Adani : ઓડિશા ટ્રેન દુર્ઘટનાના પીડિતોની મદદે આવ્યા ગુજરાતી બિઝનેસમેન, કરી મોટી જાહેરાત
જાહેર છે કે, ઓડિશાના બાલાસોર જિલ્લામાં 2 જૂન શુક્રવારના રોજ થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે. ત્રણ ટ્રેનો વચ્ચે આ ભારતીય રેલવેના ઈતિહાસના સૌથી ભયાનક અકસ્માતમાંનો એક હતો.
Odisha Train Accident : ઓડિશા ટ્રેન દુર્ઘટનાના બે દિવસ બાદ અદાણી ગ્રુપે મદદનો હાથ લંબાવ્યો છે. આ દિશામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મોટી જાહેરાત કરી છે. ગૌતમ અદાણીએ રવિવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કહ્યું હતું કે, તેઓ ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છે. ગૌતમ અદાણીએ આગળ કહ્યું હતું કે, આ ટ્રેન દુર્ઘટનામાં જે નિર્દોષ લોકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે, તે બાળકોના શાળાકીય શિક્ષણની જવાબદારી અદાણી ગ્રુપ ઉઠાવશે.
જાહેર છે કે, ઓડિશાના બાલાસોર જિલ્લામાં 2 જૂન શુક્રવારના રોજ થયેલી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે. ત્રણ ટ્રેનો વચ્ચે આ ભારતીય રેલવેના ઈતિહાસના સૌથી ભયાનક અકસ્માતમાંનો એક હતો.
ગૌતમ અદાણીએ પોતાના ટ્વિટમાં શું લખ્યું?
ગૌતમ અદાણીએ રવિવારે સાંજે એક ટ્વિટ કર્યું હતું. અદાણી ગ્રૂપના ચેરમેને પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, ઓરિસ્સામાં ટ્રેન દુર્ઘટનાથી અમે બધા ખૂબ જ દુઃખી છીએ. અમે નક્કી કર્યું છે કે, આ અકસ્માતમાં જે નિર્દોષ લોકોએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના શાળાના શિક્ષણની જવાબદારી અદાણી જૂથ લેશે. પીડિતો અને તેમના પરિવારોને શક્તિ પ્રદાન કરવી અને બાળકોને સારી આવતીકાલ આપવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે.
બગાનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે સાંજે 6.55 કલાકે આ થયો હતો અકસ્માત
उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं।
— Gautam Adani (@gautam_adani) June 4, 2023
हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा।
पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है।
જણાવી દઈએ કે, કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે 6.55 કલાકે ઓડિશાના બાલાસોર જિલ્લાના બગાનાગા બજાર રેલ્વે સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગઈ હતી. ત્યારબાદ ટ્રેન લૂપ લાઈનમાં ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. માલસામાન ટ્રેન સાથે અથડાયા બાદ કોરોમંડલ એક્સપ્રેસના કેટલાક ડબ્બા બાજુના ટ્રેક પર ધકેલાયા હતા. થોડા સમય બાદ યશવંતપુર-હાવડા સુપરફાસ્ટ ટ્રેન બાજુના ટ્રેક પર બીજી દિશામાંથી આવી અને કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા સાથે અથડાઈ હતી.
288 નહીં, 275 લોકોએ જીવ ગુમાવ્યા
ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ જણાવ્યું કે આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે, પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે મૃતકોની સંખ્યા 288 પર પહોંચી ગઈ છે. આ અકસ્માતમાં લગભગ 900 લોકો ઘાયલ પણ થયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કેટલાક ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.