PM આવાસ યોજનાના નિયમોમાં સરકારે કર્યો ફેરફાર, ફાળવવામાં આવેલા આવા મકાનો થશે રદ
સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમો અનુસાર પીએમ આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય.
![PM આવાસ યોજનાના નિયમોમાં સરકારે કર્યો ફેરફાર, ફાળવવામાં આવેલા આવા મકાનો થશે રદ pm awas yojana modi government have changed rules for pradhan mantri awas yojana know details PM આવાસ યોજનાના નિયમોમાં સરકારે કર્યો ફેરફાર, ફાળવવામાં આવેલા આવા મકાનો થશે રદ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/22/43ed4fd147175ce6acf9ded7db79a8b8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ યોજના છે. જેના દ્વારા સરકાર ગરીબ, વંચિત અને મધ્યમ વર્ગના લોકોને મકાનો ફાળવે છે. આ યોજના હેઠળ દેશભરમાં લાખો લોકોને લાભ મળ્યો છે. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આ યોજનામાં અનેક ગોટાળાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ કારણોસર, સરકારે આ યોજનામાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે.
નિયમોમાં કરવામાં આવેલ મોટા ફેરફારો
નવા નિયમો હેઠળ, ફાળવવામાં આવેલા મકાનોમાં ઓછામાં ઓછા 5 વર્ષ રહેવું જરૂરી છે. આ સાથે જેમણે પોતે મકાનમાં રહેવાને બદલે ભાડા પર મકાનો આપ્યા છે તેઓને પણ ઘર પરત લેવામાં આવશે. આ સાથે તમે ઘર લેવા માટે આપેલા પૈસા પણ પાછા નહીં મળે. તમને જણાવી દઈએ કે લીઝ માટે રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ એ લોકો સાથે કરવામાં આવે છે જેમને સરકાર પીએમ આવાસ યોજના હેઠળ મકાનો ફાળવે છે. નવા નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે સરકાર એ જોશે કે જે ઘર લોકોને ફાળવવામાં આવ્યા છે તે લોકો તેમાં પાંચ વર્ષ સુધી સતત રહે છે કે નહીં. લીઝ માટે રજિસ્ટર્ડ કરાર પાંચ વર્ષ પછી જ સરકાર દ્વારા બદલાશે.
પીએમ આવાસ યોજના હેઠળ મળતા ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય
સરકાર દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમો અનુસાર પીએમ આવાસ યોજના હેઠળ ફાળવવામાં આવેલા ફ્લેટ ફ્રી હોલ્ડ નહીં હોય. આવી સ્થિતિમાં જે લોકોને ફ્લેટ આપવામાં આવ્યો છે, તેઓ અન્ય કોઈને ફ્લેટ ભાડે આપી શકે નહીં. આ નિયમથી હવે ફ્લેટનો દુરુપયોગ નહીં થાય. જો કોઈ એલોટી મૃત્યુ પામે છે, તો આવી સ્થિતિમાં આ ફ્લેટ તેના પરિવારના નામે ટ્રાન્સફર કરવામાં આવશે.
શું છે પ્રધાનમંત્રી આવાસ યોજના?
પીએમ આવાસ યોજના મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘર બનાવવા માટે મદદ આપવામાં આવે છે. નોંધનીય છે કે આ યોજના વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર લોકોને 2.67 લાખ રૂપિયાની આર્થિક સહાય આપે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)