Ahmedabad: શહેરની 9 બ્યૂટી ક્લિનીક પર GSTના દરોડા, 21 ડૉક્ટરો આવ્યા સકંજામાં, જાણો
ગુજરાતમાં GST વિભાગની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. આજે GSTની ટીમે અમદાવાદમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરી હતી
Ahmedabad: ગુજરાતમાં GST વિભાગની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. આજે GSTની ટીમે અમદાવાદમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં અમદાવાદના 9 બ્યૂટી ક્લિનિક પર GSTની ટીમે એકાએક દરોડા પાડ્યા હતા. લાખોની કરચોરી થતી હોવાની આશંકાની વચ્ચે GSTએ અહીં દરોડા પાડ્યા હતા. GSTની ટીમે કૉસ્મેટિક, સ્કિન ટ્રીટમેન્ટ, પ્લાસ્ટિક સર્જરી કરતા રાજ્યના 21 ડોક્ટરો સામે તપાસ શરૂ કરી દીધી છે, આ લોકો લાખો રૂપિયાનાં ઓપરેશન કાગળ પર ના દર્શાવી જીએસટીની ચોરી કરતા હોવાનું સામે આવ્યુ છે.
ગુજરાતમાં GST કૌભાંડનો આંકડો 8 હજાર કરોડને પાર
રાજ્યભરમાં જીએસટી વિભાગની બોગસ પેઢી શોધી કાઢવા માટે વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી. આ ડ્રાઈવમાં GST કૌભાંડનો આંકડો 8 હજાર કરોડને પાર પહોંચ્યો. GST કૌભાંડની તપાસમાં રાજ્યમાંથી 6200 કંપનીઓ પકડાઈ છે. વિભાગ દ્વારા આ તમામ પકડાયેલી 6200 જેટલી કંપનીઓ બંધ કરવામાં આવી છે. સાથે 8000 હજાર કરોડ રૂપિયા જેટલી ચેક્સ ચોરીની રકમ રિકવર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. GST કૌભાંડમાં 3 આરોપીઓની પોલીસે કરી ધરપકડ કરી છે. જે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેમાં સુરતના મુરસિદઆલમ સૈયદ, ભાવનગરના ઉસ્માનગની ફટાણી અને અમદાવાદના મુકુલ યાદવ નામના વેપારીની ધરકપડક કરવામાં આવી છે. તમામ આરોપીઓ ભંગારના ધંધાની આડમાં જીએસટીનું કૌભાંડ આચરતા હતા. જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાજ્યના 11.50 લાખ વેપારી-કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે. રાજ્યભરના અંદાજે 11.50 લાખ વેપારીઓની પેઢીની તપાસ કરવામાં આવશે. બોગસ પેઢીઓ, ખોટાં રજિસ્ટ્રેશન શોધવા બે મહિના સુધી વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવશે. જીએસટીના આ અભિયાનને લઈને રાજ્યના રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. જીએસટીની અત્યાર સુધીની રજિસ્ટ્રેશન સિસ્ટમ ફેલ થતાં સેન્ટ્રલ બોર્ડ ઇનડિરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એ સિસ્ટમ રિચેકિંગ કરવાના આદેશ આપ્યા છે. જેના કારણે એસજીએસટી અને સીજીએસટી રાજ્યના 11.50 લાખ વેપારી-કરદાતાના રજિસ્ટ્રેશન ચેક કરવા સ્થળ મુલાકાત લેશે, જેને પગલે રાજ્યના કરદાતાઓ અને વેપારીઓમાં અનેક પ્રશ્નોને લઈને ફફડાટ વ્યાપ્યો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
-