Banskantha : નરાધમ પિતાએ દીકરાની વહુ-પૌત્રી પર બગાડી નજર, પુત્રને ખબર પડી ને પછી તો....
મૃતકની નજર પુત્રની પત્ની -દીકરીઓ ઉપર બગાડતાં નરાધમ પિતાની પુત્રએ હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યામાં સડોવાયેલ પુત્રી અને મિત્રની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે, ત્યારે હત્યારો પુત્ર હજુ ફરાર છે.
કાંકરેજઃ બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના ખારીયાના મર્ડરનો ભેદ ઉકેલાયો છે. ખુદ પુત્રએ જ પિતાની હત્યા કરી લાશને દફનાવી દીધી હતી. છરીથી ગળું કાપીને પિતાની હત્યા કરી નાંખી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી બેની ધરપકડ કરી લીધઈ છે. ત્યારે હવે આ હત્યા પાછળનું કારણ પણ સામે આવ્યું છે.
મૃતકની નજર પુત્રની પત્ની અને દીકરીઓ ઉપર બગાડતાં નરાધમ પિતાની પુત્રએ હત્યા કરી નાંખી હતી. પોલીસે હત્યામાં સડોવાયેલ પુત્રી અને મિત્રની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે, ત્યારે હત્યારો પુત્ર હજુ પોલીસ પકડથી દૂર છે. એલસીબી અને થરા પોલીસે ગુનેગારોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
ખારીયા ગામના 48 વર્ષીય પુરુષ નદીના પટમાં દાટેલી હાલતમાં બે દિવસ પહેલા લાશ મળી હતી. મૃતક દીકરાની પુત્રીઓને સારી રીતે ના રાખતા ના હોય અને શોષણ કરતા હોવાથી મર્ડર કર્યું હોવાનું ખુલ્યું ગઈ કાલે સામે આવ્યું હતું. પત્નીની ફરિયાદના આધારે થરા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, ખારિયા ગામના આધેડની બુધવારની મોડી સાંજે ખારિયા બનાસ નદીના પટમાં તીક્ષણ હથિયાર વડે ઘાતકી હત્યા કરી નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
48 વર્ષીય પિતાની મોડી સાંજે ખારિયા ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે નદીના પટમાં ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે હત્યા કરી જમીનમાં દફનાવી હત્યારા નાસી છૂટયા હતા. પોલીસે નદીમાંથી લાશનો કબ્જો મેળવી થરા રેફરલ ખાતે લાવી પીએમ કરાવી હત્યારાઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ પણ વાંચોઃ લાંબા વિરામ પછી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
આ પણ વાંચોઃ શિક્ષણ જગને શર્મશાર કરતી ઘટનાઃ બનાસકાંઠામાં શિક્ષક શિક્ષિકાનું મોઢું દબાવી કરવા લાગ્યો અશ્લીલ હરકતો, ફાટી નાંખ્યા કપડા ને....