GST Rate Cut: ઈન્શ્યોરન્સ પર સરકાર ટૂંક સમયમાં લેશે મોટું પગલું, ઘટી જશે તમારું પ્રીમિયમ
ટૂંક સમયમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે.

GST Council Meeting: જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસટી ઘટાડી શકાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં ટૂંક સમયમાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પ્રીમિયમ પર GST દર 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. જો કે, આના પર ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મળતો રહેશે. જીએસટી દરમાં ઘટાડાથી સરકારની તિજોરીમાંથી રૂ. 36,000 કરોડનું નુકસાન થઈ શકે છે.
ટેક્સ દરની સમીક્ષા કરનાર GST કાઉન્સિલ દ્વારા રચવામાં આવેલા મંત્રીઓના જૂથના મોટાભાગના સભ્યો જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પ્રિમિયમ પર GST ઘટાડવાની તરફેણમાં છે. જો કે, તે જીવન વીમા અને આરોગ્ય વીમા પ્રિમીયમ પર GST સંપૂર્ણપણે નાબૂદ કરવાના પક્ષમાં નથી. તેઓ માને છે કે જીએસટીને સંપૂર્ણ નાબૂદ કરવાથી ખર્ચમાં વધારો થશે. વીમા ઉદ્યોગ તેને 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવાની તરફેણમાં છે. જો કે, આ અંગે અંતિમ નિર્ણય જીએસટી કાઉન્સિલે લેવાનો રહેશે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીવનવીમા અને સ્વાસ્થ્ય વીમા પર જીએસડીમાં ઘટાડાને લઈ નિર્ણય લેવામાં આવી શકે છે.
વીમા ક્ષેત્રના નિયમનકાર IRDAI એ પણ આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પર GST ઘટાડવા અંગેનો પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. મંત્રી જૂથ (GoM) આગામી દિવસોમાં તેની બેઠકમાં આ અંગે વિચારણા કરશે. આ પછી, મંત્રીઓનું જૂથ એપ્રિલ અથવા મે મહિનામાં યોજાનારી GST કાઉન્સિલની બેઠકમાં જીવન વીમા અને આરોગ્ય વીમા પ્રિમિયમ પરના GST દરમાં ઘટાડા અંગે વિચારણા કરશે. અગાઉ, 21 ડિસેમ્બરની તેની બેઠકમાં, GST કાઉન્સિલે આરોગ્ય અને જીવન વીમા પ્રિમિયમ પર GST મુક્તિ અથવા ઘટાડવા અંગેના નિર્ણયને નિયમનકાર પાસેથી વધુ માહિતી પ્રાપ્ત થાય ત્યાં સુધી મોકૂફ રાખ્યો હતો.
વિપક્ષ GST દરમાં ઘટાડો કરવાની સતત માંગ કરી રહ્યું છે
વિપક્ષ જીવન વીમા અને આરોગ્ય વીમા પ્રિમીયમ પર વસૂલવામાં આવતા GST દરમાં ઘટાડો કરવાની સતત માંગ કરી રહ્યું છે. સંસદની સ્થાયી સમિતિએ પણ આ અંગે ભલામણ કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં, આરોગ્ય વીમા પ્રીમિયમ પર રૂ. 21,256 કરોડ જીએસટી એકત્ર કરવામાં આવ્યા છે અને આરોગ્ય પુનઃવીમા પ્રીમિયમ પર રૂ. 3274 કરોડ જીએસટી એકત્રિત કરવામાં આવ્યા છે. GST લાગુ થયા બાદ સ્વાસ્થ્ય વીમા પર 18 ટકા GST વસૂલવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
