શોધખોળ કરો

Ahmedabad News: કબૂતરબાજી કૌભાંડમાં છ આરોપીઓ વોન્ટેડ જાહેર, 25-25 હજારના ઈનામની જાહેરાત

Ahmedabad News: બે વર્ષ પહેલાના કબૂતરબાજીના કેસમાં છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા

Ahmedabad News:  બે વર્ષ પહેલાના કબૂતરબાજીના કેસમાં છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ આરોપીઓને ઝડપવા માટે તેમના પર ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. વોન્ટેડ આરોપીઓની માહિતી આપનારને 25-25 રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે તમામ છ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. જે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તેમાં રાકેશ રાય, બિપીન દરજી, અમનદીપસિંહ, પંકજ પટેલ, ઝાકીર ઉર્ફે રાજુભાઈ યુસુફ શેખનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને 25 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. કેટલાક આરોપી વિદેશમાં ફરાર થયા હોવાની આશંકા છે.

બે વર્ષ પહેલાના કબૂતરબાજીના કેસમાં છ વોન્ટેડ આરોપીને ઝડપી લેવા ઈનામની જાહેરાત કરાઇ છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં ઈમીગ્રેશન અને વિઝાની ઑફિસ ધરાવી ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના કૌભાંડ અંગે બે વર્ષ પહેલા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.  જે કેસમાં મુખ્ય આરોપી બોબી પટેલ સહિત નવ આરોપીઓની અનેક દસ્તાવેજી પુરાવા સાથે ઝડપી લેવાયા હતા. જો કે આ કેસમાં હજુ કેટલાક આરોપીઓ ફરાર હોવાથી માહિતી આપનારને આરોપી દીઠ રૂપિયા 25 હજારનું ઇનામ જાહેર કરાયુ છે.  જેમાં રાકેશ રાય ઉર્ફે રોબોર્ટ, બિપીન સોમાભાઇ દરજી, અમનદિપસિંઘ, પંકજ શંકરલાલ પટેલ, ઝાકિર ઉર્ફે રાજુભાઇ યુસુફ શેખનો સમાવેશ થાય છે. માહિતી પ્રમાણે ડિંગુચાનો કેસ સામે આવ્યા કેટલાક આરોપીઓ વિદેશમાં ફરાર થયા છે.

કબૂતરબાજીમાં થયો હતો મોટો ખુલાસો 

કબુતરબાજી કેસમાં તપાસમાં વધુ એક મોટો ખુલાસો થયો છે. એજન્ટોએ ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ આવતા તમામ પેસેન્જરોના મોબાઇલમાંથી વોટ્સએપમાંથી તમામ ડેટા ડીલીટ કરાવી દીધાનો ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે. ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી અધિકારીઓને જાણવા મળ્યું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે જ્યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટ્સએપમાંથી કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી.

જે ડેટા રીકવર કરવા માટે તમામ મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સીક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો રૂટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિદ્યા બંધ કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો. ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાજ્યોના મળીને કુલ ૨૭૬ મુસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. હાલ ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે એજન્ટોના નેટવર્કની તપાસ સીઆઇડી ક્રાઇમ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
Embed widget