શોધખોળ કરો
CM વિજય રૂપાણીએ ગુજરાતમાં અહીં માણી ઉત્તરાયણની મજા, આ રીતે ચગાવ્યો પતંગ
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખોખરા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે
![CM વિજય રૂપાણીએ ગુજરાતમાં અહીં માણી ઉત્તરાયણની મજા, આ રીતે ચગાવ્યો પતંગ Gujarat Chief Minister Vijay Rupani Celebrate of Kite Festival with Family in Ahmedabad CM વિજય રૂપાણીએ ગુજરાતમાં અહીં માણી ઉત્તરાયણની મજા, આ રીતે ચગાવ્યો પતંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/14131926/Vijay-Rupani2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ આજે સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો સવારથી જ ધાબા-અગાસી અને ટેરેસ પર ચડી ગયા છે. વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આકાશ સવારથી જ ખુલ્લું રહેતા અને પવન પણ નીકળતા પતંગરસીયાઓને જલસા પડી ગયા છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખોખરા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. ત્યાર બાદ મુખ્યમંત્રી મેયર બિજલ પટેલના પાલડી સ્થિત નિવાસસ્થાને જઈને અને મ્યુનિસિપલ કાઉન્સિલરો અને કાર્યકરો સાથે પતંગ ચગાવી હતી. જ્યાં હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા હતાં.
અમદાવાદમાં સવારથી જ સારો પવન રહેતા આકાશમાં રંગબેરંગી પતંગો ચગવા લાગ્યા છે. નાના બાળકો, યુવાઓ અને વૃદ્ધો સવારથી જ પતંગનું આકાશી યુદ્ધ ખેલવા ધાબા ઉપર પહોંચી ગયા છે. જ્યાં જુઓ ત્યાંથી એ લપેટ.. કાઈપો છે..ની બૂમાબૂમ શરૂ થઈ ગઈ છે. ડીજેની ધૂમ સાથે પતંગ ચગાવી યુવાનો ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે. પતંગ રસિયાઓએ ધાબા પર તલસાંકળી, શેરડી, બોર, ચિક્કીની પણ મોજ માણી રહ્યા છે.
![CM વિજય રૂપાણીએ ગુજરાતમાં અહીં માણી ઉત્તરાયણની મજા, આ રીતે ચગાવ્યો પતંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/14131849/Vijay-Rupani.jpg)
![CM વિજય રૂપાણીએ ગુજરાતમાં અહીં માણી ઉત્તરાયણની મજા, આ રીતે ચગાવ્યો પતંગ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/14131855/Vijay-Rupani1.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)