Rain Alert: આગામી ત્રણ કલાકમાં રાજ્યના 8 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
Gujarat Rain Alert: હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સલામતી પગલાં લેવાની સલાહ આપી છે.
Gujarat Rain Forecast: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર: અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, દાહોદ અને કચ્છમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે.
સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જુનાગઢ, જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગમન, દાદરા નગર હવેલી અને દમણમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે નાગરિકોને સાવચેત રહેવાની અને જરૂરી સલામતી પગલાં લેવાની સલાહ આપી છે. ખાસ કરીને ભારે વરસાદની આગાહીવાળા વિસ્તારોમાં લોકોએ સતર્ક રહેવું જોઈએ.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેનમા કહેવા અનુસાર રાજ્યમાં 24 થી 30 સપ્ટેમ્બરના વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે.
આ રાઉન્ડ દરમિયાન, બંગાળની ખાડીમાંથી આવેલી વરસાદી સિસ્ટમ અને અરબસાગરમાં મુંબઈ અને ગોવા પાસે બનેલી નાની વરસાદી સિસ્ટમ મજબૂત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશન બની ચૂકી છે.
આ સાયક્લોનિક સર્ક્યુલેશન હાલ ખંભાતના અખાતમાં સક્રિય છે, જેના કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
આ વરસાદની સૌથી વધુ તીવ્રતા મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળી છે. છેલ્લા બે દિવસથી ત્યાં સારા એવા વરસાદો પડી રહ્યા છે અને આગામી બે થી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.
આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગામી 12 થી 15 કલાકમાં નબળું પડીને ઉત્તર પૂર્વ તરફ ગતિ કરશે. આ કારણે, આગામી 12 થી 15 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધશે.
આ વિસ્તારોમાં પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરાથી લઈને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર, છોટા ઉદયપુર, દાહોદ, ગોધરા, અરવલ્લીના ભાગોનો સમાવેશ થાય છે.
આ સાયક્લોનિક સર્ક્યુલેશન નબળું પડ્યા પછી, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમને કારણે 700 એચપીએ લેવલે એક હળવું સર્ક્યુલેશન બની ચૂક્યું છે, જેનો ઘેરાવો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે.
આ બંને સિસ્ટમોના સહયોગને કારણે આગામી સમયમાં વરસાદની તીવ્રતામાં વધારો થવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ