Vijay Rupani: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીને પાર્ટીએ સોપી મહત્વની જવાબદારી
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપિાણીને પાર્ટીએ મહત્વની જવાબદારી સોંપી છે.

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના જ મહિના બાકી છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપિાણીને પાર્ટીએ મહત્વની જવાબદારી સોંપી છે. પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે નિમણૂંક કરાઈ છે. આ ઉપરાંત વિનોદ તાવડને બિહાર , ઓમ માથુરને છત્તીસગઢ, બિપ્લબ કુમાર દેબને હરિયાણા, લક્ષ્મીકાંત બાજપાઈને ઝારખંડ, પ્રકાશ જાવડેકરને કેરળ, રાધા મોહન અગ્રવાલને લક્ષદ્વીપ, પી મુરલીધર રાવને મધ્યપ્રદેશ, તરુણ ચુગને તેલંગાણા અને અરુણ સિંહે રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કિસાન સંઘના નેતાઓ સાથે કરી બેઠક, શું આપી ખાતરી?
સુરત: ગૃહમંત્રી અને કિસાન સંઘની બપોરે 2.30 કલાકે બેઠક નું આયોજન થયું હતું. દેખાવ કરી રહેલા કિસાન સંઘ ના આગેવાનો સાથે બેઠક થઈ. ગૃહમંત્રી હર્ષ સંઘવી એ મળવાની બાહેનધરી આપી હતી. ગણપતિ વિસર્જન કર્યા બાદ મુલાકાત ગોઠવવામાં આવી હતી. કિસાન સંઘ ના આગેવાનો ને પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યા હતા. ગૃહમંત્રી કિસાન સંઘ ના આગેવાનો ની રજુઆત સાંભળી. વિવિધ મુદ્દાને લઈ રજુઆત કરવામાં આવી. રજુઆતનો ઉકેલ સત્વરે આવશે, તેવી બાંહેધરી હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવી છે.
ભારતીય કિસાન સંઘે સરકાર સામેનું આંદોલન વધુ તેજ કર્યું છે. ગાંધીનગરના ધરણા બાદ મંત્રીઓના નિવાસસ્થાનનો ઘેરાવ શરૂ કરવામાં આવ્યો છે. સુરતમાં હર્ષ સંઘવીના નિવાસ્થાનનો ઘેરાવ કરવા કિસાન સંઘના આગેવાનો પહોંચ્યા હતા. સુરતમાં પાર્લે પોઇન્ટમાં સંઘવીના નિવાસસ્થાને પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. વાટાઘાટો માટે બનાવાયેલા પાંચ મંત્રીઓની કમિટીમાં હર્ષ સંઘવીનો પણ સમાવેશ થાય છે. કિસાન સંઘ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઘરે પહોંચ્યું હતું. વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરવા માટે પહોંચ્યું. સમાન વીજ દર, મહેસુલ પ્રશ્નો, પાક વિમા ચુકવણી, જમીન રી સર્વે વગેરે પ્રશ્નોને લઈ રજુઆત કરવા માટે આગેવાનો પહોંચ્યા હતા.
ગત 25 ઓગસ્ટથી ખેડૂતોના પ્રશ્નો મુદ્દે કિસાન સંઘ આંદોલન ચલાવી રહ્યું છે. ખેડૂતોના પ્રશ્નો ઉકેલશે તે જ રાજ કરશે, તેમ કિસાન સંઘે કહ્યું હતું. અત્યારે 25થી 30 ખેડૂત આગેવાનો સંઘવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બીજી તરફ હર્ષ સંઘવીએ આગેવાનોને મળવા માટે બે વાગ્યો આમંત્રણ આપ્યું છે. માંગણી સંતોષતા કિસાન સંઘ આક્રોશિત થયા છે. ખેડૂતોની માંગણી મુદ્દે સરકાર ટસની મસ ન થતા કિસાન સંઘ આક્રોશિત છે. બે અઠવાડિયાના આંદોલન બાદ આજથી મંત્રીઓના ઘરનો ઘેરાવ શરૂ કરાયો છે. હર્ષ સંઘવીના સુરતના નિવાસસ્થાનનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. નિવાસસ્થાને પહોંચેલા આગેવાનોએ કહ્યું કે, અમારા જિલ્લા પ્રમુખને અહીં બોલાવવામાં આવે. તેમને નજર કેદ કરાયા હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરાયો હતો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
