Crime: આણંદમાં લૂંટારૂ ટોળકીનો આતંક, વૃદ્ધ દંપતિને બંધક બનાવી 9.40 લાખ લૂંટ્યા, હજુ પોલીસ પકડથી બહાર
આણંદ જિલ્લામાં એક મોટી લૂંટની ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચાવી દીધી છે. ખરેખરમાં, આણંદ જિલ્લાના સારસા ગામમાં ગઇકાલે આ લૂંટની ઘટના ઘટી હતી.
Crime News: આણંદમાંથી એક સનસનીખેજ લૂંટના સમાચાર સામે આવ્યા છે, અહીં એક વૃદ્ધ દંપતિને ઘરમાં બંધક બનાવીને લૂંટારૂ ટોળકીએ 9.40 લાખની લૂંટ ચલાવી છે. લૂંટારૂ ટોળકી દંપતિના ઘરમાથી રોકડ સહિત સોના-ચાંદીના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા, દંપતિએ આ બનાવ બાદ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસ અને LCB, sogની ટીમ આ મામલે તપાસ ચલાવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લામાં એક મોટી લૂંટની ઘટનાએ સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચાવી દીધી છે. ખરેખરમાં, આણંદ જિલ્લાના સારસા ગામમાં ગઇકાલે આ લૂંટની ઘટના ઘટી હતી. અહીં સારસા ગામમાં એક વૃદ્ધ દંપતિના ઘરમાં ગઇ રાત્રે લૂંટારૂ ટોળકી ત્રાટકી હતી, આ ટોળકી 25 વર્ષીય યુવાઓની હતી, જેને સૌથી પહેલા સારસા ગામના આ વૃદ્ધ દંપતિને નિશાન બનાવ્યા, દંપતિને તેમના ઘરે બંધક બનાવ્યા હતા અને બાદમાં લૂંટારુ ટોળકીએ તેમના ઘરમાંથી રોડક અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ 9.40 લાખની લૂંટ ચલાવી હતી. લૂંટ ચલાવીને ટોળકી ફરાર થઇ હતી હતી. સારગા ગામના પીડિત વૃદ્ધ દંપતિએ ખંભોળજ પોલીસ સ્ટેશનમાં આ મોટી લૂંટની ચકચારી ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી, જે પછી પોલીસે આ લૂંટારૂ ટોળકીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યો હતો. સ્થાનિક પોલીસ સાથે, LCB અને SOGની ટીમો તાપસમાં જોડાઈ હતી. આ ઉપરાંત આ ઘટનાનો ભેદ ઉકેલવા માટે એફએસએલ અને ડૉગ સ્ક્વૉડની પણ મદદ લેવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી ચોરો પોલીસની પકડથી બહાર છે.
માતા કામે ગઇ, પિતાએ એકલતાનો લાભ લઇને દીકરી સાથે આચર્યુ દુષ્કર્મ
રાજકોટમાંથી વધુ એક સનસનીખેજ ગુનાખોરીની ઘટના સામે આવી છે, શહેરમાં એક પિતાએ પોતાની દીકરીને પીંખી નાંખી છે. શહેરના કોઠારિયા સૉલવન્ટ વિસ્તારમાં પિતાએ પોતાની 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતુ, જોકે, આ ઘટનાની જાણ માતાને થતાં માતાએ દીકરીના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના કોઠારીયા સૉલવન્ટ વિસ્તારમાં ગઇકાલે બનેલી એક દુષ્કર્મની ઘટનાએ તમામને હચમચાવી નાંખ્યા છે. અહીં એક સાવકા પિતાએ પોતાની 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતુ, જ્યારે માતા કામ ગઇ હતી તે સમયે પિતાએ એકલતાનો લાભ લઇને પોતાની 11 વર્ષની દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતુ. જોકે, આ ઘટનાની જાણ બાદમાં માતાને થઇ જતાં તેને આજીડેમ પોલીસ સ્ટેશનમાં દીકરીના પિતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે દુષ્કર્મના આરોપી પિતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પહેલા વર્ચ્યૂઅલ સેક્સ બાદમાં હૉટલમાં દુષ્કર્મ
ગુજરાતની સુરત શહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, હરિયાણાના એક સિંગરે સુરતની પરિણીતાને બોલાવીને 48 રૂપિયા ખંખેરી લીધા, એટલુ જ નહીં આ સિંગરે પરિણીતા સાથે પહેલા મોબાઇલ એપ દ્વારા વર્ચ્યૂઅલ સેક્સ માણ્યુ અને બાદમાં હૉટલમાં લઇ જઇને શારીરિક શોષણ પણ કર્યુ છે. હાલમાં સુરત પોલીસે હરિયાણા જઇને આરોપીની ધરપકડ કરી લીધી છે. જાણો શું છે આખી ઘટના....
માહિતી પ્રમાણે, સુરતમાં રહેતી પરિણીતા સાથે હરિયાણાના એક સિંગરે ઠગાઇ અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ખરેખરમાં વાત એમ છે કે, જયપુરની એક 31 વર્ષીય પરિણીતાને સિંગિંગનો જોરદાર અભરખો ચઢ્યો હતો, આ માટે તેનો સંપર્ક મોબાઇલ એપ દ્વારા હરિયાણાના એક સિંગર સાથે થયો હતો.
આ મામલો બાદમાં મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસની એક ટીમ આ ઘટનામાં એક્શન લેતા હરિયાણાના રાયપુર કરનાલ પહોંચી હતી. જ્યાં ૩૫ વર્ષીય આરોપીને મોબાઇલ ફોનના આધારે ટ્રેક કરી તેને દબોચી લીધો હતો. આરોપી વારંવાર ફોન બંધ કરી દેતો હોઇ પોલીસે બે દિવસ વૉચ ગોઠવવી પડી હતી. આરોપીની પત્ની અને દીકરી પણ તેનાથી અલગ રહેતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.