Health Tips: દૂધ પીવાના માત્ર ફાયદા જ નથી, શરીરને આ નુકસાન પણ પહોંચે છે, જાણો એક્સ્પર્ટે શું આપી સલાહ
દુધના ફાયદાની સાથે નુકસાન પણ છે. અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે. જે લોકોને દૂધમાં મોજૂદ કેસઇન પ્રોટીન પચતું નથી. તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઇએ.
Health Tips : શરીરને સ્વસ્થ બનાવવા માટે બાળપણથી દૂઘ પીવાની સલાહ અપાઇ છે. દૂધમાં ભરપૂર પોષક તત્વો છે. જે હાડકાને મજબૂત કરે છે. દૂધના માધ્યમથી શરીરમાં આવશ્યક કેટલાક પોષક તત્વોની પૂર્તિ સરળતાથી કરી શકો છો. દૂધ ડાયાબિટિસ અને હૃદય રોગના દર્દી માટે પણ ફાયદાકારક છે.
દુધના ફાયદાની સાથે નુકસાન પણ છે. અધિક માત્રામાં દૂધનું સેવન શરીર માટે હાનિકારક છે. જે લોકોને દૂધમાં મોજૂદ કેસઇન પ્રોટીન પચતું નથી. તેવા લોકોને દૂધનું સેવન ન કરવું જોઇએ. કારણ કે તેનાથી જુદી જુદી સમસ્યા થાય છે.
વર્ષ 2019માં થયેલા રિસર્ચ મુજબ લો ફેટ કે સ્કિમ મિલ્કનું વધુ સેવન ખીલની સમસ્યાને વધારે છે. ડેરી પ્રોડક્ટનું વધુ સેવન ખીલની સમસ્યાને વઘારે છે.
એક અન્ય અધ્યયનનું તારણ છે કે, ડેરી પ્રોડક્ટનું વધુ સેવન કરવાથી ત્વચા સંબંઘિત અનેક સમસ્યા થઇ શકે છે. સોરિયાસિસની સમસ્યા થઇ શકે છે. દૂધનું સેવન ત્યારે જ લાભકારી બને છે.જ્યાં સુધી તેને સમિતિ માત્રામાં પીવામાં આવે.
નિષ્ણાતનો અનુમાન છે કે, 5 ટકા બાળકોને દૂધથી એલર્જી થઇ શકે છે. જે ત્વચામાં અનેક પ્રકારના રિએકશનનું કારણ બની શકે છે. બાળકોની જેમ વયસ્કોને પણ દૂધથી એલર્જી થઇ શકે છે. જો આપને દૂધ પીધાં બાદ સ્કિનમાં કોઇ પ્રકારનું રિએકશન જોવા મળે તો તે દૂધના કારણે હોઇ શકે છે.
એલોવેરા જ્યુસનો આ એક સપ્તાહનો પ્લાન અપનાવો, ગ્લોઇંગ સ્કિનની સાથે મળશે આ અદભૂત ફાયદા
ત્વચા, વાળ અને પેટ માટે એલોવેરા ખૂબ જ ગુણકારી છે. એલોવેરા લગાવવાથી ત્વતાના ડાઘ દૂર થાય છે. પિમ્પલ દૂર થાય છે. ગ્લોઇંગ સ્કિન માટે પણ એલોવેરા બેસ્ટ છે.
એલોવેરા જ્યુસ પીવાથી પેટ સંબંધિત બીમારી દૂર થઇ જાય છે. એલોવેરાનો ઉપયોગ કરવાથી આશ્ચર્યજનક પરિણામ મળે છે, સતત સાત દિવસ સુધી એલોવેરાનું જ્યુસ પીવાથી અદભૂત રિઝલ્ટ મળે છે.
પહેલા દિવસે એલોવેરાના પ્લાન્ટનું એક પાન કાપી લો. તેના સારી રીતે ધોઇ લો. વચ્ચેથી કાપીને ચમ્મચથી હલાવો,. હવે તેમાં થોડું પાણી નાખીને જ્યુસ બનાવી લો. પહેલા દિવસે આપને આ જ્યુસ પીવાનું છે.
એલોવેરા જ્યુસ પીવાથી બીજા દિવસે જ આપની સ્કિનમાં થોડો ફરક દેખાશે. એલોવેરાનું જ્યુસ પીવાથી અનેક ફાયદા મળે છે. ત્વચાનો સોજો ઓછો થાય છે. બીજા દિવસે પેટ અને ત્વચા બંને સાફ થઇ જશે.
ત્રીજા દિવસે એલોવેરાનું જ્યુસ પીવાથી આપની સ્કિનની ટેનિંગ ઓછી થવા લાગશે,. ગરમીમાં સનબર્નના કારણે ત્વચા કાળી થઇ જાય છે. જે એલોવેરાના જ્યુસથી ક્લિન થાય છે. એલોવેરાના એન્ટીઓક્સિડન્ટ ગુણ છે. જેનાથી બર્ન સ્કિન ઠીક થઇ જાય છે.
હવે ચોથા દિવસે આપને મહેસૂસ થવા લાગશે કે, આપની સ્કિનની ડ્રાઇનેસ ખતમ થઇ રહી છે. આપની સ્કિનમાં મોશ્ચરાઇઝ થશે. આવું રિઝ્લ્ટ એટલા માટે મળે છે કે, એલોવેરાના પ્લાન્ટમાં 98 ટકા પાણી હોય છે. એલોવેરાનું જ્યુસ પીવાથી અને લગાવવાખથી સ્કિન હાઇડ્રેઇટ રહે છે.
પાંચમા દિવસે આપની આખી બોડીમાં તેની અસર જોવા મળશે. આપની સ્કિન ગ્લો કરવા લાગશે. પેટની સમસ્યા પણ દૂર થશે. વાળ પણ સોફ્ટ અને ગ્લોઇંગ બનશે.
6 દિવસમાં જ આપને એલોવેરા જ્યુસના અનેક ફાયદા જોવા મળશે. તેનાથી આપનું બ્લડ ફ્લો પણ સારૂ રહેશે અને બેક્ટેરિયા પણ દૂર થઇ જશે. પિમ્પ્લની સમસ્યા દૂર થઇ જશે.
સાતમા દિવસે એલોવેરાના જ્યુસના સેવનનું અદભૂત રિઝલ્ટ જોવા મળશે. તેને પીવાથી ત્વચા હળવી ગ્લોઇંગ, નરમ અને ક્લિન થવા લાગે છે. તો આપ નિયમિત રીતે એલોવેરાનું જ્યુસ નથી પીતા તો શરૂ કરી દો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )