Gujarat Gram Panchayat Polls 2021: ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 21 ડિસેમ્બરે કરાશે મતગણતરી
Gujarat Gram Panchayat Polls 2021 બહારગામ રહેતાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા કારથી માંડીને લકઝરી બસોની ય વ્યવસૃથા કરવામાં આવી.
LIVE

Background
વીરપુરમાં મતદાન મથક પર મતદાર અને પોલીસ વચ્ચે ઝપાઝપી
વીરપુરમાં મતદાન કરવા આવેલો એક મતદાર અંદર મોબાઇલ સાથે જવા માગતો હતો. પરંતુ પોલીસે તેને મતદાન મથક બહાર જ રોક્યો હતો. બાદમાં મતદારે પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી.
સુરતના મહુવાના વહેવલ ખાતે 99 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાનીએ કર્યું મતદાન
દાહોદ જિલ્લા માં 12 વાગ્યા સુધીમાં 24.61 ટકા મતદાન થયુ. સૌથી વધુ દેવગઢબારીઆ તાલુકા મા 30.29મતદાન થયુ. ભાવનગર જિલ્લામાં 244 ગ્રામ પંચાયતના મતદાનમાં સવારે 9 થી 11 માં કુલ 22.57 ટકા મતદાન થયુ. સુરતના મહુવાના વહેવલ ખાતે 99 વર્ષીય સ્વાતંત્ર્ય સેનાનીએ કર્યું મતદાન.
સાડા ચાર કલાક બાદ કેટલું થયું મતદાન
સાડા ચાર કલાક બાદ 18 ટકા મતદાન થયું છે. ઘણા મથકો પર ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે.
મતદાનને લઈ મતદારોમાં ઉત્સાહ
અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 17 ટકા મતદાન થઇ રહ્યું છે. ગ્રામિણ મતદારોમાં મતદાનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અમુક જગ્યાએ મતદાન મથક પર માથાકૂટ થઈ હોવાની ઘટના પણ બની છે. વલસાડ તાલુકાના ભદેલી જગાલાલા ગામના વોર્ડ ન. 5 ઉમેદવારે વોર્ડ ન 12માં મતદાન કરીને બેલેટ પેપરનો ફોટો સશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા ગ્રામપંચાયતની ચૂંટણીમાં વિવાદ સર્જાયો હતો.
પ્રથમ બે કલાકમાં કેટલા ટકા થયું મતદાન
ગ્રામ પંચા.તની ચૂંટણીમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 8 ટકા જેટલું મતદાન થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં મતદારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
