શોધખોળ કરો

Pension scheme:શું આપ પ્રાઇવેટમાં જોબ કરો છો? આ સ્કિમનો લો લાભ, મળશે પેન્શન

શું જો તમે પ્રાઈવેટ જોબ કરી રહ્યા છો, તો તમે પણ પેંશન મેળવી શકો છો. ચાલો જાણીએ કે આ પેંશન સ્કીમનો કેવી રીતે લાભ લઇ શકાય.

Pension scheme:Pension scheme:શું જો તમે પ્રાઈવેટ જોબ કરી રહ્યા છો, તો તમે પણ પેંશન મેળવી શકો છો. ચાલો જાણીએ કે આ પેંશન સ્કીમનો કેવી રીતે લાભ લઇ શકાય.

નોકરીથી નિવૃતિ બાદ દરેક  વ્યક્તિ ઈચ્છે છે કે, વૃદધાવસ્થામાં  તેને આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સરકારી કર્મચારીઓ માટે પેંશનની પહેલા વ્યવસ્થા પહેલાથી જ હતી પરંતુ  પ્રાઇવેટમાં કામ કરતા મોટાભાગના લોકો પેન્શન માટે ચિંતિત રહે છે કારણ કે મોટાભાગની  પ્રાઇવેટ કંપની તેના વૃદ્ધાવસ્થાની ચિંતા નથી કરતી. તો જાણીએ કઇ પેન્શન સ્કિમ આપને પ્રાઇવેટ જોબ બાદ પણ પેન્શન આપશે.

નવી પેન્શન સિસ્ટમ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ (NPS) ભારત સરકાર દ્વારા તમામ નાગરિકો માટે શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિની ઉંમર 60 વર્ષ પૂર્ણ થયા બાદ વૃદ્ધાવસ્થામાં પેન્શનના રૂપમાં આવક આપવામાં આવે છે. NPS યોજનાનો અમલ બેંકની નિયુક્ત શાખાઓ એટલે કે પોઈન્ટ ઓફ પ્રેઝન્સ-સર્વિસ પ્રોવાઈડર દ્વારા કરવામાં આવે છે.

18 થી 70 વર્ષની વચ્ચેની કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ રોકાણ કરી શકે છે. મેચ્યોરિટી પર, આ સ્કીમમાંથી 60 ટકા રકમ ઉપાડી શકાય છે અને બાકીની રકમ વાર્ષિકી ખરીદીને રોકાણ કરી શકાય છે. આ હેઠળ, આવકવેરા વિભાગની કલમ 80C અને 80CCD હેઠળ ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે. આ ખાતામાંથી 60 ટકા રકમ ઉપાડ્યા પછી પણ તમે આ યોજના હેઠળ દર મહિને પેન્શન લઈ શકો

NPS ખાતામાં માસિક અથવા વાર્ષિક રોકાણ ઉપલબ્ધ છે. તમે NPSમાં 1,000 રૂપિયા પ્રતિ માસથી રોકાણ કરવાનું શરૂ કરી શકો છો અને 70 વર્ષની ઉંમર સુધી ચાલુ રાખી શકો છો.

કોણ ખોલી શકે છે અકાઉન્ટ

જો તમે પ્રાઈવેટ જોબ કરો છો તો તમે NPS એકાઉન્ટ ખોલીને રિટાયરમેન્ટ પ્લાન તેમજ વધારાની ટેક્સ છૂટનો લાભ લઈ શકો છો.તમે ઘરે બેઠા ઓનલાઈન એકાઉન્ટ ખોલી શકો છો. NPS પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ચલાવવામાં આવે છે, જેના કારણે તે એકદમ સુરક્ષિત છે. જેમાં કેન્દ્રીય કર્મચારીઓ, રાજ્ય સરકારના કર્મચારીઓ, ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો પણ ખાતા ખોલાવી શકે છે.

કેવી રીતે મળશે આપને લાભ

આ સ્કીમ અનુસાર, તમે NPSમાં દર મહિને 1,000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. તેમાં રોકાણ કરવા પર, 40 ટકા એન્યુટી ખરીદવી જરૂરી છે જ્યારે 60 ટકા રકમ 60 વર્ષ પછી એકસાથે ઉપાડી શકાય છે. આ રકમ 75 વર્ષની ઉંમર સુધી ગમે ત્યારે ઉપાડી શકાય છે. જો કુલ કોર્પસ 5 લાખ સુધી હોય, તો સંપૂર્ણ કોર્પસ ઉપાડી શકાય છે. બીજી બાજુ, જો તમે 60 વર્ષ પહેલાં રકમ ઉપાડી લો, તો કુલ કોર્પસમાંથી માત્ર 20 ટકા રકમ જ ઉપાડી શકાય છે. 80 ટકા રકમનું રોકાણ કરવું પડશે. તમે 2.5 લાખ સુધીની રકમ સંપૂર્ણપણે ઉપાડી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
8th Pay Commission: 8મું પગાર પંચ લાગુ થવામાં વિલંબ થશે તો કેટલું મળશે એરિયર્સ? સમજો ગણિત
Embed widget