શોધખોળ કરો
Advertisement
Ahmedabad: AAPના રોડ શોમાં પાંચ વ્યક્તિઓના ખિસ્સા કપાયા, વાડજ પોલીસે શરૂ કરી તપાસ
વાડજ વિસ્તારમાં રેલી નીકળતા ખિસ્સા કાતરુઓએ કોઈના ગળામાંથી ચેઈન, કોઈનું પર્સ, કોઈના એટીએમ કાર્ડ ચોરી ગયા હતા.
અમદાવાદમાં આમ આદમી પાર્ટીના રોડ શોમાં મોટી જનમેદની ઉમટી હતી. આજ મોટી જનમેદનીનો લાભ ખિસ્સાકાતરુઓએ ઉઠાવ્યો હતો. વાડજમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ખિસ્સાકાતરુઓએ પાંચ વ્યક્તિઓના ખિસ્સામાં હાથ સાફ કર્યો હતો.
આ પાંચ લોકોના કિસ્સા કાતરીને ખિસ્સાકાતરુઓએ કુલ 54 હજાર રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે વાડજ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વાડજ વિસ્તારમાં રેલી નીકળતા ખિસ્સા કાતરુઓએ કોઈના ગળામાંથી ચેઈન, કોઈનું પર્સ, કોઈના એટીએમ કાર્ડ ચોરી ગયા હતા. કેટલાકના પર્સમાં રહેલા ડ્રાઈવિંગ લાયસંસ સહિતનો મુદ્દામાલ પણ ચોરી થઈ ગયો હતો.
અલગ અલગ પાંચ લોકોના ખિસ્સા કપાતા વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેની હાલ વાડજ પોલીસ તપાસ કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement