Weight Loss: વજનને ઘટાડે છે આ લોટથી બનેલ રોટલી, ભરપેટ ખાઇને પણ ઉતારી શકો છો વજન
: ડાયટિંગ દરમિયાન ઘઉંને બદલે આ લોટમાંથી બનેલી રોટલી ખાવી જોઈએ. તેનાથી વજન ઘટશે અને શરીરને બીજા પણ ઘણા ફાયદા થશે
Grain For Weight Loss: ડાયટિંગ દરમિયાન ઘઉંને બદલે આ લોટમાંથી બનેલી રોટલી ખાવી જોઈએ. તેનાથી વજન ઘટશે અને શરીરને બીજા પણ ઘણા ફાયદા થશે.
સ્થૂળતા ઘટાડવા માટે, લોકો પહેલા રોટલી ખાવાનું બંધ કરે છે. ડાયટિંગમાં કાર્બોહાઇડ્રેટ ઓછું કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ આખો દિવસ રોટલી ન ખાવાથી શરીરમાં નબળાઈ આવવા લાગે છે. તેથી ડાયટિંગની શરૂઆતમાં ઘઉંને બદલે અન્ય અનાજમાંથી બનેલી રોટલી ખાવી જોઈએ. ઘઉંની રોટલી ખાવાથી સ્થૂળતા વધે છે. ઘઉંને બદલે, તમારે મલ્ટી ગ્રેન, રાગી, બાજરી, જુવાર અને ચોકરમાંથી બનાવેલી રોટલી ખાવી જોઈએ. આ લોટમાંથી બનેલી રોટલી ખાવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તમે આ રોટલી ભરપેટ ખાઇને પણ વેઇટ લોસ કરી શકો છો.
રાગી
જો આપ ડાયટિંગ કરી રહ્યાં હો તો આહારમાં રાગીના લોટનો ચોક્કસ સમાવેશ કરવો જોઈએ. ડાયટિંગ દરમિયાન રાગીના લોટમાંથી બનેલી રોટલી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. રાગીમાંથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર મળે છે, જેનાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે.
મલ્ટીગ્રેન
મલ્ટીગ્રેન લોટની રોટલીમાં ઘણા પ્રકારના અનાજ જોવા મળે છે. મલ્ટિગ્રેન લોટમાં ચણાનો લોટ પણ ઉમેરવામાં આવે છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જેના કારણે બ્લડ શુગર પણ કંટ્રોલ થાય છે અને પોષણ પણ વધે છે.
બાજરી
વજન ઘટાડવા માટે બાજરીનો રોટલો ખાઓ. તેને ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. બાજરીનો રોટલો ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. બાજરીનો રોટલો ફાઈબર અને વિટામિન્સથી ભરપૂર હોય છે.
ચોકર
જો તમારે માત્ર ઘઉંની રોટલી જ ખાવી હોય તો તેમાં પુષ્કળ ચોકર પણનો ઉપયોગ કરો. ચોકરની રોટલી કે ભાખરી ખાવાથી ડાયટિંગમાં પેટ ભરેલ રહે છે અને વેઇટ લોસમાં તે મદદ કરે છે. આવા લોટમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, સેલેનિયમ, મેગ્નેશિયમ, વિટામિન ઈ અને બી કોમ્પ્લેક્સ હોય છે.
જવ-ચણા
આજકાલ ડાયટિંગ દરમિયાન જવ અને ચણાના લોટમાંથી બનેલી રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે. તે સ્થૂળતા ઘટાડવા અને શરીરને ફિટ રાખવામાં મદદ કરે છે. આ લોટમાંથી બનેલી રોટલી ખાવાથી શરીરમાં ઓછી કેલરીનો સંગ્રહ થશે અને તમારું વજન ઝડપથી ઘટશે.
Disclaimer: અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )