Stock Market Opening: શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટ ઉછળીને 57400ની નજીક, નિફ્ટી 17250ની ઉપર
ગઈ કાલે ટ્રેડિંગ પછી સેન્સેક્સ 1172.19 પોઈન્ટ્સ અથવા 2.01 ટકાના ઘટાડા સાથે 57,166.74 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 302.00 પોઈન્ટ્સ અથવા 1.73 ટકાના ઘટાડા સાથે 17,173.65 પર બંધ થયો હતો.

Stock Market Opening: ગઈકાલના ભારે ઘટાડા બાદ આજે શેરબજારમાં તેજી સાથે ખુલવાના સંકેતો દેખાડી રહ્યા હતા અને પ્રી-ઓપનિંગમાં માર્કેટ ગેપ-અપ ઓપનિંગ સાથે ખુલવાના સંકેત આપી રહ્યા હતા. ગઈકાલે શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ 1172 પોઈન્ટના મજબૂત ઘટાડા સાથે બંધ થયો હતો.
આજે બજાર કેવી રીતે ખુલ્યું
શરૂઆતના સમયે, BSE 30-શેરનો સેન્સેક્સ 215.03 પોઈન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 57,381.77 પર ખુલ્યો હતો, જ્યારે NSEનો 50 શેરનો નિફ્ટી 85.30 પોઈન્ટ અથવા 0.50 ટકા વધીને 17,258 પર ટ્રેડ થઈ રહ્યો છે.
પ્રી-ઓપનિંગમાં બજાર
જો આપણે પ્રી-ઓપનિંગમાં બજારની મૂવમેન્ટ પર નજર કરીએ તો, BSE સેન્સેક્સ 215.03 પોઈન્ટ અથવા 0.38 ટકાના વધારા સાથે 57,381.77 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 85.30 પોઈન્ટ અથવા 0.50 ટકાના વધારા સાથે 17,258 પર ટ્રેડ કરી રહ્યો હતો.
ગઈકાલે બજાર કેવી રીતે બંધ હતું?
ગઈ કાલે ટ્રેડિંગ પછી સેન્સેક્સ 1172.19 પોઈન્ટ્સ અથવા 2.01 ટકાના ઘટાડા સાથે 57,166.74 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 302.00 પોઈન્ટ્સ અથવા 1.73 ટકાના ઘટાડા સાથે 17,173.65 પર બંધ થયો હતો.
એશિયન બજારોની સ્થિતિ
જો આપણે આજે એશિયન બજારો પર નજર કરીએ તો, હેંગસેંગ સિવાય, અન્ય તમામ બજારો તેજીના લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. તાઈવાન, કોસ્પી, શાંઘાઈ કમ્પોઝીટ, નિક્કી અને સ્ટ્રેટ ટાઈમ્સમાં સારો ઉછાળો જોવા મળી રહ્યો છે.
વીજળી કંપનીના સ્ટોક ફોકસમાં
12 રાજ્યોમાં પાવર કટોકટીની ચેતવણી જારી કરવામાં આવી છે. ફેડરેશન ઓફ પાવર એન્જિનિયર્સે આ અંગે ચેતવણી આપી છે. એપ્રિલમાં વીજળીની માંગ 38 વર્ષની ટોચે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, MP, UP, TN, APમાં સંકટ શક્ય છે. પંજાબ, હરિયાણા, ઝારખંડ અને બિહારમાં પણ સંકટની શક્યતા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
