EPFO કર્મચારીઓ માટે લઇને આવી રહી છે નવી ખાસ પેન્શન સ્કીમ, જાણો કઇ રીતે થશે આનો ફાયદો
નવી પેન્શન પ્રૉડક્ટ પર પ્રસ્તાવ પર ચર્ચા ગુવાહાટીમાં 11 અને 12 માર્ચે ઇપીએફઓએ મુખ્ય ફેંસલો લેનારી યૂનિટ સેન્ટ્રલ બૉડી ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં કરવામાં આવી શકે છે.

નવી દિલ્હીઃ રિટાયરમેન્ટ ફન્ડ સંસ્થા EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના (Pension Scheme) લાવવા પર વિચાર કરી રહી છે. જેને 15,000 રૂપિયા પ્રતિ માસથી વધુ બેસિક વેતન (Basic Salary) મળી રહ્યું છે, તે અને તેની એમ્પ્લૉઇ પેન્શન સ્કીમ 1995 (EPS-95) અંતર્ગત કવર નથી કરવામાં આવી રહી. હાલના સમયમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા તે તમામ કર્મચારીઓ જેનો બેસિક પગાર (બેસિક પે પ્લ્સ ડીયરનેસ એલાઉન્સ) સર્વિસ જૉઇન કરવાના સમય પર 15,000 રૂપિયા પ્રતિ માસ સુધીનો છે, તે અનિવાર્ય રીતે EPS-95 અંતર્ગત કવર કરવામાં આવે છે.
પીટીઆઇ રિપોર્ટ અનુસાર, આ મામલાની જાણકારી રાખનારા એક સુત્રએ તેને બતાવ્યુ કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના સભ્યોની વચ્ચે વધુ યોગદાન પર વધુ પેન્શન માટે ડિમાન્ડ અવેલેબલ છે. એટલા માટે આ વાત પર જોરશોર વિચાર કરવામાં આવી રહ્યો છે. તે લોકો માટે નવી પેન્શન સ્કીમ કે પ્રૉડક્ટને લઇને આવવવામાં આવે જેનો માસિક વેતન 15,000 રૂપિયાથી વધુ છે.
રિપોર્ટ અનુસાર નવી પેન્શન પ્રૉડક્ટ પર પ્રસ્તાવ પર ચર્ચા ગુવાહાટીમાં 11 અને 12 માર્ચે ઇપીએફઓએ મુખ્ય ફેંસલો લેનારી યૂનિટ સેન્ટ્રલ બૉડી ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠકમાં કરવામાં આવી શકે છે.
બેઠક દરમિયાન સીબીટી દ્વારા નવેમ્બર, 2021 માં પેન્શન સંબંધિત મુદ્દાઓ પર ગઠિત એક ઉપ સમિતિ પણ પોતાનો રિપોર્ટ રજૂ કરશે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ છે કે આ રીતે ઇપીએફઓ સબ્સક્રાઇબર્સ છે, જેને 15,000 રૂપિયાથી વધુ માસિક મૂળ વેતન મળી રહ્યું છે. પરંતુ ઇપીએસ-95 અંતર્ગત 8.33 ટકાની ઓછા રેટથી જ યોગદાન કરી શકે છે. આ રીતે તેમને પેન્શન મળે છે. ઇપીએફઓએ 2014માં માસિક પેન્શન યોગ્ય મૂળ વેતનને 15,000 રૂપિયા સુધી સિમિત કરવા માટે યોજનામા સંશોધન કર્યુ હતુ. 15,000 રૂપિયા માત્ર સેવામાં સામેલ થવામાં સમય લાગુ થયા છે. સંગઠિત ક્ષેત્રમાં વેતન સંશોધન અને મૂલ્યવૃદ્ધિના કારણે આને 1 સપ્ટેમ્બર 2014થી 6,500 રૂપિયાથી ઉપર સંશોધિત કરવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો-
BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી
Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ
અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત



















