(Source: ECI/ABP News/ABP Majha)
Rolex Rings IPO: આવતીકાલે ખુલશે રોલેક્સ રિંગ્સનો આઈપીઓ, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ
સબ્સક્રિપ્શન માટે આ આઈપીઓ ત્રણ દિવસ સુધી ખુલો રહેશે એટલે કે 30 જુલાઈ સુધી તેમાં અરજી કરી શકાશે.
Rolex Rings IPO: ઓટો કમ્પોનન્ટ્સ બનાવતી રોલેક્સ રિંગ્સનો આઈપીઓસ આવતીકાલે એટલે કે 28 જુલાઈના રોજ સબ્સક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ સોમવારે તેના માટે પ્રાઈસ બેન્ડની જાણકારી આપી છે. જાણકારી અનુસાર 731 કરોડ રૂપિયાના આ આઈપીઓ માટે કંપનીએ 880-900 રૂપિયાની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે.
સબ્સક્રિપ્શન માટે આ આઈપીઓ ત્રણ દિવસ સુધી ખુલો રહેશે એટલે કે 30 જુલાઈ સુધી તેમાં અરજી કરી શકાશે. એન્કર રોકાણકારોને બિડિંગ માટે ઇશ્યૂ આજે 27 જુલાઈએ ખુલશે. આઈપીઓની સફળતા બાદ સ્ટોક બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થશે.
56 કરોડ રૂપિયાના નવા શેર થશે ઇશ્યૂ
રોલેક્સ રિંગ્સના આઈપીઓ અંતર્ગત 56 કરોડ રૂપિયાના નવા શેર ઇશ્યૂ થશે જ્યારે 675 કરોડ રૂપિયાના શેર રિવેન્ડેલ પીઈ એલએલસી દ્વારા ઓફર ફોર સેલ અંતર્ગત ઇશ્યુ કરવામાં આવશે. નવા શેર દ્વારા મળેલ રકમન ઉપયોગ કંપની લાંબા સમયની વર્કિંગ કેપિટલની જરૂરિયાત પૂરી કરવા માટે કરશે અને તેનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ માટે પણ કરવામાં આવશે. આ ઇશ્યૂ દ્વારા ઇક્વિરસ કેપિટલ પ્રાઈવેટ લિમિટેડ, આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ બુક રનિંગ લીડ મેનેજર છે.
નફો વધ્યો પરંતુ આવક ઘટી
ગુજરાતના રાજકોટમાં આવેલ આ રિલોકેસ રિંગ્સ દેશમાં ફોર્જ્ડ અને મશીન્ડ કમ્પોનન્ટ્સ બનાવતી અગ્રણી કપંની છે. વિતેલા નામાંકીય વર્ષ 2020-201માં કપંનીને 86.95 કરોડ રૂપિયાનો નફો થયો હતો જ્યારે નાણાંકીય વર્ષ 2019-20માં કંપનીને 52.94 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જોકે આ કંપનીની આવક ઘટી હતી. ઓપરેશન્સ દ્વારા નાણાંકીય વર્ષ 2019-20માં કંપનીની આવક 666 કરોડ રૂપિયાથી ઘટીને વર્ષ 2020-21માં 616.36 કરોડ રૂપિયા રહી હતી.
ગૃહિણીઓ માટે ફરી એકવાર માઠા સમાચારઃ સાતમ-આઠમના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ઝીંકાયો વધારો