(Source: ECI/ABP News/ABP Majha)
દૂધ પીવાથી આપને થાય છે આ તકલીફ તો સાવધાન, આપના માટે MILKનું સેવન છે હાનિકારક
શરીરને સ્વસ્થ બનાવવા માટે બાળપણથી દૂઘ પીવાની સલાહ અપાઇ છે. દૂધમાં ભરપૂર પોષક તત્વો છે. જે હાડકાને મજબૂત કરે છે. દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યક કેટલાક પોષક તત્વોની પૂર્તિ સરળતાથી કરી શકો છો. દૂધ ડાયાબિટિસ અને હૃદય રોગના દર્દી માટે પણ ફાયદાકારક છે.
Health tips :શરીરને સ્વસ્થ બનાવવા માટે બાળપણથી દૂઘ પીવાની સલાહ અપાઇ છે. દૂધમાં ભરપૂર પોષક તત્વો છે. જે હાડકાને મજબૂત કરે છે. દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યક કેટલાક પોષક તત્વોની પૂર્તિ સરળતાથી કરી શકો છો. દૂધ ડાયાબિટિસ અને હૃદય રોગના દર્દી માટે પણ ફાયદાકારક છે.
દુધના ફાયદાની સાથે નુકસાન પણ છે. અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે. જે લોકોને દૂધમાં મોજૂદ કેસઇન પ્રોટીન પચતું નથી. તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઇએ. કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યા થાય છે.
વર્ષ 2019માં થયેલા રિસર્ચ મુજબ લો ફેટ કે સ્કિમ મિલ્કનું વધુ સેવન ખીલની સમસ્યાને વધારે છે. ડેરી પ્રોડક્ટનું વધુ સેવન ખીલની સમસ્યાને વઘારે છે.
એક અન્ય અધ્યયનનું તારણ છે કે, ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કરવાથી ત્વચા સંબંઘિત અનેક સમસ્યા થઇ શકે છે. સોરિયાસિસની સમસ્યા થઇ શકે છે. દૂધનું સેવન ત્યારે જ લાભકારી બને છે.જ્યાં સુધી તેને સમિતિ માત્રામાં પીવામાં આવે.
નિષ્ણાતનો અનુમાન છે કે, 5 ટકા બાળકોને દૂધથી એલર્જી થઇ શકે છે. જે ત્વચામાં અનેક પ્રકારના રિએકશનનું કારણ બની શકે છે. બાળકોની જેમ વયસ્કોને પણ દૂધથી એલર્જી થઇ શકે છે. જો આપને દૂધ પીધાં બાદ સ્કિનમાં કોઇ પ્રકારનું રિએકશન જોવા મળે તો તે દૂધના કારણે હોઇ શકે છે.
મહિલાઓમાં થાક અને નબળાઈ દૂર કરવા માટે અસરકારક ઘરગથ્થુ ઉપચાર, ડાયટમાં આ પાંચ વસ્તુઓ અવશ્ય કરો સામેલ
Weakness And Fatigue:ઉંમર સાથે, સ્ત્રીઓ વધુ નબળાઇ અને થાક અનુભવે છે. ખાવામાં બેદરકારી અને યોગ્ય પોષણ ન મળવાને કારણે આ સમસ્યા વધુ થાય છે. આ ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરો નબળાઈ દૂર
મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ બેદરકાર હોય છે, તેથી જ 35-40 વર્ષની ઉંમરે શરીરમાં થાક અને નબળાઈ વધવા લાગે છે. મહિલાઓને શરીરમાં દુખાવો અને ઘણી સમસ્યાઓ થવા લાગે છે. ક્યારેક નબળાઈની સમસ્યા એટલી વધી જાય છે કે રોજિંદા કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે. થાક અને નબળાઈ દૂર કરવા માટે યોગ્ય પોષણની જરૂર છે. તમારા આહારનું ખૂબ ધ્યાન રાખો. ખોરાકમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જે શરીરને એનર્જી આપે છે અને થાક અને નબળાઈ દૂર કરે છે. ચાલો જાણીએ કે થાક અને નબળાઈ દૂર કરવા માટે મહિલાઓએ શું ખાવું જોઈએ?
ડ્રાય ફ્રૂટ્સ લો
દરેક વ્યક્તિએ પોતાના ડાયટમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી શરીર સ્વસ્થ અને ઉર્જાવાન રહે છે. અખરોટ ખાવાથી શરીર અનેક રોગોથી દૂર રહે છે. ડ્રાય ફ્રુટ્સ ખાવાથી શરીર ઉર્જાવાન રહે છે. ડ્રાયફ્રૂટ્સથી ફેટ નથી વધતું અને પાચનતંત્ર મજબૂત બને છે. રોજ ડ્રાયફ્રૂટ્સ ખાવાથી થાક અને નબળાઈ દૂર થાય છે.
દૂધ પીવો
મહિલાઓએ આહારમાં દૂધનો સમાવેશ કરવો જ જોઈએ. તે તમામ જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે. દૂધ પીવાથી શરીરને કેલ્શિયમ મળે છે અને હાડકાં મજબૂત બને છે. સ્ત્રીઓએ દૂધ અને દૂધની બનાવટો જેમ કે દહીં, ચીઝ અથવા છાશ પીવી જોઈએ. દૂધ પીવાથી માંસપેશીઓનો દુખાવો ઓછો થાય છે. રાત્રે એક ગ્લાસ દૂધ પીવાથી મહિલાઓને શારીરિક નબળાઈ અને થાક ઓછો થાય છે.
આયરનની કરો પૂર્તિ
જો શરીરમાં આયર્નની ઉણપ હોય તો થાક અને નબળાઈ વધુ અનુભવાય છે. આયર્ન આપણા શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. જેના કારણે થાક અને નબળાઈ સતત રહે છે. તેથી, પાલક, બીટરૂટ, દાડમ, કઠોળ, વટાણા, બ્રોકોલી અને શક્કરિયા જેવા આયર્નથી સમૃદ્ધ ખોરાકને આહારમાં સામેલ કરવો જોઈએ.
પુષ્કળ પાણી પીઓ
જો શરીરમાં પાણીની કમી હોય તો પણ મહિલાઓમાં થાક અને નબળાઈની સમસ્યા વધી જાય છે. તેથી શરીરને હંમેશા હાઇડ્રેટ રાખવાનો પ્રયાસ કરો. ડિહાઇડ્રેશન ઘણા રોગો તરફ દોરી જાય છે. થાક અને નબળાઈ દૂર કરવા માટે, દિવસમાં ઓછામાં ઓછું 2-3 લિટર પાણી પીવો. આના કારણે પાચનક્રિયા પણ સારી રહે છે.
પુષ્કળ ફળો ખાઓ
મહિલાઓએ આહારમાં ફળોની માત્રા વધારવી જોઈએ. દરરોજ 1 કેળું ખાઓ. કેળા ખાવાથી શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ સારી માત્રામાં જોવા મળે છે, જે શરીરને એનર્જી આપે છે. કેળા ખાવાથી થાક દૂર થાય છે. તમારે આહારમાં સફરજન, દાડમ અને અન્ય મોસમી ફળોનો સમાવેશ કરવો જ જોઈએ.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )