શોધખોળ કરો

Crime: ભાવનગરમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો, પઠાણી ઉઘરાણીથી લેણદારનું ઘર લખાવ્યુ ને વતન પણ છોડાવ્યું

રાજ્યમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, ભાવનગરમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે

Bhavnagar Crime News: રાજ્યમાં ફરી એકવાર વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે, ભાવનગરમાં જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વ્યાજખોરોએ એક લેણદારને પોતાના સંકજામાં ફસાવીને વતન છોડવા પર મજબૂર કરી દીધો હતો. ખાસ વાત છે કે, વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો કે ઉછીના નાણા પરત ના આપતા લેણદાર પાસે તેમને ઘર પણ બળજબરી પૂર્વક લખાવી લીધુ હતુ. હાલમાં આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધી છે, અને તપાસ ચાલુ છે. 

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર વ્યાજખોરોનો ત્રાસ વધવાની ઘટનાઓ ફરી એકવાર સામે આવી રહી છે, આજે ભાવનગર જિલ્લામાં વ્યાજખોરોના વિષચક્રમાં એક વ્યક્તિ ફસાયો હોવાનું સામે આવ્યુ છે, આ વ્યક્તિને હવે વતન પણ છોડવું પડ્યુ છે. આ ઘટના જિલ્લાના સિહોર તાલુકાના સણોસરા ગામની છે. સણોસરા ગામમાં એક ખેડૂત કે જે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલો છે, તેને હાલમાં જ 11 વ્યાજખોરો સામે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ખરેખરમાં ઘટના એવી છે કે, સણોસરા ગામના પશુપાલક વિક્રમભાઈ રાઠોડ નામના વ્યક્તિએ 2019માં પશુઓના નિરણ માટે વ્યાજે રૂપિયા લીધા હતા, જેની ચૂકવણી બાબતે વ્યાજખોરો સતત ઉઘરાણી કરી રહ્યાં હતા. જે રૂપિયા લીધા હતા, તેનું વ્યાજખોરો દ્વારા ઊંચા વ્યાજ દરે અને વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. માથાભારે વ્યાજખોરોએ વિક્રમભાઇને ઘાક અને ધમકીઓ પણ આપી હતી. રૂપિયાની ચૂકવણી બાબતે વિક્રમભાઇએ આરોપ લગાવ્યો છે કે, આ વ્યાજખોરોએ તેમની પાસેથી તેમના મકાનનું બળજબરીથી બાનાખત પણ કરાવી લીધુ છે, એટલુ જ નહીં થોડાક દિવસો પહેલા વ્યાજખોરો દ્વારા તેમને ઢોર માર મારવામાં પણ આવ્યો હતો. વ્યાજખોરો તેમને અસહ્ય ત્રાસ આપતા તેઓને હવે પરિવાર સાથે પોતાનું વતન છોડીને અન્ય સ્થળે પલાયન થવું પડ્યું છે. આમ સિહોર તાલુકામાં વ્યાજખોરો વિરુદ્ધ વારંવાર ફરિયાદો થઈ રહી છે. પોલીસનો કોઈ ડર જ ના હોય તેમ વ્યાજખોરો બિન્દાસ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને સામાન્ય માણસોને ધમકાવીને હેરાન પરેશાન કરી રહ્યાં છે. 

આ પહેલા રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવી હતી, ઉઘરાણી ના મળતા 14 વર્ષીય તરુણી પર બે-બે વાર દુષ્કર્મ આચર્યુ 

ગુજરાતમાં વધુ એકવાર વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે, રાજકોટમાં વ્યાજખોરોએ પૈસાની ઉઘરાણીની સાથે સાથે હવે દુષ્કર્મની પણ ઘટનાને અંજામ આપ્યો છે. રાજકોટમાં વ્યાજખોરોએ હદ વટાવતા 14 વર્ષીય તરુણી પર એક નહીં પરંતુ બે-બે વાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે, જેમાથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા પણ આ વ્યાજખોરો દ્વારા 17 વર્ષીય દીકરીની છેડતી કરી હતી, અને પરિવારના સભ્યોનું અપહરણ પણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. 

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં 14 વર્ષીય તરુણી પર વ્યાજખોરો દ્વારા બે વાર દુષ્કર્મ આચવામાં આવ્યુ હોવાની ફરિયાદ નોંધાઇ છે. ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઘટના એવી છે કે, રાજકોટમાં વ્યાજખોરોઓ એક પરિવારને એક લાખ રૂપિયાની કડક ઉઘરાણી ચાલુ કરી હતી, વ્યાજખોરો દ્વારા આ પરિવારના ચાર સભ્યોનું અપહરણ કરવામાં આવ્યુ હતુ, અને બાદમાં 14 વર્ષીય તરુણી પર બે વાર દુષ્કર્મ આચર્યુ હતુ. આ વ્યાજખોરોઓ એક લાખ રૂપિયાની ખોટી ઉઘરાણી કરી હતી અને આ ઘટનામાં વ્યાજખોરોએ પોલીસ ફરિયાદનો ખાર રાખી 14 વર્ષીય તરુણી પર તેના પરિવારજનો સામે બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ, એટલું જ નહીં વ્યાજે લીધેલા પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરો વધુ એક લાખ ચૂકવવા દબાણ પીડિત પરિવાર પર દબાણ કરતાં હતા. જ્યારે વ્યાજખોરો વધારાના રૂપિયાની ઉઘરાણી કરવા પીડિત પરિવારના ઘરે જતા હતા તે સમયે પહેલા પણ 17 વર્ષીય દીકરીની છેડતી કરી હતી, આ ઘટનામાં આ પહેલા આ 17 વર્ષીય દીકરીની છેડતી થઇ અને આ દીકરીએ પોલીસ કમિશનર કચેરીમાં દવા પી આપાઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો હતો કે, 17 વર્ષીય દીકરીની છેડતી અને આપઘાતના પ્રયાસવાળી ફરિયાદ પાછી ખેંચવા વારંવાર પરિવાર પર દબાણ કરતા હતા. ફરિયાદ પાછી ના ખેંચતા વ્યાજખોરોઓ પીડિત પરિવારના ચાર સભ્યોના અપહરણ કર્યા હતા, બાદમાં 14 વર્ષીય તરુણી પર બે વખત દુષ્કર્મ આચર્યુ હતુ.  આ સમગ્ર ઘટના બાદ પોલીસે આ બનાવમાં આરોપી હકુભા ખીયાની તેની પત્ની ખતુબેન, પુત્ર એઝાદ, પુત્રવધૂ સોનીબેન એઝાદ ખિયાની અને અન્ય એક અજાણ્યા શખ્સ સહિત કુલ પાંચ વિરૂદ્ધ ફરિયાદ નોંધી હતી. આઇપીસીની કલમ ૩૭૬(૨) અને (૩), ૩૬૩, ૩૬૫, ૫૦૪, ૫૦૬, ૩૨૩, ૧૧૪, પોકસો એક્ટની કલમ-૬, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી, હાલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવAhmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોતBanaskantha Crime: બનાસકાંઠામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા, તપાસનો ધમધમાટ શરૂSurat: જિલ્લામાં ભૂસ્તર વિભાગનો સપાટો, બે કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
Myanmar Earthquake: મ્યાનમારમાં આવ્યો ભયાનક ભૂકંપ, 7.2 ની તીવ્રતાથી ધ્રુજી ધરતી, મચી અફરાતફરી
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ રાહત, જામનગરમાં નોંધાયેલી FIR રદ્દ, જાણો શું હતો મામલો
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
AAPના વડા અરવિંદ કેજરીવાલની વધી મુશ્કેલી, દિલ્હી પોલીસે દાખલ કરી FIR, જાણો શું છે કેસ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
'મહિલા રેપ કરી શકતી નથી પરંતુ ઉશ્કેરણી કરી શકે છે', મધ્યપ્રદેશ હાઇકોર્ટે વધુમાં શું કહ્યુ?
Kunal Kamra: હું મુંબઈ પાછો ફરીશ તો મારી ધરપકડ થશે, મારો જીવ જોખમમાં છે, મદ્રાસ હાઇકોર્ટના શરણે કુણાલ કામરા
Kunal Kamra: હું મુંબઈ પાછો ફરીશ તો મારી ધરપકડ થશે, મારો જીવ જોખમમાં છે, મદ્રાસ હાઇકોર્ટના શરણે કુણાલ કામરા
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS  પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
Ahmedabad: પેસેન્જર લેવા રસ્તા પર ઉભેલી AMTS પાછળ ઘૂસી ગઈ XUV, એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
ઓક્સફોર્ડમાં મમતા બેનર્જીના ભાષણ દરમિયાન થયો હોબાળો, પ્રદર્શનકારીઓને કહ્યું- 'તમને મીઠાઇ ખવડાવીશ'
Embed widget