રોકાણકારોને કમાણી કરાવનારી Nykaa ના ફાઉન્ડર ફાલ્ગુની નાયરે કઈ રીતે ઉભી કરી અબજોની કંપની
IPOમાં ઓફર 82 ગણો ભરાયો હતો. કંપનીના 2,64,85,479 શેરની ઓફર પર 2,16,59,47,080 શેરની બિડિંગ આવી હતી.
નવી દિલ્હી: બ્યુટી અને પર્સનલ કેર સેગમેન્ટની દિગ્ગજ કંપની Nykaaનો IPO બુધવારે શેરબજારમાં લિસ્ટ થયો હતો. શેરબજારમાં કંપનીની શરૂઆત એટલી ધમાકેદાર હતી કે કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 1 લાખ કરોડને વટાવી ગયું હતું. એટલું જ નહીં, કંપનીના ફાઉન્ડર ફાલ્ગુની નાયર અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા છે. નાયર કંપનીના લગભગ અડધા શેરની માલિકી ધરાવે છે, જેનું મૂલ્ય હવે $6.5 બિલિયન છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ અનુસાર, આજના IPO લિસ્ટિંગ પછી નાયર ભારતની સૌથી ધનિક સેલ્ફ-મેડ મહિલા અબજોપતિ બની ગયા છે. તમને જણાવી દઈએ કે Nykaa ની પેરેન્ટ કંપની FSN E-Commerce Ventures સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થનારી પ્રથમ યુનિકોર્ન કંપની છે, જેનું નેતૃત્વ મહિલાઓ કરે છે.
નાયકનો IPO ત્રણ દિવસ માટે ખુલ્લો હતો અને 1 નવેમ્બરે બંધ થયો હતો. IPOમાં ઓફર 82 ગણો ભરાયો હતો. કંપનીના 2,64,85,479 શેરની ઓફર પર 2,16,59,47,080 શેરની બિડિંગ આવી હતી. કંપનીએ આ IPO દ્વારા 5,352 કરોડ એકત્ર કર્યા હતા.
નાયકાનો શેર આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રૂ. 2,001 પ્રતિ શેરના ભાવે ખુલ્યો હતો. આ કિંમત તેની ઈશ્યુ કિંમત કરતા 78 ટકા વધુ છે. કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ પર શેર દીઠ રૂ. 2,018ના દરે ખુલ્યો હતો, જે ઇશ્યૂ કિંમત કરતા 79 ટકા વધુ હતા.
ફાલ્ગુની નાયરની કહાની
ફાલ્ગુની ભૂતકાળમાં ટોચની ઇન્વેસ્ટમેન્ટ બેંકનું નેતૃત્વ કરી ચૂકી છે. તેણે 2012માં પોતાની નાયકાની શરૂઆત કરી હતી. તે સમયે, દેશમાં એવું કોઈ પ્લેટફોર્મ નહોતું, જે મહિલાઓને એકલા બ્યુટી અને પર્સનલ કેર પ્રોડક્ટ્સની ખરીદી માટે વિશિષ્ટ રીતે વિકલ્પો આપે.
તેની શરૂઆત ઓનલાઈન માર્કેટપ્લેસ તરીકે થઈ હતી. આ પછી તેણે પોતાની બ્યુટી અને પર્સનલ કેર બ્રાન્ડ બનાવી તેમજ ફેશન સેગમેન્ટ અને રિટેલ સેક્ટરમાં આગવું સ્થાન બનાવ્યું. નાયકાનું બ્યુટી અને પર્સનલ કેર માટે નાયકાની પ્રાઈમરી એપ્લિકેશન છે. આ ઉપરાંત Nykaa Fashion પણ છે, જ્યાં વસ્ત્રો, એસેસરીઝ, ફેશન સાથે જોડાયેલ પ્રોડક્ટ મળે છે. 4,000 થી વધુ બ્યુટી, પર્સનલ કેર અને ફેશન બ્રાન્ડ્સ તેની એપ્સ પર તેના રિટેલ સ્ટોર્સ સાથે જોડાયેલ છે.