
મિડકેપ શેરોમાં ઉછાળાને પગલે શેરબજાર તેજી સાથે બંધ, BSE માર્કેટ કેપ રૂ. 455 લાખ કરોડને પાર
Share Market Today: ONGC, GAIL જેવા શેરોમાં ખરીદીને કારણે આજના કારોબારમાં નિફ્ટીના એનર્જી ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.

Stock Market Closing On 15 July 2024: સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પ્રથમ વખત 24,600ના આંકને વટાવીને 24,635ના આંકડા સુધી પહોંચ્યો હતો, જ્યારે મિડકેપ શેરોમાં ખરીદીને કારણે નિફ્ટીનો મિડકેપ ઇન્ડેક્સ લાઈફટાઈમ હાઈ સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. આજે બજારમાં ફાર્મા અને એનર્જી શેરમાં ખરીદારી જોવા મળી હતી. બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 145.32 પોઈન્ટના ઉછાળા સાથે 80,655 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 81.75 પોઈન્ટના ઉછાળા સાથે 24,584 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
માર્કેટ કેપ ઐતિહાસિક ઊંચાઈ પર
ભારતીય શેરબજારમાં શાનદાર તેજીને કારણે, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 455 લાખ કરોડને પાર કરી ગયું હતું અને રૂ. 455.12 લાખ કરોડની ઐતિહાસિક ટોચે પહોંચ્યું હતું, જે અગાઉના ટ્રેડિંગ સેશનમાં રૂ. 452.38 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.74 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
ગેમિંગ કંપનીઓના શેરમાં આજે સારી તેજી જોવા મળી હતી. નઝારા ટેક અને ડેલ્ટા કોર્પના શેરમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો. જો સુપ્રીમ કોર્ટ તરફથી સકારાત્મક સંકેત મળશે તો શેર હજુ પણ તેજી જોવા મળશે. ડેલ્ટા કોર્પનો શેર હાલમાં BSE પર 3.21 ટકાના વધારા સાથે રૂ. 144.75 પર છે. ઇન્ટ્રા-ડેમાં તે 4.60 ટકા વધીને રૂ. 146.70 પર પહોંચી ગયો હતો. Nazara Tech 0.81 ટકાના વધારા સાથે 914 રૂપિયા પર છે. ઇન્ટ્રા-ડેમાં તે 1.69 ટકા ઉછળીને રૂ. 922.00ના ભાવે પહોંચ્યો હતો.
ટ્રેડિંગ બંધ થવાના સમયે સેન્સેક્સના 30માંથી 18 શેર લીલા નિશાનમાં જોવા મળ્યા હતા. તે પૈકી સ્ટેટ બેંક, એનટીપીસી, અલ્ટ્રા સિમેન્ટ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, આઈટીસી અને બજાજ ફાઈનાન્સમાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે સૌથી વધુ નુકસાન એશિયન પેઇન્ટ્સને થયું હતું.
TCSના શેર આજે લગભગ 0.76%ના ઉછાળા સાથે રૂ. 4,215 પર ટ્રેડ કરી રહ્યો હતો. દેશની આ અગ્રણી IT કંપનીએ ગુરુવારે બજાર બંધ થયા બાદ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા, જેમાં તેણે બજારની અપેક્ષા કરતાં આવકના સંદર્ભમાં સારા આંકડા રજૂ કર્યા છે. ત્યારથી કંપનીના શેરમાં તેજીનું વાતાવરણ છે. ગુરુવારથી લગભગ 8 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
