Adani Group Stocks: અદાણી ગ્રપુના શેરમાં કેમ બોલ્યો કડાકો ? જાણો શું છે કારણ
ક્રેડિટ સાઇટ્સે ગૌતમ અદાણીનું Adani Group જે રીતે દેવાના દમ પર પોતાનું વિસ્તરણ કરી રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે.
Adani Group Stocks: ફિચ રેટિંગ્સની (Fitch Ratings) ફાઇનાન્શિયલ સર્વિસિસ ફર્મ ક્રેડિટ સાઇટ્સે (CreditSights) ગૌતમ અદાણીનું Adani Group જે રીતે દેવાના દમ પર પોતાનું વિસ્તરણ કરી રહ્યું છે તે અંગે ચિંતા વ્યક્ત કરી છે. ક્રેડિટસાઈટ્સે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ તૈયાર કર્યો છે. આ અહેવાલ સામે આવ્યા બાદ મંગળવારે અદાણી ગ્રુપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી પાવર અને અદાણી વિલ્મરના શેરમાં 5 ટકાના ઘટાડા બાદ લોઅર સર્કિટ લાગી હતી.
ક્રેડિટસાઈટ્સે ગૌતમ અદાણીના અદાણી ગ્રુપના બિઝનેસ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ ગ્રુપ ડીપલી ઓવરલેવરેજ્ડ (Deeply Overleveraged) છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અદાણી ગ્રૂપ આક્રમક રીતે વિસ્તરણ કરી રહ્યું છે, જેના કારણે કંપનીની નાણાકીય બાબતો પર દબાણ વધી રહ્યું છે. અદાણી ગ્રૂપ એવા વ્યવસાયમાં પ્રવેશ કરી રહ્યું છે જેમાં ઘણી મૂડીની જરૂર છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પ્રમોટરો દ્વારા ગ્રુપ કંપનીઓમાં ખૂબ જ ઓછી મૂડીનું રોકાણ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અદાણી ગ્રૂપ અને મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ વચ્ચે બજારમાં વર્ચસ્વ જમાવવા માટેની તીવ્ર સ્પર્ધામાં ખરાબ નિર્ણય લેવાનું જોખમ પણ વધી રહ્યું છે.
અહેવાલમાં રોકાણકારોને ચેતવણી અપાઈઃ
ક્રેડિટ રિસર્ચ ફર્મે અહેવાલમાં જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપને મોટા દેવાની ચૂકવણી કરવાની બાકી છે અને તેની સ્થિતિનો લાભ લેવાથી જૂથ પર નકારાત્મક અસર પડી શકે છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે, કંપની દેવાના જાળમાં ફસાઈ શકે છે. અહેવાલમાં અદાણી ગ્રુપની કંપનીઓમાં જોવા મળી રહેલા દેખરેખના અભાવ અંગે રોકાણકારોને ચેતવણી આપવામાં આવી છે.
ક્રેડિટ સાઇટ્સના આ અહેવાલના કારણે અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ 7 કંપનીઓમાંથી 6 કંપનીઓના શેરના ભાવોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી ગ્રીન એનર્જી 3.62 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી વિલ્મર 3.87 ટકા, અદાણી ટ્રાન્સમિશન 0.62 ટકા, અદાણી પોર્ટ્સ 0.90 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 0.87 ટકા ભાવ ઘટ્યા હતા.
આ પણ વાંચોઃ
Gujarat Election : કેજરીવાલનો ધડાકોઃ બહુ જલદી CR પાટીલને હટાવાશે