શોધખોળ કરો

Ahmedabad અમદાવાદ મહાનગરપાલિકાનો મોટો નિર્ણય, જાણો પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજમાફીનો કોને મળશે લાભ

અમદાવાદ: મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જેમાં વેરો ભરવા અંગેની મહત્વની માહિતી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમીટીની બેઠક મળી હતા.

અમદાવાદ: મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.  જેમાં વેરો ભરવા અંગેની મહત્વની માહિતી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રેવન્યુ કમીટીની બેઠક મળી હતા. જેમા ત્રણ તબક્કા અનુસાર પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની દરખાસ્ત મંજુર કરવામાં આવી. વર્ષ 2023ની શરૂઆતમાં અમલી થનાર વ્યાજ માફી પ્રક્રિયા માર્ચ મહિના સુધી અમલમાં રહેશે. આગામી 6 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી વ્યાજમાફી સ્કીમ અમલમાં રહેશે. AMCના આયોજન પ્રમાણે જુદા જુદા ત્રણ તબક્કામાં આ યોજના અમલમાં આવશે.

શું લેવામાં આવ્યો નિર્ણય

-પ્રથમ તબક્કામાં 6થી 31 જાન્યુઆરી દરમ્યાન રહેણાક મિલ્કતો માટે 80 ટકા અને કોમર્શિયલ માટે 60 ટકા વ્યાજ માફીની યોજના 

- બીજા તબક્કામાં 1થી 28 ફેબ્રુઆરી દરમ્યાન રહેણાક મિલ્કતો માટે 75 ટકા અને કોમર્શિયલ મિકલતો માટે 55 ટકા વ્યાજ માફી 

- ત્રીજા તબક્કામાં 1થી 31 માર્ચ દરમ્યાન રહેણાક મિકલતો માટે 70 ટકા અને કોમર્શિયલ મિલ્કતો માટે 50 ટકા વ્યાજમાફી 

ચાલુ નાણાકીય વર્ષ 2022-23 ના બાકી ટેકસ ઉપર કોઈ લાભ ન આપવા AMC એ નિર્ણય કર્યો છે. બીજી તરફ ચાલી અને ઝુંપડાવાસીઓને વ્યાજમાં મળશે સંપૂર્ણ માફી. જે પણ કરદાતાઓ તબક્કાવાર પેમેન્ટ કરશે તો વ્યાજમાફીનો લાભ નહીં મળે. મળતી માહિતી અનુસાર 2001 પહેલાની જૂની ફોર્મ્યુલાની 420 કરોડની વસુલાત બાકી છે તો 2001 બાદથી 3000 કરોડની વસુલાત બાકી છે. AMC એ જાહેરાત કરી છે કે જે મિલકતની ટેક્સના વ્યાજની જંગી રકમ બાકી હશે તે એકમો સામે વ્યાજમાફીની સ્કીમ દરમ્યાન સીલિંગ પણ કરવામાં આવશે અને જરૂર પડ્યે મિકલતોની હરાજી પણ કરવામાં આવશે.

શતાબ્દી મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનું વધુ એક ઉદાહરણ આવ્યું સામે

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: અમદાવાદના આંગણે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જ્યાં 80 હજારથી વધુ સ્વયંસેવકો છેલ્લા ત્રણ ચાર મહિનાથી સેવા આપી રહ્યાં છે. ત્યારે શતાબ્દી મહોત્સવમાં માઈક્રો મેનેજમેન્ટનું વધુ એક અદભૂત ઉદાહરણ સામે આવ્યું છે. અહી મહોત્સવમાં સેવા આપી રહેલા સ્વયંસેવકોની જરુરિયાતને ધ્યાનમાં રાખી ત્રણ અલગ અલગ સલુન ઉભા કરાયા છે. જ્યાં રોજના 1500થી વધુ સ્વંયસેવકો હેર કટિંગ અને સેવીંગ કરાવે છે. અહીં આયોજન પણ એવું અદભૂત છે કે હેરકટિંગ માટે કે સેવિંગ માટે નથી લાગતી લાઈન. 

 80 હજારથી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે

પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી માટે શહેરમાં 600 એકર જગ્યામાં પ્રમુખસ્વામી નગર ઉભુ કરવામાં આવ્યું છે. આમ તો નગરમાં એકે એક વસ્તુ જુઓ તો તમને બધુ જોરદાર જ લાગશે. અને આખાય નગરની રચનાના પ્લાનિંગની વાત કરવામાં આવે તો તે પ્લાનિંગથી માંડી અને સતત એક મહિનો ઉત્સવનું મેનેજમેન્ટ પણ અદભૂત છે. અહીં ટ્રાફિકની વાત હોય કે સ્વચ્છતાની બધુ જ મેનેજમેન્ટ ફુલ પ્રુફ પ્લાનિંગથી થાય છે. એટલુ જ નહિ બીએપીએસના માઈક્રો પ્લાનિંગની વાત કરવામાં આવે તો અહીં છેલ્લા ત્રણ ચાર મહિનાથી સતત  80 હજારથી વધુ સ્વયંસેવકો પોતાની સેવા આપી રહ્યાં છે. ત્યારે આ સ્વંયસેવકોને જો દાઢી ઉગી ગઈ હોય કે માથાના વાળ વધી ગયા હોય તો હેર કટિંગ માટે કે પછી સેવીંગ માટે ક્યાંય જવાની જરુર નથી.કારણ કે તે માટેની વ્યવસ્થા પણ શતાબ્દી મહોત્સવમાં કરવામાં આવી છે. 

કુલ 100 બેઠક સાથેના સલુન ઊભા કરાયા

અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલુન ઉભા કરવામાં આવ્યા છે. જેમાં ચાર નંબરના ગેટ પાસે એક સલુન 40 ખુરશીઓ સાથેનું જ્યારે સાત નંબરના ગેટ પાસે એક સલુન 40 ખુરશીઓ સાથે જ્યારે અન્ય એક સલુન 20 ખુરશી સાથે એમ કુલ 100 બેઠક સાથેના સલુન ઊભા કરાયા છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીં રોજે રોજ 1500થી વધુ સ્વંય સેવકો હેર કટિંગ અને સેવિંગ કરાવે છે. અહીં સેવા આપી રહેલા કિશોરભાઈ રાઠોડ જણાવે છે કે તેઓ વર્ષોથી બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા સાથે જોડાયેલા છે અને અહીં ત્રણ અલગ અલગ જગ્યાએ સલુન બનાવવાં આવ્યા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
HMPV એ ભારતમાં વધારી ચિંતા, એક દિવસમાં પાંચ કેસ નોંધાયા, શું ફરી લાગશે લોકડાઉન?
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
આ કોઇ નવો વાયરસ નથી, અમે સ્થિતિ પર રાખી રહ્યા છીએ નજર, HMPV પર કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
HMPV Virus: કેટલો ઘાતક છે HMPV? ચીને જણાવ્યું કોની અને કેવી રીતે થઇ શકે છે મોત?
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
Embed widget