(Source: ECI/ABP News/ABP Majha)
Hair Fall Tips: ફક્ત અઠવાડિયામાં જ બંધ થઈ જશે ખરતા વાળ, અપનાવો આ ખાસ ટિપ્સ
યોગ ગુરુએ કહ્યું, પાંચ મિનિટ સુધી બંને હાથના નખ ઘસોબેથી પાંચ મિનિટ સુધી શીર્ષાસન કરો. ચ્વનપ્રાશ, આમળા વગેરેનું સેવન કરોઆમળા અને દૂધીના રસનુ સેવન કરોશેમ્પૂ કરતા પહેલા વાળમાં તેલ જરૂર લગાવો.
Hair Fall: ખરાબ જીવનશૈલી, ખાનપાનની આદતો અને પ્રદૂષણની અસર માત્ર સ્વાસ્થ્યને જ નહીં પરંતુ વાળને પણ નુકાસન કરે છે. વાળ ખરવા એ પણ એક સમસ્યા છે જે પ્રદૂષણ, તણાવ અને જીવનશૈલીના કારણે સ્ત્રીઓ અને પુરુષો બંનેને પરેશાન કરે છે. વાળ ખરવા એ એક એવી સમસ્યા છે, જે વાળની કાળજી ન લેવાને કારણે પણ થાય છે. વાળને ખોટી રીતે બાંધવાથી અથવા વાળની યોગ્ય સારવાર ન કરવાથી હેર ફોલ્સની સમસ્યા થાય છે.
યોગ ગુરુ બાબા રામદેવે શું આપી ટિપ્સ
જો તમે પણ વાળ ખરવાથી પરેશાન છો તો સ્થિતિમાં યોગ ગુરુ બાબા રામદેવ વાળ ખરવાની સમસ્યા માટે રામબાણ ઉપાય લઈને આવ્યા છે. હકીકતમાં રામદેવે એક વીડિયો શેર કર્યો છે અને મહિલાઓને વાળ ખરવાની સમસ્યાથી બચવા માટે કેટલીક ટિપ્સ આપી છે. યોગ ગુરુએ મોંઘા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ ટાળવાની વાત કરી છે. તેમણે જણાવ્યું કે મોંઘી પ્રોડક્ટને બદલે, સરસવનું તેલ, દહીં અથવા નારિયેળ તેલ જેવી કેટલીક સ્વદેશી વસ્તુઓ વાળમાં લગાવી શકાય છે. આ વસ્તુઓ વાળને માત્ર સુંદર જ નથી બનાવતી, પરંતુ તેને મજબૂત પણ બનાવે છે. યોગ ગુરુએ પણ સુગંધિત તેલને વાળ માટે ખૂબ જ નુકસાનકારક ગણાવ્યું છે. યોગ ગુરુએ કહ્યું, પાંચ મિનિટ સુધી બંને હાથના નખ ઘસોબેથી પાંચ મિનિટ સુધી શીર્ષાસન કરો. ચ્વનપ્રાશ, આમળા વગેરેનું સેવન કરોઆમળા અને દૂધીના રસનુ સેવન કરોશેમ્પૂ કરતા પહેલા વાળમાં તેલ જરૂર લગાવો.
વાળ ખરવાનું સૌથી મોટું કારણ છે આ આદતો, ન કરો આ ભૂલો
ઘણી વખત આપણે વાળની સંભાળ રાખતી વખતે આવી ભૂલો કરીએ છીએ, જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગે છે. વાળ બાંધતી વખતે, શેમ્પૂ કરતી વખતે અને તેને સૂકવતી વખતે આ ભૂલો ન કરો. આજકાલ લોકો વાળ ખરવા અને સફેદ થવાથી ખૂબ જ ચિંતિત છે. લોકો નાની ઉંમરમાં આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જો કે, લોકો આ માટે મોંઘા તેલ અને શેમ્પૂનો પણ ઉપયોગ કરે છે. આ પછી પણ સમસ્યા ઓછી થતી નથી. વાસ્તવમાં વાળ ખરવા અને ટાલ પડવાના અન્ય ઘણા કારણો પણ છે. તમે તમારા વાળની કેવી રીતે કાળજી લો છો તે ખૂબ મહત્વનું છે. ઘણી વખત આપણે એવી ભૂલો કરીએ છીએ જેના કારણે વાળ તૂટવા લાગે છે.
આ ભૂલો ન કરો
- કેટલાક લોકો સૂતી વખતે વાળ ટાઈટ બાંધે છે. સૂતી વખતે વાળ મોં પર ન આવે તે માટે તેને ચુસ્ત રીતે બાંધી દે છે. તેનાથી વાળના મૂળ ખેંચાય છે અને તે નબળા પડે છે. ટાઈટ રબર લગાવવાથી પણ વાળ તૂટી જાય છે. આવું બિલકુલ ન કરો. વાળને હળવી રીત બાંધો.
- કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાંસકો લગાવે છે. મોટાભાગના લોકો આગળથી પાછળ કાંસકો કરે છે. આ ખોટું છે, તેનાથી વાળ તૂટે છે. પાછળના વાળ ગુંચવાયા છે, જે વાળ ખરવા તરફ દોરી જાય છે. વાળના છેડાથી ગૂંચ કાઢવી.
- કેટલાક લોકો વાળના મૂળમાં ઘણું તેલ લગાવે છે, પછી તેને જોરશોરથી ઘસો. જેના કારણે વાળ વધુ તૂટે છે. તમારે વાળના મૂળમાં અને આખા વાળમાં હળવા હાથે તેલ લગાવીને માલિશ કરવી જોઇએ.
- ઘણી વખત લોકો વાળ ભીના કરે છે અને સીધો શેમ્પૂ લગાવે છે. આ હાનિકારક રસાયણોને કારણે વાળને નુકસાન થાય છે. યોગ્ય રીતે શેમ્પૂ કરવા માટે, એક મગમાં ખૂબ પાણી સાથે શેમ્પૂ મિક્સ કરો. લગભગ અડધો મગ પાણી લો. આ રીતે શેમ્પુ કરવાથી વાળને વધુ નુકસાન નથી થતું.
- વાળને સૂકવવા માટે ટુવાલને બદલે કોટનના કપડાનો ઉપયોગ કરો. વાળને ટુવાલ વડે વધારે સમય સુધી બાંધીને ન રાખો. 15-10 મિનિટ પછી ટુવાલ કાઢીને વાળને સુકાવા દો, પછી ગૂંચ કાઢો.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી વિધિ, દવા, પદ્ધતિઓ અને દાવાની abp અસ્મિતા પુષ્ટી કરતું નથી. આ પ્રકારના કોઇપણ ઉપચાર,ઉપાય, વિધિ વિધાનનને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લો.