શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોંઘવારીનો વધુ એક ડામ, પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG-PNGના ભાવમાં વધારો
કંપનીએ પાઈપ્ડ નેચરલ ગેસના પણ મેટ્રીકમિલિયન બ્રિટીશ થર્મલ યુનિટના ભાવ 729.09થી વધારીને 762.95 કરવાનો નિર્ણય કર્યો છે.
પેટ્રોલ-ડીઝલ, ખાદ્યતેલની સાથે ગ્રાહકોના માથે હવે CNG અને રાંધણ ગેસના ભાવ વધારાનો બોજ આવ્યો છે. અદાણી ટોટલ ગેસે CNG ગેસના ભાવમાં કિલોએ 95 પૈસા અને PNG ગેસના ભાવમાં 1 રૂપિયા 29 પૈસાનો વધારો કર્યો છે.
આ ભાવ વધારાને કારણે અમદાવાદ, ખેડા, બરવાળા, સુરેંદ્રનગરના અદાણી ગેસના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં CNGના કિલોદીઠ ભાવ વધીને 54 રૂપિયા 95 પૈસા થયો. તો પીએનજીનો ભાવ 29 રૂપિયા 6 પૈસા થયો છે.
કંપનીએ પાઈપ્ડ નેચરલ ગેસના પણ મેટ્રીકમિલિયન બ્રિટીશ થર્મલ યુનિટના ભાવ 729.09થી વધારીને 762.95 કરવાનો નિર્ણય કર્યો છે. બે મહિને 2.29 એમએમબીટીયું પીએનજીનો વપરાશ કરનારા પાસેથી આ ભાવથી બિલ વસૂલવામાં આવશે.
તો બે મહિનામાં 2.29 એમએમબીટીયુથી વધારે ગેસનો વપરાશ કરનારાઓ પાસેથી પીએનજીનો દર વધારીને 915.55 કરી દેવામાં આવ્યો છે. આ પહેલા એક એમએમબીટીયુનો ભાવ 874.91 હતો.
રાજ્યમાં CNGના 4 લાખ અને PNGના 10 લાખ ગ્રાહકોને માથે આ ભાવ વધારાનો બોજ વધશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion