળી શકે. તો નીચે મુજબની વસ્તુઓ જમ્યા બાદ ખાવી જોઇએ. જેથી પાચન સારી રીતે અને ઝડપથી થાય.
- એક ચમચી વરિયાળી સાથે ને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને ખાઓ.
- હરડેની ગોળીઓ ખાઓ. તે પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે.
- અડધી ચમચી અજમો હુંફાળા પાણી સાથે ખાઓ.
- 5 થી 6 ફુદીનાના પાનને મરી સાથે ચાવીને ખાઓ.આ સાથે નવશેકું પાણી પીવો.
- જમ્યા પછી લીલી ઈલાયચીને મુખવાસ તરીકે લો, આપ 4થી 5 ઇલાયચીને ચાવો, આ પ્રયોગથી પણ પાચન સારી રીતે થાય છે. પાચનતંત્રને સ્વસ્થ કેવી રીતે બનાવવું?
- પાચન તંત્રના નબળા પડવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ આજે આપણે તે ઉપાયો વિશે વાત કરવી છે, જેના દ્વારા પાચનતંત્રને મજબૂત અને ઝડપી બનાવી શકાય છે.
- સૂવાનો સમય અને જાગવાનો સમય સેટ કરો. તે પાચન પર ખૂબ જ ઊંડી અસર કરે છે કારણ કે આમ કરવાથી શરીરની જૈવિક ઘડિયાળ સેટ કરી શકાય છે. એટલે કે શરીર જાણે છે ત્યારે શું કરવું.
દરરોજ 8 કલાકની ઊંઘ લો
- રાત્રિભોજન હંમેશા હળવું રાખો અને તેમાં ખીચડી ખાઓ અથવા દર બીજા કે ત્રીજા દિવસે ખીચડી ખાઓ.
- ખોરાક સાથે પાણી ન પીવો, જો જરૂરી હોય તો થોડું હૂંફાળું પાણી પીવો.
- જમ્યાના ઓછામાં ઓછા બે કલાક પછી દૂધનું સેવન કરો.
- દરરોજ વ્યાયામ કરો, વોક કરો અથવા યોગ કરો.
- માનસિક તણાવ લેવાથી પેટ ખરાબ થાય છે અને પાચનશક્તિ નબળી પડે છે. તેથી, તણાવથી બચવા માટે, ધ્યાન યોગનું શરણું લો
Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )