શોધખોળ કરો
Advertisement
સોમનાથ ટ્રસ્ટના ઈતિહાસમાં બીજી વખત કોઈ પ્રધાનમંત્રી અધ્યક્ષ બન્યા
કેશુભાઈ પટેલના નિધન બાદ મંદિર અધ્યક્ષની ખાલી પડેલી જગ્યા પર નવા અધ્યક્ષની વરણી માટે ટ્રસ્ટની મળેલી 120મી બેઠકમાં નરેંદ્ર મોદીની સર્વાનુમતે પસંદગી કરવામા આવી
ગીર સોમનાથ: વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેન પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ બનાવાયા છે. કેશુભાઈ પટેલના નિધનના કારણે ચેરમેન પદ ખાલી પડતા પ્રધાનમંત્રી મોદીને ચેરમેન બનાવાયા છે.
PM મોદી સોમનાથ ટ્રસ્ટના છે સાતમાં અધ્યક્ષ છે. વર્ષ 1950માં સોમનાથ મંદિર ટ્રસ્ટની કરાઈ હતી સ્થાપના. ટ્રસ્ટના ઇતિહાસમાં બીજી વખત કોઈ પ્રધાનમંત્રી અધ્યક્ષ બન્યા છે. આ પહેલાં પૂર્વ પ્રધાનમંત્રી મોરારજી દેસાઈ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તો પ્રથમ અધ્યક્ષ જામ દિગ્વિજયસિંહ હતા. આ ઉપરાંત જયકૃષ્ણ હરિ વલ્લભદાસ, દિનેશ શાહ, પ્રસન્નવદન મહેતા ટ્રસ્ટના અધ્યક્ષ રહ્યા હતા.
કેશુભાઈ પટેલના નિધન બાદ મંદિર અધ્યક્ષની ખાલી પડેલી જગ્યા પર નવા અધ્યક્ષની વરણી માટે ટ્રસ્ટની મળેલી 120મી બેઠકમાં નરેંદ્ર મોદીની સર્વાનુમતે પસંદગી કરવામા આવી.
ત્રણેક માસ પહેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું અવસાન થતા ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેથી ટ્રસ્ટના નવા ચેરમેનની નિમણુંક કરવા માટે આજે સાંજે 6:30 વાગ્યે ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક મળી હતી.
આ વર્ચ્યુલ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ટ્રસ્ટીઓ ઓનલાઇન જોડાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement