કેટલા સમય સુધી બ્રશ કરવું જોઈએ ? દાંત સાફ કરવાની સાચી રીત કઈ
સાફ અને ચમકતાં દાંત આપણી પર્સનાલિટીને પણ શાનદાર બનાવે છે. કેટલાક લોકો દાંત સાફ કરવા માટે સવાર-સાંજ બ્રશ કરે છે.
સાફ અને ચમકતાં દાંત આપણી પર્સનાલિટીને પણ શાનદાર બનાવે છે. કેટલાક લોકો દાંત સાફ કરવા માટે સવાર-સાંજ બ્રશ કરે છે. દાંતને હેલ્ધી અને સ્વચ્છ રાખવા માટે દરરોજ બ્રશ કરવું જોઈએ.મેડિકલ એક્સપર્ટસ્ અનુસાર દિવસમાં 2 વખત બ્રશ કરવું જોઈએ અને કંઈ પણ જમ્યા બાદ કોગળા કરીને મોઢું સાફ કરવું જોઈએ. આવું કરવાથી દાંતમાં ફસાયેલી ગંદકી અને બેક્ટેરિયા દૂર થાય છે. ડેંટિસ્ટ અનુસાર તમામ લોકોએ ઓછામાં ઓછી 3 મીનિટ બ્રશ કરવું જોઈએ. એટલું જ નહીં દરરોજ સવારે અને રાત્રે દાંતને સાફ કરવાની આદત પાડવી જોઈએ.
બ્રશની ક્વોલિટી સારી હોવી જોઈએ
એક્સપર્ટસ કહે છે કે દિવસમાં 2 વખત માઉથવૉશનો ઉપયોગ કરવો જોઈએ. માઉથવૉશમાં રહેલા કેટલાક તત્વો તમારા દાંત, પેઢાં અને જીભ આસપાસ ફસાયેલા દ્રવ્યોને સરળતાથી બહાર કાઢવામાં મદદ કરે છે. બ્રશની ક્વોલિટી સારી હોવી જોઈએ અને ટૂથપેસ્ટ પણ નોર્મલ હોવું જોઈએ. સેંસિટિવિટીવાળા ટૂથપેસ્ટનો ઉપયોગ ન કરવો જોઈએ. જો તમને દાંતમાં ઠંડુ કે ગરમ ખાવાથી સેંસિટિવિટી અનુભવાતી હોય તો એક અઠવાડિયા સુધી સેંસિટિવિટીવાળા ટૂથપેસ્ટ યૂઝ ન કરવા.
ઓરલ હેલ્થનું ધ્યાન રાખવા માટે આજકાલ ઘણી કાળજી રાખવી જોઈએ. નિયમિત રૂપે બ્રશ કરવાથી આપણાં દાંતમાં સડો કે અન્ય દાંતની બીમારી પેદા કરનારા બેક્ટેરિયા દૂર થાય છે. સાફ અને ચમકતાં દાંત આપણી પર્સનાલિટીને પણ શાનદાર બનાવે છે.
ઓછામાં ઓછા ત્રણ મિનિટ સુધી બ્રશ કરો
દાંત પરથી વધારે ગંદકી હટાવવી હોય તો બ્રશ પણ વધુ સમય કરવું જરૂરી છે. તેથી ઓછામાં ઓછા ત્રણ મિનિટ સુધી બ્રશ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. દાંતને બ્રશ કરવાનો હેતુ તેમાંથી કીટને દૂર કરવાનો હોય છે. તેને ડૅન્ટલ પ્લાક કહે છે. આ પ્લાક બૅક્ટેરિયા, વાઇરસ અને ફંગસના સ્વરૂપમાં એકત્ર થઈને ત્યાં એક સમુદાય રૂપે રહે છે. જેને માઇક્રોબિયલ બાયોફિલ્મ કહેવામાં આવે છે.
લાંબા સમય સુધી બ્રશ ન કરવાથી અને યોગ્ય રીતે દાંત સાફ ન કરવાથી તેના પર મોટા પ્રમાણમાં પ્લાક એકઠો થાય છે અને તે આપણા શરીરના રોગપ્રતિકારક તંત્રને સક્રિય કરી શકે છે. તેનાથી પેઢામાં સોજો અને પીડા જેવી સ્થિતિ સર્જાય છે.
તમારા ડાયેટમાં આ ફૂડ્સને કરો સામેલ, ક્યારેય નહીં થાય વિટામિન B12ની ઉણપ
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )