શોધખોળ કરો

Bank Strike 2023: બજેટ પહેલા જ બેંક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર રહેશે, પગાર-પેંશન મેળવવામાં થઈ શકે છે વિલંબ!

બેંક યુનિયનોએ તેમની માંગણીઓને લઈને સરકાર પર દબાણ લાવવા માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

Bank Strike: 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ, નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે. પરંતુ તે પહેલા જ જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ સતત બે દિવસ હડતાલ પર રહેશે. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (UFBU)ની મુંબઈમાં બેઠક યોજાઈ હતી જેમાં બેંક યુનિયનોએ બે દિવસ માટે હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ એ વિવિધ બેંક કર્મચારીઓના યુનિયનોને જોડીને રચાયેલી સંસ્થા છે. બેંક યુનિયનોએ તેમની માંગણીઓને લઈને સરકાર પર દબાણ લાવવા માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. બેંક કર્મચારીઓ 30 જાન્યુઆરી અને 31 જાન્યુઆરી એમ બે દિવસ હડતાળ પર રહેશે. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિયેશનના જનરલ સેક્રેટરી સીએચ વેંકટચલમે કહ્યું કે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની બેઠક થઈ છે. અમારી માંગણીઓને લઈને પત્ર લખવામાં આવ્યો હોવા છતાં ઈન્ડિયન બેંક એસોસિએશન તરફથી કોઈ જવાબ મળ્યો નથી. જે બાદ બેંક યુનિયનોએ બે દિવસ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.

તેમણે કહ્યું કે બેંક યુનિયનોની માંગ છે કે બેંકિંગનું કામ પાંચ દિવસ માટે કરવામાં આવે, પેન્શન અપડેટ કરવામાં આવે, નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS નાબૂદ કરવામાં આવે અને પગાર વધારા અંગે તરત જ વાટાઘાટોની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. બેંક યુનિયનોએ બેંકોના તમામ કેડરમાં પર્યાપ્ત ભરતીની પ્રક્રિયા શરૂ કરવાની માંગ કરી છે. આ માંગણીઓને લઈને બેંક યુનિયનો હડતાળ પર ઉતરશે.

બેંક કર્મચારીઓ બે દિવસ હડતાળ પર જવાના કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પ્રથમ, હડતાલનો દિવસ સોમવાર અને મંગળવાર છે અને સોમવાર પહેલા રવિવારે બેંકો બંધ રહેશે. એટલે કે એક રીતે જોવામાં આવે તો સતત ત્રણ દિવસ સુધી બેંકોના કામકાજને અસર થશે. આ સમય દરમિયાન, ATMમાં રોકડ સમાપ્ત થવાને કારણે ચેક ક્લિયરન્સમાં સમસ્યા આવી શકે છે. જાન્યુઆરીનું છેલ્લું અઠવાડિયું આ સમયગાળા દરમિયાન પગાર અને પેન્શનની રજૂઆત છે, જે વિલંબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ

User Names In Twitter: ઇલોન મસ્ક પૈસા માટે કંઈપણ કરશે! હવે ટ્વિટર યુઝર નેમ વેચીને કરશે કમાણી

અમીરોની યાદીમાં ગૌતમ અદાણી નીચે ઉતરીને ચોથા નંબરે પહોંચ્યા, જાણો મુકેશ અંબાણી ક્યા નંબર પર છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | બરબાદીનું માવઠુંHun To Bolish : હું તો બોલીશ | ગોતી લો... ઠગ ટોળકીAhmedabad Accident : અમદાવાદના દાણીલીમડામાં12 વર્ષીય બાળકનું આઇસર નીચે આવી જતાં મોતGas Geyser : ગેસ ગિઝરને કારણે ગુંગળાઇ જવાથી કિશોરીનું મોત, શું હોઈ શકે કારણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
કરોડોનું ફુલેકું ફેરવનાર BZ કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા ઝડપાયો
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
ઉત્તરાયણમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, પતંગ રસિયાઓ જરૂર વાંચે
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
26/11 હુમલાના ગુનેગાર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીનું મોત, હાર્ટ એટેકથી થયું મૃત્યુ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
નવા વર્ષમાં લાગૂ થશે EPFOના 5 નવા નિયમો, જાણો કર્મચારીઓને આ નિયમોથી કેટલો ફાયદો થશે
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Vijay Hazare Trophy: શાર્દુલ ઠાકુરની ટીમે કર્યો કમાલ, ફક્ત 33 બોલમાં જીતી લીધી 50 ઓવરની મેચ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Embed widget