Health care: ઠંડીથી બચવા માટે રૂમ હીટરનો ઉપયોગ કરો છો તો ચેતી જજો, થશે ગંભીર નુકસાન
Winter Tips: શું તમે જાણો છો કે ગરમી મેળવવા માટે તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. આજે અમે તમને હીટરના ગેરફાયદા વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Room Heater: કડકડતી ઠંડીથી હાલ સમગ્ર રાજ્ય થરથરી રહ્યું છે ત્યારે સૌ કોઈ કાતિલ ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડાંનો સહારો લઈ રહ્યા છે. તેમ છતાં લોકો ઠંડીમાં થથરતા રહે છે ત્યારે લોકો ઠંડીથી બચવા માટે તાપણું અથવા હીટર નો ઉપયોગ કરતા હોય છે. હીટર ઠંડીથી રાહત આપે છે પણ સાથે સાથે તે સ્વાસ્થ્યને નુકસાન પણ કરે છે. જો તમે પણ ઠંડીથી બચવા માટે હીટરને વળગી રહો છો, તો હિટરને લગતી કેટલીક ખાસ વાતો આપે જાણવી ખૂબ જરૂરૂ છે.
હીટરની પાસે બેસવાથી થઈ શકે છે આ નુકશાન
હીટર ત્વચા માટે સારું નથી. લાંબા સમય સુધી હીટરની સામે બેસી રહેવાથી ત્વચા શુષ્ક થઈ જાય છે અને તેનાથી ખંજવાળ પણ આવી શકે છે. આ સિવાય હીટરને કારણે આંખો પણ સૂકી થઈ જાય છે અને તેમાં બળતરા પણ થઈ શકે છે. તેમજ હીટરના કારણે ઊંઘ ન આવવી, ઉબકા આવવા, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. કન્વેન્શન હીટર, હેલોજન હીટર અને બ્લોઅરનો વધુ પડતો ઉપયોગ તમને બીમાર પણ કરી શકે છે.
આટલું ખાસ ધ્યાન રાખો
હીટરની પાસે કાગળ, ધાબળો અથવા લાકડા જેવી અન્ય કોઈ પણ જ્વલનશીલ વસ્તુ ન રાખો.
હીટરને એવી જગ્યાએ ન રાખો કે જ્યા અવર જવર વધુ હોય.
હીટરને હંમેશા નાના બાળકોની પહોંચથી દૂર રાખો
હીટરને થોડી થોડી વારે બંધ કરતા રહો અને રૂમ પણ ખોલો.
જો તમે હીટર પાસે બેઠા નથી, તો તેને બંધ કરો.
હીટર ચાલુ કર્યા પછી રૂમની બહાર ન નીકળો, નહીં તો કાર્બન મોનોક્સાઇડ તમને ઘણું નુકસાન કરી શકે છે.
પથારીમાં જતી વખતે પણ હીટર ચાલુ રાખીને સૂશો નહીં, શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થઈ શકે છે.
જે લોકોને હૃદય, શ્વાસ કે ઉધરસ જેવી સમસ્યા હોય તેમણે એર બ્લોઅરનો ઉપયોગ ન કરવો જોઈએ.
બ્લોઅરનો ઉપયોગ કરો ત્યારે રૂમની અંદર પણ નવશેકું પાણી રાખવું વધુ સારું રહેશે.
હીટર કે બ્લોઅર પાસે બેસો ત્યારે હૂંફાળું પાણી પીતા રહો, તને ચા, કોફી કે સૂપ પણ પી શકો છો
ત્વચાને શુષ્ક થતી બચાવવા માટે ત્વચા પર મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરતા રહો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )