શોધખોળ કરો

નવું આવકવેરા બિલ 2025: ભારતમાં કમાતા NRI હવે નહીં બચી શકે ટેક્સથી, બદલાયા નિયમો

New income tax bill 2025 India: NRI સ્ટેટસનો દુરુપયોગ થશે બંધ, ભારતમાં કમાણી કરનાર NRIને ભરવો પડશે ટેક્સ.

NRI tax residency in India: નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવું આવકવેરા બિલ રજૂ કર્યું છે, જે બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ) પર મોટી અસર કરશે. આ બિલમાં ટેક્સ રેસિડેન્સીના નિયમોને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જે ખાસ કરીને એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ ભારતમાં 15 લાખ રૂપિયા કે તેથી વધુની કમાણી કરે છે પરંતુ ટેક્સ ભરતા નથી.

હવે NRI સ્ટેટસનો દુરુપયોગ કરીને ટેક્સથી બચવું શક્ય નહીં રહે. નવા આવકવેરા બિલ અનુસાર, જો કોઈ વ્યક્તિ ભારતમાં 15 લાખ રૂપિયાથી વધુની આવક કરે છે, તો તેને ભારતના નાગરિક ગણવામાં આવશે અને તેની ભારતમાં થયેલી કમાણી પર ટેક્સ ચૂકવવો પડશે. સરકારનો આ પગલું ભરવાનો મુખ્ય હેતુ NRI સ્ટેટસનો દુરુપયોગ અટકાવવાનો અને કરચોરીને રોકવાનો છે.

નવા બિલમાં ટેક્સ રેસિડેન્સી નક્કી કરવા માટેના માપદંડોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિ ટેક્સ વર્ષમાં ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં રહે છે અથવા 60 દિવસ કે તેથી વધુ દિવસ ભારતમાં રહે છે અને છેલ્લા ચાર વર્ષમાં કુલ 365 કે તેથી વધુ દિવસ ભારતમાં વિતાવ્યા હોય, તો તેને ભારતીય નાગરિક ગણવામાં આવશે અને તેની આવક પર ટેક્સ લાગશે.

જો કે, આ 60 દિવસનો નિયમ અમુક ખાસ કિસ્સાઓમાં લાગુ નહીં થાય. જો કોઈ વ્યક્તિ ભારતીય એરલાઇન અથવા જહાજના ક્રૂ મેમ્બર તરીકે ભારત છોડે છે અથવા નોકરી માટે વિદેશ જાય છે, તો તેને આ નિયમમાંથી મુક્તિ મળશે. તે જ રીતે, ભારતમાં આવતા NRIને પણ આ શરતમાં છૂટછાટ આપવામાં આવશે. પરંતુ જો ભારતમાં આવનાર NRIની આવક (વિદેશી સ્ત્રોત સિવાય) 15 લાખ રૂપિયાથી વધુ હોય, તો 60 દિવસની મર્યાદા વધારીને 120 દિવસ કરવામાં આવશે.

ભારતની ટેક્સ સિસ્ટમ હંમેશાથી નાગરિકત્વને બદલે દેશમાં વ્યક્તિની ભૌતિક હાજરી પર ભાર મૂકે છે. વર્તમાન નિયમો હેઠળ, NRIને ભારતમાં માત્ર તેમની કમાયેલી આવક પર જ ટેક્સ ભરવાનો હોય છે, જ્યારે દેશની બહારની તેમની આવક કરમુક્ત રહે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, ઘણા લોકો ભારતમાં રહીને પૈસા કમાતા હોવા છતાં NRI સ્ટેટસનો લાભ લઈને ટેક્સ ભરવામાંથી બચી જતા હતા. આ નવા નિયમથી કરચોરીને અટકાવી શકાશે અને કરવેરા પ્રણાલીમાં ન્યાય સુનિશ્ચિત થશે.

આ પણ વાંચો...

શું તમારી કંપની PF જમા કરાવે છે? જાણો પળવારમાં, આ રહી સરળ રીતો!

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
'બલુચિસ્તાન ટ્રેન હાઇજેક પાછળ ભારત', શહબાઝ સરકારનો મોટો આરોપ
'બલુચિસ્તાન ટ્રેન હાઇજેક પાછળ ભારત', શહબાઝ સરકારનો મોટો આરોપ
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gemstone Artists News: રત્ન કલાકારો માટે સરકાર બનાવશે એક્શન પ્લાન, જુઓ આ વીડિયોમાંGujarat Heatwave: આજે રાજ્યના 7 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ, આજે ગરમી મચાવશે કહેરAhmedabad: હોસ્પિટલ-વીમા કંપની સામસામે, 3 વીમા કંપનીની કેશલેશ સેવા થઈ જશે બંધTrain Hijack: 104 બંધકોને છોડાવ્યાનો પાકિસ્તાનનો દાવો, બલૂચ આર્મીએ 30 સૈનિકોને માર્યાનો કર્યો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
'નેતાઓનો રંગોત્સવ', વિધાનસભા પરિસરમાં ધારાસભ્યોઓ અબીલ-ગુલાલથી રમી હોળી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
ગુજરાતમાં જંત્રી અંગે સૌથી મોટા સમાચાર, એપ્રિલથી થઇ શકે છે અમલવારી, જાણો સરકારે શું આપી માહિતી
'બલુચિસ્તાન ટ્રેન હાઇજેક પાછળ ભારત', શહબાઝ સરકારનો મોટો આરોપ
'બલુચિસ્તાન ટ્રેન હાઇજેક પાછળ ભારત', શહબાઝ સરકારનો મોટો આરોપ
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
Weather:આકાશમાંથી વરસશે અગનગોળા,9 જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ, 14 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
વિધાનસભા ગૃહમાં શિક્ષણમંત્રીની જાહેરાત, મધ્યાહન ભોજનમાં વપરાશે સિંગતેલ
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
હાઇજેક થયેલી ટ્રેનમાંથી 214 બંધકોને છોડાવવા પહોંચી પાકિસ્તાની સેના, 16 BLA વિદ્રોહી મરાયા ઠાર
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
Russia Ukraine War: રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ માટે તૈયાર યુક્રેન, અમેરિકાએ આપ્યો હતો પ્રસ્તાવ
UPI યુઝ કરનારા માટે મોટા અપડેટ, ટ્રાન્જેક્શન પર લાગી શકે છે ફી
UPI યુઝ કરનારા માટે મોટા અપડેટ, ટ્રાન્જેક્શન પર લાગી શકે છે ફી
Embed widget