શોધખોળ કરો
દિલ્હી ચૂંટણી બાદ મોંઘવારીનો મોટો ઝાટકો, 150 રૂપિયા સુધી વધ્યા LPG સિલિન્ડરના ભાવ
કોલકાતાના ગ્રાહકોએ 149 રૂપિયા વધારે ચૂકવીને 896 રૂપિયા પ્રતિ સિલિન્ડર ચૂકવવા પડશે.

નવી દિલ્હીઃ પહેલાથી જ મોંઘવારીનો માર સહન કરી રહેલ સામાન્ય લોકોને સરકારે વધુ એક ઝાટકો આપ્યો છે. ઇન્ડેન ગેસના સબસિડીવગરના સિલિન્ડરની કિંમત 150 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં 14 કિલોગ્રામ એલપીજી સિલિન્ડરની કિંમત 144.50 રૂપિયા વી ગઈ છે. હવે દિલ્હીમાં સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમત 858.50 રૂપિયા હશે.
જ્યારે કોલકાતાના ગ્રાહકોએ 149 રૂપિયા વધારે ચૂકવીને 896 રૂપિયા પ્રતિ સિલિન્ડર ચૂકવવા પડશે. તેવી જ રીતે મુંબઈમાં 145 રૂપિયાનો વધારો થયો છે અને હવે અહીં સિલિન્ડરની કિંમત 829.50 રૂપિયા થઈ ગઈ છે.
જો ચેન્નઈની વાત કરીએ તો અહીં સબસિડીવાલા સિલિન્ડરની કિંમતમાં 147 રૂપિયાનો વધારો થયો છે અને તે 881 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. આ વર્ષે બીજી વખત એલપીજીની કિંમતમાં વધારો થયો છે. આ પહેલા 1 જાન્યુઆરીના રોજ સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં 19 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં દિલ્હીમાં 14.2 કિલોના સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 695.00 રૂપિયા હતી જ્યારે કોલકાામાં 725.50, મુબંઈમાં 665 અને ચેન્નઈમાં સબસિડી વગરના સિલિન્ડરની કિંમત 714 રૂપિયા હતી. આમ માત્ર બે મહિનાની અંદર સામાન્ય લોકોના ખિસ્સા પર 200 રૂપિયાનો બોજ પડ્યો છે.Prices of non-subsidised 14 kg Indane gas in metros, applicable from today: In Delhi price rises to Rs 858.50 (increase by Rs 144.50), in Kolkata - Rs 896.00 (increase by Rs 149), in Mumbai - Rs 829.50 (increase by Rs 145), in Chennai - Rs 881.00 (increase by Rs 147). pic.twitter.com/0kbynJJld7
— ANI (@ANI) February 12, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement