Ahmedabad : વહેલી સવારે ફતેવાડીમાં ગૌહત્યા, પોલીસે બે શખ્સોની શોધખોળ હાથ ધરી
ફતેવાડી વિસ્તારમાં ગૌ હત્યાની ઘટના બની. વહેલી સવારે બે અજાણ્યા શખ્સ એકટીવા પર આવ્યા અને ફતેવાડી ગામમાં આવેલ લાગા રામ જોશી સભા ગૃહના સંકુલમાં ગાયના વાછડાની હત્યા કરી.
અમદાવાદઃ ફતેવાડી વિસ્તારમાં ગૌ હત્યાની ઘટના બની. વહેલી સવારે બે અજાણ્યા શખ્સ એકટીવા પર આવ્યા અને ફતેવાડી ગામમાં આવેલ લાગા રામ જોશી સભા ગૃહના સંકુલમાં ગાયના વાછડાની હત્યા કરી. સભાગૃહમાં રહેતા લોકોએ અવાજ સાંભળતા જ બહાર આવ્યા અને જોયું તો ગાયના વાછડાની હત્યા કરવામાં આવી હતી. બે અજાણ્યા શખ્સ એકટીવા મૂકીને ભાગી ચાલ્યા. જોકે ઘટના જ બનતા જ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી અને એકટીવાના આધારે બે વ્યક્તિની શોધખોળ ચાલુ કરવામાં આવી.
પોલીસને એકટીવામાંથી બે આધાર કાર્ડની ઝેરોક્ષ મળી તેમજ દોરડા અને કપડાં મળી આવ્યા છે. પોલીસે આધારકાર્ડ અને એક્ટિવા ના આધારે તપાસ હાથ ધરી છે. અત્યારે આ બે વ્યક્તિની તપાસ ચાલુ છે.
Gujarat Crime : વલસાડમાં માતામાં ડાકણ હોવાનો વ્હેમ રાખી પુત્રે કરી નાંખી માતાની હત્યા
વલસાડઃ કપરાડામાં ખૂદ પુત્રે જ માતાની હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. માતામાં ડાકણ હોવાનો વ્હેમ રાખી કરી હત્યા. ગઈ કાલે આ કૃત્ય કર્યું હતું. પોલીસ વધુ તપાસ કરી રહી છે.
રવિવારના સાંજે પીએચસી દહીંખેડ ખાતે એમ્બ્યુલન્સ ડ્રાયવર તરીકે નોકરી કરતા સતિષ દારૂના નશામાં માતાને લાકડાના ફટકા મારતા મોત થયું હતું. કપરાડા તાલુકા આંબાજંગલના મુરુંમટી ફળીયામાં માતા ઉપર ડાકણનો વ્હેમ રાખી હત્યા કરી છે. 31 વર્ષીય આરોપી સતિષ અને તેમની પત્ની રવિવારે ખેતરમાં કામ કરવા ગયા હતા. દારૂ પીને ઘરે જઈ ડાકણનો વ્હેમ રાખીને 72 વર્ષીય માતા શાળીબેન સીતારામ ચવધરી પર લાકડાના ફટકા વડે તૂટી પડ્યો હતો. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા માતાનું સ્થળ ઉપર જ મોત થયું હતું. આરોપી પુત્ર સતિષની પત્ની ખેતરથી ઘરે પરત આવતા આંગણામાં સાસુમાં બેહોશ પડેલી જોતા ચોંકી ઉઠી હતી. પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. હત્યા બાદ આરોપી પુત્ર સતિષ ખુદ પોતે ગામમાં કહેતો હતો કે, મારી માતાને મેં મારી નાખી છે.
Vadodara: બે સંતાનના પિતાએ નર્મદા કેનાલમાં લગાવી મોતની છલાંગ, શું છે કારણ?
વડોદરાઃ પાલડીના યુવાને કેનાલમા પડતુ મુકી જીવન ટુકાવ્યું છે. આર્થિક ખેંચના કારણે યુવાન માનસિક તણાવનો સામનો કરતો હતો. એકમાત્ર CNG રીક્ષાથી કુંટુંબનુ ભરણપોષણ કરતો હતો. જન્માષ્ટમીએ રિક્ષા પલટતાં યુવક માનસિક તણાવમાં આવ્યો હતો.એક માત્ર આજીવિકાનુ સાધન વારંવાર ખર્ચ કરાવતા યુવકને લાગી આવ્યુ. નર્મદા કેનાલમા તણાવ અનુભવતા યુવકે મોતની છલાંગ લગાવી હતી.
બે સંતાનના પિતાએ ભરેલા પગલાથી પરિવારમા શોકનો માહોલ છે. નર્મદા કેનાલના ઊંડા પાણીમા ગરકાવ થતા જરોદ પોલીસ મથકે ફરીયાદ. યુવકનો ઊડા પાણીમા ગરકાવ થયા બાદ કોઈ પત્તો નહિ.