શોધખોળ કરો

Ahmedabad : છોકરી પુખ્ત થતાં જ પ્રેમી સાથે ભાગી ગઈ, માતાએ દીકરીને પાછી લાવવા કર્યું એવું કે પછી પોતે જ....

ગત 11મીએ મહિલા તેમના જમાઇ સાથે ઓઢવ પોલીસ સ્ટેશન આવ્યા હતા. તેમણે સગીર દીકરી શખ્સ સાથે ભાગી ગઈ હોવાનું જણાવ્યું હતું. સગીરાને ભગાડી ગયું હોવાની ગંભીરતા લઈ પોલીસે તેમની પાસે જન્મનો પુરાવો માંગ્યો હતો.

અમદાવાદ: શહેરના ઓઢવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક છોકરીને યુવક સાથે પ્રેમ થઈ જતા તેની સાથે ઘરેથી ભાગી ગઈ હતી. દીકરી પ્રેમી સાથે ભાગી જતાં માતા જમાઇ સાથે ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને યુવક પોતાની સગીર દીકરીને ભગાડી ગયો હોવાની ફરિયાદ કરતી હતી. તેમજ તેમણે તેમની દીકરીના સ્કૂલ લિવિંગ સર્ટીફિકેટની નકલ પુરાવા તરીકે રજૂ કરી હતી. આથી પોલીસે પોક્સ અને અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જોકે, તપાસમાં કંઇક અલગ જ ધડાકો થયો હતો. 

આ અંગેની વિગતો એવી છે કે, ગત 11મીએ એક મહિલા તેમના જમાઇ સાથે ઓઢવ પોલીસ સ્ટેશન આવ્યા હતા. અહીં તેમણે પોતાની સગીર વયની દીકરી એક શખ્સ સાથે ભાગી ગઈ હોવાનું જણાવ્યું હતું. સગીરાને કોઈ ભગાડી ગયું હોવાની ગંભીરતા લઈ પોલીસે તેમની પાસે જન્મનો પુરાવો માંગ્યો હતો.

આથી મહિલાએ દીકરીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની નકલ રજૂ કરી હતી.  જેમાં દીકરીની જન્મ તારીખ વર્ષ 2004 હતી. જોકે, તેમણે પોલીસને તેનું ઓરિજનલ સર્ટિફિકેટ ન હોવાનું જણાવ્યું હતું. આ માટે તેમણે પતિની માનસિક હાલત ખરાબ હોવાથી તેમણે વર્ષે પહેલા ઓરીજીનલ ડોક્યુમેન્ટ અને ઘરેણાં કેનાલમાં નાંખી દીધા હોવાનું કારણ બતાવ્યું હતું. 

બીજી તરફ પોલીસે પોક્સો એક્ટ અને અપહરણનો ગુનો નોંધીને શોધખોળ શરૂ કરી હતી. છોકરીની તપાસ કરવા સ્કૂલ પર પહોંચી હતી. અહીં છોકરીના ઓરીજનલ ડોક્યુમેન્ટ મેળવતા પોલીસ ચોંકી ગઈ હતી. કારણ કે, માતાએ આપેલા સર્ટિફિકેટની નકલ અને ઓરિજનલ ડોક્યુમેન્ટની તારીખમાં ફરક હતો. ઓરિજનલ ડોક્યમેન્ટ પ્રમાણે છોકરી પુખ્ત વયની હતી. 

આમ, તારીખમાં ફરક હોવાથી પોલીસે છોકરીની માતા અને જમાઇની પૂછપરછ કરતાં જમાઇએ કબૂલાત કરી હતી કે, તેમણે સાસુના કહેવાથી આ કામ કર્યું હતું. તેમણે લિવિંસ સર્ટિફિકેટની કલર ઝેરોક્સ કરાવી તેમાં તારીખમાં છેડછાડ કરી હતી અને પછી તેની ઝેરોક્સ કઢાવીને ખોટી તારીખ બતાવી હતી. 

દરમિયાન છોકરીની ભાળ પણ મળતા પોલીસે તેની પૂછપરછ કરતાં તેનો જન્મ 2002માં થયો હોવાનું સામે આવ્યું હતું. માતાને એમ હતું કે, દીકરી સગીર હોવાનું કહેશે તો જ પોલીસ તેને શોધશે. ત્યારે હવે પોલીસે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરનાર સાસુ જમાઈ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ
Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Surat: સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત, હાર્ટ અટેકથી મોત થયાની આશંકા
Embed widget