AAP Gujarat: આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં દંડક અને પ્રવક્તાની કરી નિમણૂક, જાણો વિગત
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટ જીતી હતી.
AAP Gujarat : હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં પક્ષના દંડક અને પ્રવક્તાની કરી નિમણૂક કરી છે. આપે ધારાસભ્ય ઉમેશ મકવાણાને વિધાનસભામાં પક્ષના દંડક બનાવ્યા છે, જ્યારે ધારાસભ્ય સુધીર વાઘાણી અને ભૂપત ભાયાણીને વિધાનસભાના પક્ષના પ્રવકતા બનાવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાના અધ્યક્ષને નિમણૂકો અંગે જાણ કરી છે.
ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર 2022માં યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટ જીતી હતી. જ્યારે ભાજપે અત્યાર સુધીના ઇતિહાસની સૌથી વધુ 156 સીટ જીતી હતી, કોંગ્રેસના માત્ર 17 બેઠક મળી હતી, અન્યને 4 સીટ મળી હતી.
હિંમતનગર GIDC નજીક ટ્રેલરે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લેતાં મોત
રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. હિંમતનગર GIDC નજીક અમદાવાદ-ઉદયપુર હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. એક્ટિવા લઇને જઈ રહેલી મહિલાને ટ્રેલરે અડફેટે લેતાં એક્ટિવા ચાલક મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું અને એક મહિલાને સારવાર અર્થે ખસેડાઇ હતી. ખાનગી વીમા કંપનીમાં ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતને લઇ હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો. હિંમતનગર એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
પતિ પત્નીની હત્યા કરીને પહોંચી ગયો પોલીસ સ્ટેશન
બનેવીએ કરી સાળાની હત્યા
પંચમહાલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનેવીએ સાળાની હત્યા કરી છે. સાળા બનેવી વચ્ચે પારિવારિક તકરાર મોતનું કારણ બન્યું છે. શહેરા તાલુકાના નવાગામ ગામનો બનાવ છે. બહેનને મારઝૂડ કરતો હોવાને લઈ ઠપકો આપતા ઉશ્કેરાયેલા બનેવીએ ગળાનાં ભાગે તીક્ષણ હથિયાર મારી સાળાને મોતને ઘાટ ઉતાર્યો હતો. શહેરા પોલીસે આરોપી પિતા પુત્ર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.