શોધખોળ કરો

EPFO Claim: ફક્ત ત્રણ દિવસમાં PFમાંથી ઉપાડી શકાય છે એક લાખ રૂપિયા, જાણો શું છે પ્રોસેસ?

EPFO Claim:પીએફ ખાતાધારકો આ સુવિધાનો લાભ લઈ શકે છે.

EPFO Claim: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે, જેથી કર્મચારીઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. EPFO એ મેડિકલ, એજ્યુકેશન, લગ્ન અને ઘર બનાવવા સહિતના અનેક હેતુઓ માટે એડવાન્સ ક્લેમ માટે ઓટો-મોડ સેટલમેન્ટની સુવિધા પણ પૂરી પાડી છે. પીએફ ખાતાધારકો આ સુવિધાનો લાભ લઈ શકે છે. આ એક એવી સુવિધા છે જે કટોકટીની સ્થિતિમાં લોકોને ફંડ પૂરું પાડે છે.

પહેલા EPFOની આ સુવિધાને ક્લેમ કરવામાં 15 થી 20 દિવસનો સમય લાગતો હતો, પરંતુ હવે આ કામ 3 થી 4 દિવસમાં થઈ જાય છે. મેમ્બરની એલિજિબિલિટી, દસ્તાવેજો, EPF ખાતાની KYC સ્થિતિ, બેન્ક એકાઉન્ટ વગેરે જેવી વિગતો તપાસવામાં આવતી હોવાના કારણે આટલો સમય લાગે છે. પરંતુ હવે ઓટોમેટેડ સિસ્ટમમાં તેને સ્ક્રૂટની અને મંજૂરી માટે મોકલવામાં આવે છે, જેથી ક્લેમ સરળતાથી કરી શકાય.

કોણ દાવો કરી શકે છે?

ઈમરજન્સીમાં આ ફંડના ક્લેમ સેટલમેન્ટ માટે ઓટો મોડ એપ્રિલ 2020માં જ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે સમયે માત્ર બીમારીના સમયે જ પૈસા ઉપાડી શકાતા હતા. હવે તેનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. બીમારી, શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવા માટે તમે EPFમાંથી પૈસા ઉપાડી શકો છો. જો ઘરમાં બહેન અને ભાઈના પણ લગ્ન છે તો તેઓ પણ એડવાન્સ પૈસા ઉપાડી શકે છે.

કેટલા પૈસા ઉપાડી શકાય છે?

હવે EPF ખાતામાંથી 1 લાખ રૂપિયા સુધી એડવાન્સ ફંડ ઉપાડી શકાય છે જ્યારે પહેલા આ મર્યાદા 50 હજાર રૂપિયા હતી. એડવાન્સ ફંડનો ઉપાડ ઓટો સેટલમેન્ટ મોડ કોમ્પ્યુટર દ્વારા કરી શકાય છે. આ માટે કોઈની મંજૂરીની જરૂર નથી અને પૈસા ત્રણ દિવસમાં તમારા ખાતામાં મોકલવામાં આવશે. આ માટે KYC, ક્લેમ રિક્વેસ્ટની એલિજિબિલિટી, બેન્ક એકાઉન્ટ ડિટેઇલ્સ આપવાની જરૂર હોય છે.

પૈસા ઉપાડવાની સંપૂર્ણ પ્રક્રિયા

-સૌથી પહેલા UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને EPFO ​​પોર્ટલ પર લોગિન કરો.

-હવે તમારે ઓનલાઈન સર્વિસ પર જઈને 'ક્લેમ સેક્શન' પસંદ કરવો પડશે. બેન્ક એકાઉન્ટ વેરીફાઈ કરો, પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ પર ક્લિક કરો.

-જ્યારે નવું પેજ ખુલશે ત્યારે તમારે PF એડવાન્સ ફોર્મ 31 પસંદ કરવાનું રહેશે. હવે તમારે પીએફ એકાઉન્ટ પસંદ કરવાનું રહેશે.

-હવે તમારે પૈસા ઉપાડવાનું કારણ, કેટલા પૈસા ઉપાડવાના છે અને સરનામું ભરવાનું રહેશે. આ પછી ચેક અથવા પાસબુકની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે.

-આ પછી તમારે સંમતિ આપવી પડશે અને આધાર સાથે તેનું વેરિફિકેશન કરવું પડશે. ક્લેમની પ્રક્રિયા થયા પછી તે એમ્પ્લોયર પાસે મંજૂરી માટે જશે.

-તમે ઑનલાઇન સેવા હેઠળ ક્લેમ સ્ટેટ્સ ચેક કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Rain Forecast: આજે અહીં થશે વરસાદનું તાંડવ, 6 જિલ્લામાં IMDએ કરી ભારે વરસાદની આગાહી
Rain Forecast: આજે અહીં થશે વરસાદનું તાંડવ, 6 જિલ્લામાં IMDએ કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | ABP AsmitaSurat Rain | સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 જ કલાકમાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદHun to Bolish | હું તો બોલીશ | રહસ્યમય બીમારીનું સત્ય શું?Hun to Bolish | હું તો બોલીશ | શૈતાનો વિરુદ્ધ સિંઘમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ 8 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ
Rain Forecast: આજે અહીં થશે વરસાદનું તાંડવ, 6 જિલ્લામાં IMDએ કરી ભારે વરસાદની આગાહી
Rain Forecast: આજે અહીં થશે વરસાદનું તાંડવ, 6 જિલ્લામાં IMDએ કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો
Gujarat Rain: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો
મંગળ ગ્રહ પર કોણે બનાવ્યો સ્માઇલી ફેસ? યુરોપિયન સ્પેસ એજન્સીના સેટેલાઇટે ક્લિક કરી શાનદાર તસવીરો
મંગળ ગ્રહ પર કોણે બનાવ્યો સ્માઇલી ફેસ? યુરોપિયન સ્પેસ એજન્સીના સેટેલાઇટે ક્લિક કરી શાનદાર તસવીરો
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
Rahul Gandhi In US: 'આ દેશ તમામનો છે, તે સમજી શકતા નથી', અમેરિકામાં રાહુલ ગાંધીએ BJP-RSS પર સાધ્યું નિશાન
US: દેશમાં અનામતના મુદ્દા પર બોલ્યા રાહુલ ગાંધી, કહ્યુ....'તો અમે દેશમાં તેને ખત્મ કરવા અંગે વિચારીશું'
US: દેશમાં અનામતના મુદ્દા પર બોલ્યા રાહુલ ગાંધી, કહ્યુ....'તો અમે દેશમાં તેને ખત્મ કરવા અંગે વિચારીશું'
Israel : ગાઝામાં ઇઝરાયલનો ભયાનક હુમલો, ખાન યુનિસમાં હવાઇ હુમલામાં 40નાં મોત, 65 ઇજાગ્રસ્ત
Israel : ગાઝામાં ઇઝરાયલનો ભયાનક હુમલો, ખાન યુનિસમાં હવાઇ હુમલામાં 40નાં મોત, 65 ઇજાગ્રસ્ત
Embed widget