શોધખોળ કરો

Ahmedabad: જો અમદાવાદ આવો તો અચૂક મુલાકાત લો,  આ Top-10 પર્યટન સ્થળોની

અમદાવાદ શહેર ગુજરાતનું એક ઔદ્યોગિક શહેર છે . સાથે જ તે ભારતનું પ્રથમ હેરિટેજ શહેર છે, જ્યાં જોવા માટે ઘણા મોટા પ્રવાસન સ્થળો છે. ચાલો જાણીએ અમદાવાદના પર્યટન સ્થળ વિશે વિગતમાં

અમદાવાદ શહેર ગુજરાતનું એક ઔદ્યોગિક શહેર છે . સાથે જ તે ભારતનું પ્રથમ હેરિટેજ શહેર છે, જ્યાં જોવા માટે ઘણા મોટા પ્રવાસન સ્થળો છે. ચાલો જાણીએ અમદાવાદના પર્યટન સ્થળ વિશે વિગતમાં

1. ગાંધી આશ્રમ (Gandhi Ashram)

આ આશ્રમનું નિર્માણ મહાત્મા ગાંધીએ કરેલ હોવાથી તેનું નામ ગાંધી આશ્રમ રાખવામાં આવ્યું છે. જે સાબરમતી નદીના કિનારા પર લગભગ 300 એકરમાં સ્થપાયેલો છે. સાબરમતી નદીના કિનારે આવેલ હોવાથી તે સાબરમતી આશ્રમ તરીકે પણ ઓળખાય છે. આ આશ્રમમાં ઉપાસના મંદિર, ગાંધી મેમોરિયલ મ્યુઝિયમ, ગાંધીજીના ખાદીના કુર્તા તથા તેમના પત્રો વગેરે આજે પણ ત્યાં આવેલા છે, આશ્રમની મુલાકાતે આવેલ દરેક પ્રવાસીઓ આ જોઈ શકે છે.

2. જામા મસ્જિદ(Jama Masjid)

આ મસ્જિદને 1423માં અહેમદ શાહ પ્રથમ દ્વારા બનાવવામાં આવી હતી, જેના સ્તંભો ઉપરની ઉત્તમ કોતરણી જોવાલાયક છે. આ મસ્જિદ મુસ્લિમ સમુદાયની છે, પરંતુ જો તમે અન્ય કોઈ પણ ધર્મના હોવ તો તમે પણ આ મસ્જિદની મુલાકાત લઈ શકો છો, અન્ય ધર્મના લોકોને પણ આ મસ્જિદની મુલાકાત લેવાની છૂટ છે. આ મસ્જિદની નજીક તમને અહમદ શાહ, તેમના પુત્ર અને તેમના પૌત્રની કબરો જોવા મળશે.

3. કાંકરિયા તળાવ (Kankaria Lake)

આ તળાવ રાજા કુતુબુદ્દીન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ તળાવની મધ્યમાં એક ટાપુ પણ છે, જ્યાં નગીનાવાડી નામનો ભવ્ય મહેલ છે. કાંકરિયા તળાવમાં બોટિંગની સાથે, તમે ટોય ટ્રેનમાં બેસીને સમગ્ર તળાવ અને નગીનાવાડી મહેલ જોઈ શકો છો. અહીં અનેક પ્રકારની એડવેન્ચર એક્ટિવિટી પણ કરવામાં આવે છે. 

4. ઓટો વર્લ્ડ વિન્ટેજ કાર મ્યુઝિયમ (Auto World Vintage Car Museum)

આ કાર મ્યુઝિયમ અમદાવાદ શહેરમાં  લગભગ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલું છે, જેનું નિર્માણ પ્રાણલાલજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિયમમાં 100 થી વધુ વિન્ટેજ કાર છે, જેમાં રોલ્સ રોયસ, BMW, મર્સિડીઝ અને ફોર્ડ વગેરે વાહનોનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમની ટિકિટ વગેરે વિશેની માહિતી નીચે આપેલ છે.

પ્રવેશ ટિકિટ (બાળકો માટે) – ₹ 50

પ્રવેશ ટિકિટ (પુખ્ત વયના લોકો માટે) - ₹ 100

વિન્ટેજ કાર ફોટોગ્રાફી – ₹ 100

વિન્ટેજ કાર રાઈડ – ₹ 1000

5. સાયન્સ સિટી (Science City)

લોકોમાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી તેને બનાવવામાં આવ્યું હતું . સાયન્સ સિટીની અંદર 3D મેક્સ થિયેટર, એનર્જી પાર્ક અને મ્યુઝિકલ ફાઉન્ટેન વગેરે છે. અમદાવાદનું આ સાયન્સ સિટી વિજ્ઞાનના શોખીન પ્રવાસીઓ માટે ખૂબ જ ખાસ છે.

6. અડાલજની વાવ (Adalaj Stepwell)

આ વાવનું બાંધકામ 16મી સદીમાં પૂર્ણ થયું હતું. આ કૂવો રાણા વીર સિંહની યાદમાં તેમની પત્ની રાણી રૂડા બાઈ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ કૂવો તેના સ્થાપત્ય અને કોતરણી માટે દેશભરમાં પ્રખ્યાત છે. આ કૂવાનું સ્થાપત્ય હિન્દુ મંદિરો જેવું જ છે, અમદાવાદની મુલાકાતે આવનાર પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર છે.

7. અક્ષરધામ મંદિર (Akshardham Temple)

સ્વામિનારાયણ ભગવાનના આ મંદિરની મૂર્તિ સંપૂર્ણ રીતે સોનાથી મઢેલી છે. સાથે જ આ મંદિર સંપૂર્ણ રીતે પથ્થરનું બનેલું છે, જેમાં ક્યાંય સ્ટીલ કે લોખંડ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ સાથે જ બાળકો માટે અલગ અલગ રાઈડ, પાર્ક, ખાણીપીણી માટે પ્રેમવતી ખુબ જ ફેમસ છે. 

8.સીડી સૈયદની જાળી (Sidi Saiyyed Mosque)

આ મસ્જિદનું નિર્માણ 16મી સદીમાં મુઘલ શાસન દરમિયાન થયું હતું, જે મુઘલ શાસન દરમિયાન બનેલી આ છેલ્લી મસ્જિદ છે. આ મસ્જિદમાં એક પથ્થર પર કોતરીને એક વૃક્ષનું ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જે દેશભરમાં પ્રખ્યાત છે. આ પથ્થરની કોતરણી જોઈને તમે દંગ રહી જશો.

9. હઠીસિંહ જૈન મંદિર (Hutheesingh Jain Temple)

આ જૈન મંદિર, જૈન ધર્મના 15માં તીર્થંકર શ્રી ધર્મનાથજીને સમર્પિત છે, જેનું નિર્માણ રાજા હઠીસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ જૈન મંદિર પાસે તમને 78 મીટર ઉંચો ટાવર પણ જોવા મળશે.

10. ભદ્રનો કિલ્લો (Bhadra Fort)

આ કિલ્લાનું નિર્માણ સુલતાન અહમદ શાહ દ્વારા સન 1411માં કરવામાં આવ્યું હતું. કિલ્લાની અંદર એક મસ્જિદ અને એક હિંદુ મંદિર પણ છે, જે ભદ્ર કાલી મંદિરના નામથી ઓળખાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget