Gold Silver Rate Today: સોનામાં તેજી તો ચાંદીમાં મંદી, જાણો આજના લેટેસ્ટ ભાવ
વૈશ્વિક બજારમાં હાજરમાં સોનામાં તેજીનો ટ્રેન્ડ યથાવત છે. આજે સોનું 0.18 ટકા વધીને 1816.7 ડોલર પ્રતિ ઔંસ પર નોંધાયો છે.
Gold Silver Rate Today: દેશમાં આજે સોનું મોઘું થયું છે તો ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત વધીને 47410 રૂપિયા રહી છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 51720 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે. હાજરની વાત કરીએ તો સોનાની કિંમતમાં 0.02 ટકાનો ઉછાળો નોંધાયો છે. દેશમાં ગઈકાલે હાજરમાં સોનાની કિંમત 48300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી જે આજે વધીને 48310 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગઈ છે.
જ્યારે ચાંદિની કિંમતમાં આજે 300 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આજે ચાંદીની કિંમત 67500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ નોંધાઈ છે, જ્યારે તેનો ગઈકાલનો ભાવ 67800 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.
વૈશ્વિક બજારમાં હાજરમાં સોનું મોઘું થયું
વૈશ્વિક બજારમાં હાજરમાં સોનામાં તેજીનો ટ્રેન્ડ યથાવત છે. આજે સોનું 0.18 ટકા વધીને 1816.7 ડોલર પ્રતિ ઔંસ પર નોંધાયો છે. આ વિતેલા 30 દિવસના સરેરાશ કિંમતથી 4.24 ટકા વધારે છે. ઉપરાંત ચાંદીની કિંમતમાં આજે 0.06 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તેનો ભાવ આજે 25.2 ડોલર પ્રતિ ઔંસ નોંધાયો છે.
જાણો આજે મુખ્ય શહેરમાં સોના-ચાંદીના ભાવ
મુંબઈ
22 કેરેટ સોનું- 47,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 48,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
દિલ્હી
22 કેરેટ સોનું- 47,410 પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 51,720 પ્રતિ 10 ગ્રામ
ચેન્નઈ
22 કેરેટ સોનું- 45,670 પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 49,820 પ્રતિ 10 ગ્રામ
બેંગલુરુ
22 કેરેટ સોનું- 45,260 પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 49,380 પ્રતિ 10 ગ્રામ
કોલકાતા
22 કેરેટ સોનું- 47,710 પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 50,210 પ્રતિ 10 ગ્રામ
આગામી વર્ષે એક લાખથી વધારે યુવકોને મળશે નોકરી, કઈ કંપનીઓમાં ખુલશે બમ્પર ભરતી?
પેટ્રોલ-ડિઝલ પર એક્સાઈઝથી સરકારને બમ્પર કમાણી, એક જ વર્ષમાં ત્રણ ટ્રિલિયન રૂપિયાથી વધારેની આવક થઈ