ગુજરાતમાં જો BJP ફરી સરકાર બનાવશે તો મુખ્યમંત્રી કોણ બનશે ? આ દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. નેતાઓ પક્ષપલટા કરી રહ્યા છે. આ દરમિયાન નેતાઓને નિવેદનો પણ સામે આવી રહ્યા છે.
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. નેતાઓ પક્ષપલટા કરી રહ્યા છે. આ દરમિયાન નેતાઓને નિવેદનો પણ સામે આવી રહ્યા છે. ગુજરાતના કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમારનું ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે કહ્યું આ વખતે વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાશે.
ગુજરાતમાં જો ભાજપ સરકાર ફરી સરકાર બનાવશે તો મુખ્યમંત્રી કોણ બનશે તે મહત્વનો પ્રશ્ન છે. તમામ લોકો જાણવા માંગે છે કે જો ભાજપ સરકાર બનાવશે તો મુખ્યમંત્રી તરીકે ભૂપેંદ્ર પટેલ રહેશે કે કોઈ નવો ચહેરો આવશે. કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે કહ્યું, આગામી મુખ્યમંત્રી અંગે પાર્ટી નિર્ણય કરશે.
આજે યોજાયેલી PSIની લેખિત પરીક્ષામાં અમદાવાદના સેન્ટર પર હોબાળો, જાણો ભરતી બોર્ડે શું કહ્યું
આજે અમદાવાદ અને ગાંધીનગરના 312 સેન્ટર પર પીએસઆઈની જગ્યાઓ માટે આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં 96 હજારથી વધુ ઉમેદવારો હાજર રહ્યા હતા. આ પરીક્ષા દરમ્યાન અમદાવાદના બે-ત્રણ પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિની ઘટના સામે આવી હતી.
કેમ થયો હોબાળો
જેમાં એક પરીક્ષા કેન્દ્ર પર એક ઉમેદવાર મોબાઈલ લઈને પહોંચી ગયો હતો. આ ઉમેદવાર સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જ્યારે બીજા એક બનાવમાં એક ઉમેદવારે પોતાની જન્મતારીખ લખવામાં છેકછાક કરી હતી. જેની સામે પણ કાર્યવાહી ચાલુ છે. પરીક્ષાર્થીઓ જ્યારે લાંભા વિસ્તારની ગીતા હાઈસ્કુલના એક પરીક્ષા કેન્દ્ર પર પેપર વહેલા લઈ લેવાનો આક્ષેપ થયો હતો અને ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. વિદ્યાર્થીઓએ દાવો કર્યો હતો કે, પરીક્ષાનું પેપર ફુટ્યું છે. કેટલાક ઉમેદવારોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, OMR શીટમાં સીરીઝ મેચ કરીને જવાબો પણ લખાવવામાં આવ્યા હતા અને કોલલેટર પણ લઈ લેવામાં આવ્યા હતા. બે કલાક સુધી કોલલેટર પરત ના આપવામાં આવતાં હોબાળો પણ થયો હતો.
પોલીસ ભરતી બોર્ડે શું કહ્યુંઃ
આ પરીક્ષા અંગે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે ગાંધીનગર ખાતે પત્રકાર પરીષદ કરી હતી અને કહ્યું કે, એક-બે બનાવોને બાદ કરતાં પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પુર્ણ થઈ છે. સ્ટ્રોંગ રુમથી પરીક્ષાખંડ સુધી સલામત રીતે પેપરો પહોંચ્યા હતા. એક પરીક્ષા કેન્દ્ર પર એક ઉમેદવાર મોબાઈલ લઈને પહોંચી ગયો હતો તે ઘટના અંગે વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઉમેદવાર સામે કાર્યવાહી શરુ કરવામાં આવી છે. જ્યારે બીજા બનાવમાં એક વિદ્યાર્થી જન્મ તારીખ લખવામાં છેકછાક કરતો પકડાયો હતો જેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે તેમ વિકાસ સહાયે જણાવ્યું હતું. જ્યારે લાંભાની સ્કુલ ખાતે થયેલા હોબાળાના બનાવ અંગે વિકાસ સહાયે જણાવ્યું કે, ગેરસમજના કારણે પ્રશ્નપત્ર અને કોલલેટર લઈ લેવામાં આવ્યા હતા. અને આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હાલ કોઈ ફરીયાદ બોર્ડને મળી નથી.