Gold Price: બજેટના દિવસે સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો જાણો લેટેસ્ટ ભાવ
બજેટના દિવસે મોટા ભાગના સરકારી શેરોમાં ઘટાડો થયો હતો, ત્યારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા. બજેટના દિવસે સોનાના વાયદા 83,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલ ટાઈમ હાઈ ટોચે પહોંચ્યો હતો.

બજેટના દિવસે મોટા ભાગના સરકારી શેરોમાં ઘટાડો થયો હતો, ત્યારે સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા. બજેટના દિવસે સોનાના વાયદા 83,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલ ટાઈમ હાઈ ટોચે પહોંચ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, એપ્રિલ ડિલિવરી માટેનો સોનાનો કોન્ટ્રાક્ટ શરૂઆતના ટ્રેડમાં રૂ. 83,360 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરને સ્પર્શ્યો હતો.
જોકે, બાદમાં થોડો ઘટાડો થયો હતો અને તે રૂ. 1,127 (1.35 ટકા)ના વધારા સાથે રૂ. 82,233 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. આ કોન્ટ્રાક્ટમાં 16,273 લોટનું ઓપન ઈન્ટરેસ્ટ નોંધાયું હતું. જ્યારે છેલ્લા ટ્રેડિંગ દિવસની વાત કરીએ તો આ દિવસે સોનું 82,233 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદીની કિંમત પણ 1,150 રૂપિયા વધીને 94,150 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. જ્યારે પાછલા દિવસની વાત કરીએ તો આ દિવસે ચાંદી 93,000 રૂપિયા પ્રતિ કિલો હતી.
શનિવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફ્યુચર્સ ટ્રેડિંગ દરમિયાન તેનો ભાવ 82,600 રૂપિયા પર પહોંચી ગયો હતો, પરંતુ સ્થાનિક બજારમાં પણ તે પહેલાથી જ રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
બજેટમાં કઈ કઈ મોટી જાહેરાતો થઈ ?
આવકવેરામાં રાહત
12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સિવાય 16 થી 20 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 20 થી 24 લાખ રૂપિયાની આવક પર 25 ટકા ટેક્સ લાગશે.
ખેડૂતો માટે યોજનાઓ
કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. "પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના" ની જાહેરાત, જે અંતર્ગત 100 જિલ્લાઓમાં ઓછી ઉપજ ધરાવતા ખેડૂતોને સહાય મળશે.
નાના ઉદ્યોગોને ટેકો
નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ સ્કીમ, જેમાં પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે. MSME માટે લોન ગેરંટી કવર 5 કરોડથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવશે.
શિક્ષણ ક્ષેત્રમાં સુધારા
આગામી 5 વર્ષમાં મેડિકલ એજ્યુકેશનમાં 75,000 સીટો વધારવામાં આવશે. તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.
આરોગ્ય ક્ષેત્રમાં રોકાણ
તમામ જિલ્લા હોસ્પિટલોમાં 'ડે કેર' કેન્સર કેન્દ્રો સ્થાપવાની યોજના, જેમાં પ્રથમ વર્ષમાં 200 કેન્દ્રો સ્થાપવામાં આવશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણા
સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ રોકાણ કરવાનું વચન આપ્યું છે, જે વૃદ્ધિ અને રોજગાર સર્જનને વેગ આપશે.
ખાસ યોજનાઓ
રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે મેક ઈન ઈન્ડિયા હેઠળ વિશેષ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. બિહારમાં મખાના બોર્ડની રચના, જેનાથી નાના ખેડૂતો અને વેપારીઓને ફાયદો થશે.
શું જૂની ટેક્સ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવશે ? નાણા મંત્રીએ આપ્યો આ જવાબ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
