Gautam Singhania: રેમન્ડના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએલીધા છૂટાછેડા, સોશિયલ મીડિયા પોસ્ટમાં કહી આ વાત
Gautam Singhania News: 58 વર્ષીય ગૌતમ સિંઘાનિયાએ 1999માં સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા.
Gautam Singhania: રેમન્ડ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા 32 વર્ષ પછી અલગ થઈ ગયા છે. ગૌતમે સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને એક્સ પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ વખતે દિવાળી પહેલા જેવી નથી. નવાઝ અને હું અહીંથી અમારા અલગ-અલગ રસ્તે જઈશું... જ્યારે અમે અમારા બે કિંમતી હીરા, નિહારિકા અને ન્યાસા માટે જે શ્રેષ્ઠ છે તે કરવાનું ચાલુ રાખીએ ત્યારે હું તેની સાથે અલગ થઈ રહ્યો છું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવાઝ મોદી સિંઘાનિયાને ગયા અઠવાડિયે થાણેમાં તેમના પતિની દિવાળી પાર્ટીમાં જવાથી અટકાવવામાં આવ્યા હતા. ગયા મહિને ગૌતમે તેના બ્રીચ કેન્ડી હાઉસમાં નવાઝ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેનું કોલર બોન તૂટી ગયું હતું. આ પછી નવાઝ મોદીને ગિરગાંવના સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રમાં દાખલ કરાયા હતા જોકે આ મામલે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
View this post on Instagram
સિંઘાનિયાના કપડા, રિયલ એસ્ટેટ સહિત અનેક બિઝનેસ છે
ગૌતમ સિંઘાનિયા રેમન્ડ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેમની કુલ સંપત્તિ લગભગ 11 હજાર કરોડ રૂપિયા છે. રેમન્ડ ગ્રૂપ પાસે કપડાં, ડેનિમ, કન્ઝ્યુમર કેર, એન્જિનિયરિંગ અને રિયલ એસ્ટેટ સહિતના અન્ય વ્યવસાયો છે. રેમન્ડ ગ્રુપ રેડી-ટુ-વેર એપેરલ સ્પેસમાં મજબૂત હાજરી ધરાવે છે. તે ડેનિમ શ્રેણીમાં પણ અગ્રણી ઉત્પાદક છે. કંપની ઉચ્ચ ગુણવત્તાની ડેનિમ સપ્લાય કરે છે.
- ગૌતમને નાનપણથી જ કારનો દીવાના છે. આ સમજીને તેના પિતાએ તેને તેના 18માં જન્મદિવસે પ્રીમિયર પદ્મિની 1100 કાર ભેટમાં આપી હતી.
- ગૌતમ સિંઘાનિયા ટેસ્લા મોડલ સહિત અનેક કારના માલિક છે
- ગૌતમ સિંઘાનિયાએ 1999માં નવાઝ સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા બંને 8 વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. નવાઝના પિતા આ લગ્ન માટે તૈયાર ન હતા.
- 2005માં ગૌતમ સિંઘાનિયાએ મુંબઈના બાંદ્રામાં 'પોઈઝન' નામની નાઈટ ક્લબ ખોલી હતી. બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન સિંઘાનિયા પરિવારની ખાસ મિત્ર છે.
- ગૌતમનું મહારાષ્ટ્રના અલીબાગમાં એક ફાર્મ હાઉસ પણ છે, જ્યાં તે દર વર્ષે તેના મિત્રો અને પરિવાર માટે નવા વર્ષની પાર્ટીનું આયોજન કરે છે.
- સિંઘાનિયાને સ્પોર્ટ્સ કારનો શોખ છે જ્યારે નવાઝ મોદી ફિટનેસ ફ્રીક છે.
- ગૌતમ સિંઘાનિયા લક્ઝરી સ્પોર્ટ્સ કારના શોખીન છે. તેઓ સુપર કાર ક્લબ ઓફ ઈન્ડિયાના સ્થાપક પણ છે. તે ઘણી વખત સ્પોર્ટ્સ કાર ચલાવતો પણ જોવા મળ્યો છે. બીજી તરફ નવાઝ ફિટનેસ પર ઘણું ધ્યાન આપે છે. તે જીમ પણ ચલાવે છે.