શોધખોળ કરો

Ambedkar Jayanti 2023: આંબેડકરે ક્યારે અનુભવ્યું કે, ભેદભાવ થઇ રહ્યો છે, કઇ ઘટનાને યાદ કરી રડી પડ્યાં હતા

ડૉ. બી.આર. આંબેડકરે તેમની આત્મકથા 'વોન્ટિંગ ફોર અ વિઝા'માં તેમની સાથે થયેલા ભેદભાવનો અને કડવા અનુભવોનો ઉલ્લેખ કર્યો છે.

Ambedkar Jayanti 2023: ડૉ. બી.આર. આંબેડકરે તેમની આત્મકથા 'વોન્ટિંગ ફોર અ વિઝા'માં તેમની સાથે થયેલા  ભેદભાવનો અને કડવા  અનુભવોનો ઉલ્લેખ કર્યો છે.

ડૉ. બી.આર. આંબેડકરને  લોકો બંધારણના ઘડવૈયા તરીકે કે અનુસૂચિત જાતિ માટે કરેલા  કાર્યો  જાણે છે, તેમની સાથે એવી ઘટનાઓ બની હતી જેને તેને વિચારવા માટે મજબૂર કરી દીધા કે, આખરે આટલો ભેદભાવ કેમ?

આ અંગે આંબેડકર તેમની આત્મકથા 'વોન્ટિંગ ફોર અ વિઝા'માં લખે છે કે, જાતિના આધારે ભેદભાવને બે રીતે સમજાવી શકાય છે. પ્રથમ, માહિતી આપવામાં આવે અને બીજું, તમારી સાથે કરવામાં આવેલ અસમાન વર્તન વિશે વાત કરવામાં આવે. બીજી પદ્ધતિ પસંદ કરતા તેને  પોતાના અનુભવો શેર કર્યાં. તે લખે છે કે, મહાર જાતિ હોવાને કારણે મને ખબર હતી કે તેણે વર્ગમાં અલગથી બેસવું પડશે. પાણી પીવા માટે માસ્તરની પરવાનગી લેવી પડતી હતી. બહાર કોઇ વાળંદ તેના વાળ કાપવા પણ તૈયાર ન હતું તેને જાતે જ કાપવા પડતાં. આ ઉપરાંત કેટલીક એવી ઘટના હતી કે, જેને તેના મન પર બહુ ઊંડી છાપ છોડી.

કોરેગાંવ જતા રસ્તામાં શું થયું?

આંબેડકર કહે છે કે, પહેલી ઘટના 1901ની છે. તેના પિતા સાતારાના કોરગાંવમાં કેશિયર તરીકે કામ કરતા હતા. અહીં બોમ્બે સરકાર (મહારાષ્ટ્ર સરકાર) દુષ્કાળ પીડિત ખેડૂતોને કામ આપવા માટે તળાવો ખોદી રહી હતી. તેમની માતાના મૃત્યુ પછી, તેઓ તેમના મોટા ભાઈ અને મોટી બહેનના બે પુત્રો સાથે સાતારામાં તેમની મોટી કાકી સાથે રહેતા હતા.

આંબેડકર, તેમના મોટા ભાઈ અને મોટી બહેનના બે પુત્રો સાથે, સતારામાં ઉનાળાની રજાઓ દરમિયાન તેમના પિતાને મળવા નીકળ્યા. બધા લોકો પોતપોતાના ઘરેથી નવા કપડા પહેરીને રેલ્વે સ્ટેશન પહોંચ્યા અને અહીંથી સાતારાના નજીકના સ્ટેશન મસૂર પહોંચ્યા. પછી પિતાના પટાવાળાની રાહ જોવા લાગ્યા, પરંતુ ઘણો સમય થવા છતાં કોઈ આવ્યું નહીં.

આંબેડકરે કહ્યું, “થોડી વાર પછી સ્ટેશન માસ્તર આવ્યા અને અમારી ટિકિટ જોઈને પૂછ્યું કે ક્યાં જવું છે? માસ્તર અમારા કપડાં જોઈને અનુમાન ન કરી શક્યા કે અમે મહાર જાતિના છીએ. આવી સ્થિતિમાં જ્યારે તેને ખબર પડી તો તેના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા. આ સિવાય સ્ટેશન પર ઊભેલી એક પણ બળદગાડી અશુદ્ધ હોવાના ડરથી વધુ પૈસા આપીને અમને બેસાડવા માંગતા ન હતા. થોડી વાર પછી માસ્તર અમારી પાસે આવ્યા અને પૂછ્યું શું તમે બળદ ગાડું ચલાવી શકો છો? આના પર અમે હા પાડી અને પછી ડ્રાઈવરો તૈયાર થઈ ગયા કારણ કે તેમને વધુ પૈસા મળતા હતા અને તેમને વાહન ચલાવવાની પણ જરૂર નહોતી. આ રીતે ઘણી મુશ્કેલીઓ પછી અમે સતારા પહોંચ્યા. અહીં અમને ખબર પડી કે અમારા દ્વારા લખાયેલ પત્ર અમારા પિતા સુધી પહોંચ્યો ન હતો કે અમે આવી રહ્યા છીએ કારણ કે પટાવાળા અમારા દ્વારા લખાયેલ પત્ર તેમને આપવાનું ભૂલી ગયા હતા.આંબેડકર કહે છે કે જ્યારે આ બધું બન્યું ત્યારે તેઓ માત્ર નવ વર્ષના હતા, તેથી આ ઘટનાએ તેમના મન પર અમીટ છાપ છોડી દીધી.

બરોડામાં હોટેલ ન મળી

આંબેડકર વિદેશ દરમિયાન એક વખત  બરોડા આવ્યા હતા કારણ કે બરોડા રાજ્યના મહારાજાએ તેમના અહીં રહેવા અને શિક્ષણનો ખર્ચ આપ્યો હતો. આ કારણોસર તેને તેમના માટે કામ કરવું પડતું હતું, પરંતુ અહીં આવીને સૌથી મોટો પ્રશ્ન એ હતો કે તે ક્યાં રહેશે?

આંબેડકર કહે છે કે, બહાર ભણતો હતો ત્યારે એ ભૂલાઇ ગયું હતું કે,  તેઓ અસ્પૃશ્ય છે, પરંતુ ફરી ભારત આવ્યા પછી તેમને આ બધું યાદ આવ્યું. તે જાણતો હતો કે હિંદુ હોટેલ્સ તેને ઉપલબ્ધ નહીં હોય, આવી સ્થિતિમાં તે પારસી હોટેલમાં પહોંચ્યો, પરંતુ અહીં ફક્ત પારસીઓને જ રહેવાની મંજૂરી આપવામાં આવી હતી, તેથી તેણે સંભાળ રાખનારાઓ સાથે ખોટું બોલ્યું કે તે પારસી છે. આ ડ્રામા લાંબો સમય ચાલ્યો નહીં અને 11મા દિવસે કેટલાક લોકો લાકડીઓ લઈને તેમની સામે ઉભા થઈ ગયા.

ડૉ.બી.આર. આંબેડકરનો જ્યારે  પગ ભાગ્યો?

ડૉ. બી. આર. આંબેડકર કહે છે કે 1929માં બોમ્બે સરકારે અનુસૂચિત જાતિ (SC) પરના અત્યાચારની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. તે તેના સભ્ય પણ હતા.જ્યારે આંબેડકર આ સાથે ચાલીસગાંવ પહોંચ્યા, ત્યારે અહીં રાહ જોઈ રહેલા અનુ.જાતિના લોકોએ તેમને રોકાવાનું કહ્યું, પરંતુ તેઓ ઘુલિયા ગામમાં તપાસ કરીને પાછા જતા હતા. જો કે તે ધુલિયાથી ચાલીસગામ પાછા પણ આવે છે.

ચાલીસગાંવના SC લોકો આંબેડકરને ઘોડાની ગાડીમાં મહારવાડા લઈ જાય છે, પરંતુ જતી વખતે તેમને એક કારે ટક્કર મારી . જેના કારણે તેનો પારો તૂટી ગયો હતો. આ પછી તેને ખબર પડી કે કોઈ ટાંગાવાલા તેને લેવા તૈયાર  ન હતા. મને આ યાદ આવે છે ત્યારે મારી આંખમાં આંસુ આવી જાય છે. આવી સ્થિતિમાં મને સમજાયું કે હિંદુઓની સાથે હું પારસીઓ માટે પણ અસ્પૃશ્ય જ છું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
ડૉનાલ્ડ ટ્રમ્પની 500% ટેરિફની ધમકીથી શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 750 પોઈન્ટનો કડાકો 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,
અનામત અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો,"અનામતનો લાભ લેનાર જનરલ બેઠકનો હકદાર ન ગણાય"
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
ટ્રમ્પ હવે ભારત પર 500% ટેરિફ લાદશે! કાઉન્ટડાઉન શરુ, શું આવતા અઠવાડિયે તમામ મર્યાદા પાર કરશે અમેરિકી રાષ્ટ્રપતિ?
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, એશિયા કપમાં ભારતને ચેમ્પિયન બનાવનાર ખેલાડી ઘાયલ, ન્યુઝીલેન્ડ શ્રેણીમાંથી બહાર!
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
YouTube માં 1 લાખ વ્યૂઝ પર કેટલી થાય છે કમાણી? જાણો ક્યારે મળે છે ગોલ્ડન બટન
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
ભારતની નંબર-1 ઇલેક્ટ્રિક કાર બની આ ગાડી, Tata Nexon EV ને છોડી પાછળ
Embed widget