Gold Silver Rate Today: સોનાની કિંમતમાં આવ્યો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ
ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમત 47410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે ચાંદીનો ભાવ પણ ઘટીને 67101 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો હતો.
![Gold Silver Rate Today: સોનાની કિંમતમાં આવ્યો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ gold silver rate today the price of gold has come down silver has become cheaper by so much know what is today s price Gold Silver Rate Today: સોનાની કિંમતમાં આવ્યો ઘટાડો, ચાંદી પણ થઈ સસ્તી, જાણો આજના લેટેસ્ટ ભાવ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/21/a64f730f92d347c4b5071bd72da074c2_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gold Silver Rate Today: દેશમાં આજે સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. 22 કેરેટ સોનાની કિંમત 47040 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ગઈકાલે 22 કેરેટ સોનાની કિંમત 47410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. જ્યારે ચાંદીનો ભાવ પણ ઘટીને 67101 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગયો હતો. આવો જાણીએ શું છે આજે મોટા શહેરમાં સોનાનો ભાવ.
વૈશ્વિક બજારમાં આટલી છે કિંમત
વૈશ્વિક બજારમાં પણ હાજરમાં સોનાની કિંમતમાં 0.1 ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે વાયદામાં 0.18 ટકાનો ઉછાળા સાથે સોનું 1801.82 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે.
જાણો મુખ્ય શહેરમાં સોના ચાંદીના ભાવ
મુંબઈ
22 કેરેટ સોનું- 47,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 48,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
દિલ્હી
22 કેરેટ સોનું- 47,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 51,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
ચેન્નઈ
22 કેરેટ સોનું- 45,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 49,410 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
બેંગલુરુ
22 કેરેટ સોનું- 44,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 49,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
કોલકાતા
22 કેરેટ સોનું- 47,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
24 કેરેટ સોનું- 50,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
કેટલું સોનું ઘરમાં રાખી શકાય
શું તમને ખબર છે કે કાયદેસર રીતે તમે કેટલું સોનું રાખી શકો છો? કેટલું સોનું આવકના પુરાવાઓ વગર પર તમારી પાસે હોય તો આવક વિભાગ દ્વારા કોઈ કનડગતનો સામનો નહીં કરવો પડે?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન પ્રમાણે પ્રથમ ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પુરાવા આપવાની જરૂર નથી.
1) એક પરણિત સ્ત્રી 500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે.
2)એક અપરણિત સ્ત્રી 250 ગ્રામ સોનું રાખી શકે/
3)એક પુરુષ વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે.
આ કિસ્સાઓમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલાં નહીં લઈ શકે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)