શોધખોળ કરો

Layoffs: છટણીનો સિલસિલો યથાવત, મેટા ઘણા કર્મચારીઓને નિકાળશે, જાણો કારણ..

Meta Layoffs 2023: ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફરી એકવાર તેના કર્મચારીઓની છટણી કરી શકે છે. જેના કારણે કર્મચારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Meta Layoffs:  વિશ્વવ્યાપી મંદીની શક્યતાને (Layoffs 2023) કારણે ઘણી મોટી કંપનીઓ તેમના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. તેમાં ફેસબુકની પેરેન્ટ કંપની મેટા લેઓફ્સનું નામ પણ સામેલ છે. હવે મેટા વિશે વધુ એક મોટા સમાચાર આવી રહ્યા છે. કંપની આગામી સમયમાં કેટલાક વધુ કર્મચારીઓની છટણી કરી શકે છે.

મેટા ઘણા કર્મચારીઓની કરશે છટણી 

ફાઈનાન્સિયલ ટાઈમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ વર્ષે ફેસબુકની પેરન્ટ મેટા પ્લેટફોર્મ્સ ઈન્ક.એ તેની ઘણી ટીમોનું બજેટ બહાર પાડ્યું નથી. તેની પાછળનું કારણ એ છે કે કંપની હવે વધુ એક વખત કર્મચારીઓની છટણી કરવાની યોજના બનાવી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ બજેટ ન મળવાના કારણે અને છટણીના ભયને કારણે મેટા કર્મચારીઓમાં અનિશ્ચિતતાનું વાતાવરણ ઊભું થયું છે.

મેટાએ આ પહેલા પણ કરી હતી છટણી 

આ પહેલા પણ મેટાએ વર્ષ 2022માં નવેમ્બર મહિનામાં લગભગ 11,000 કામદારોની છટણી કરી હતી. આ કંપનીના કુલ કર્મચારીઓના 13 ટકા હતા. તમને જણાવી દઈએ કે Meta ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને Whatsapp જેવી કંપનીઓની પેરેન્ટ કંપની છે. આ પહેલા કંપનીના ફાઉન્ડર માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે આ વર્ષ અમારી કંપની માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં આપણે વર્ષ 2023માં સમજણ સાથે આગળ વધવું પડશે. મેટાના જણાવ્યા અનુસાર આ વર્ષે કંપનીનો ખર્ચ 89થી 89 અબજ ડોલરની વચ્ચે રહેશે.

યાહૂએ પણ 1600 લોકોને છૂટા કર્યા

છટણીના સમાચાર સતત આવતા રહે છે. ત્યારે અન્ય એક મોટી ટેક કંપની યાહૂએ પણ તેના કર્મચારીઓની છટણી કરી છે. કંપનીએ 1600 લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ કંપનીના કુલ કર્મચારીઓના 20 ટકા છે. અગાઉ મોટી મનોરંજન કંપની ડિઝની એ પણ તેના 7,000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. કંપનીના સીઈઓ બોબ ઈગરે કંપનીને થઈ રહેલી ખોટને કારણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું

આ પણ વાંચો: Zomato Exits: Zomatoએ દેશના 225 શહેરોમાંથી સમેટયો તેનો બિઝનેસ, કંપનીની ખોટ 5 ગણી વધી, રિપોર્ટમાં ખુલાસો

Zomato Exits Smaller Cities: દેશમાં ઓનલાઈન ફૂડ ડિલિવરીનું કામ કરતી કંપની Zomato સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Zomato છેલ્લા મહિનામાં લગભગ 225 નાના શહેરોમાંથી બહાર નીકળી ગયું છે. એટલે કે હવે Zomatoએ આ શહેરોમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. કંપનીના ડિસેમ્બર-ક્વાર્ટરના અર્નિંગ રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

કંપનીએ શેરધારકોને પત્ર લખ્યો હતો

Zomatoના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર અક્ષાંત ગોયલે કંપનીના શેરધારકોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં, અમે લગભગ 225 નાના શહેરોમાંથી બહાર નીકળી ગયા છીએ, કંપનીએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર (Q3FY23) સંબંધિત રિપોર્ટ જાહેર કર્યો છે. તેણે ગ્રોસ ઓર્ડર વેલ્યુ (GOV) ના 0.3 ટકા યોગદાન આપ્યું છે. ગોયલે શેરધારકોને કહ્યું કે તે એક પડકારજનક વાતાવરણ છે.  પરંતુ અમે તાજેતરના અઠવાડિયામાં માંગમાં સુધારો જોઈ રહ્યા છીએ, જે અમને વિશ્વાસ આપે છે કે સૌથી ખરાબ સમય સમાપ્ત થઈ ગયો છે.

1,000થી વધુ શહેરોમાં બિઝનેસ કર્યો

Zomato ના વાર્ષિક અહેવાલ મુજબ, ગયા વર્ષે 2021-22માં કંપની દેશના 1,000 થી વધુ શહેરોમાં ફૂડ ઓર્ડરિંગ અને ડિલિવરી બિઝનેસ ચલાવી રહી હતી. જે હવે સીમિત થઈ ગઈ છે. ગોયલે કહ્યું કે છેલ્લા કેટલાક ક્વાર્ટરમાં આ (225) શહેરોના ખરાબ પ્રદર્શનને કારણે અમારે ત્યાં અમારો બિઝનેસ બંધ કરવો પડ્યો. આ શહેરોમાંથી બહાર જવાથી કંપનીના ખર્ચ પર કોઈ અસર પડશે કે કેમ આ અંગે ગોયલે કહ્યું કે તેનાથી વધુ અસર નહીં થાય.

કંપનીની ખોટ 5 ગણી વધી

ગુરુગ્રામ સ્થિત ઝોમેટો કંપનીનું કહેવું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં તેની આવક 75 ટકા વધીને રૂ. 1,948 કરોડ થઈ છે. ત્યારે આ જ કંપનીની ખોટ 5 ગણી વધીને 346 કરોડ રૂપિયા થઈ ગઈ છે. વાર્ષિક ધોરણે 31 ડિસેમ્બરના રોજ પૂરા થયેલા 3 મહિનાના સમયગાળા માટે કંપનીની આવકમાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. અગાઉ ઝોમેટોએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,581 કરોડ અને ડિસેમ્બર 2021ના અંતે પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 1,200 કરોડની સરખામણીમાં રૂ. 1,565 કરોડની એડજસ્ટેડ આવક પોસ્ટ કરી હતી.

Zomatoનો સ્ટોક ઘટ્યો

Zomatoના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવારે સવારના વેપારમાં BSE પર કંપનીનો શેર 1.47 ટકા ઘટીને રૂ. 53.60 થયો હતો. NSE પર તે 1.38 ટકા ઘટીને રૂ. 53.65 પર આવી ગયો છે. દરમિયાન, બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 118.15 પોઈન્ટ અથવા 0.19 ટકાના ઘટાડા સાથે 60,688.07 પર ટ્રેડ કરી રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 5 મોટા અપડેટ, જાણો ક્યારે વધશે પગાર
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
શેરબજારના રોકાણકારો ધ્યાન આપે: શેર ખરીદ-વેચાણ માટે NSE લાવ્યું નવો નિયમ, સોમવારથી થશે લાગુ
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
સેવિંગ્સ એકાઉન્ટમાં 1 વર્ષમાં કેટલી રોકડ જમા કરાવી શકાય? નોટિસથી બચવા જાણો આ નિયમો
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા
રોજના માત્ર 200 રૂપિયા બચાવીને બનાવો 9 કરોડનું ફંડ! જાણો 6 લાખ માસિક પેન્શનની ફોર્મ્યુલા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget