રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં એક પણ સરકારી મેડિકલ નથી ખુલી, 5 ખાનગી અને 8 GMERS કોલેજ ખોલવામાં આવી
રાજ્યમાં કુલ મેડિકલ કોલેજની 7050 સિટો પૈકી 1400 બેઠકો સરકારી કોટામાં અભ્યાસ કરે છે.
Government Medical College: રાજ્યમાં છેલ્લા 30 વર્ષમાં કોઈ સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવામાં નહિ હોવાની વિગતો સામે આવી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય અમિત ચાવડાનાં પ્રશ્નમાં સરકારે આ જવાબ આપ્યો છે. સરકારે જણાવ્યું કે, નવી 13 મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી જેમાં 5 ખાનગી અને 8 GMERS ની મેડિકલ કોલેજો ખોલવામાં આવી છે. રાજ્યમાં કુલ મેડિકલ કોલેજની 7050 સિટો પૈકી 1400 બેઠકો સરકારી કોટામાં અભ્યાસ કરે છે. સરકારે આગામી સમયમાં દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો કોલેજો શરૂ કરવામાં આવશેનો સરકારે જવાબ આપ્યો છે. મેરીટમાં આવતા 6 વિદ્યાર્થીઓ ને સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન આપવામાં આવે છે. 75 ટકા વિદ્યાર્થીઓને વિવિધ યોજનાનાં લાભો આર્થિક મદદ માટે કરવામાં આવતા હોવાની સરકારે વાત કહી છે.
દેશમાં મેડિકલ કોલેજોની કુલ સંખ્યા 704 છે, જેમાં ખાનગી અને સરકારી મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા સરકારે લોકસભામાં આ માહિતી આપી હતી. લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન ભારતી પ્રવીણ પવારે જણાવ્યું હતું કે દેશની 704 મેડિકલ કોલેજોમાં 107948 એમબીબીએસની બેઠકો છે.
મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે 2014થી મેડિકલ કોલેજોની સંખ્યામાં વધારો થયો છે અને તેમાં 82 ટકાનો વધારો થયો છે. અગાઉ મેડિકલ કોલેજોની સંખ્યા 387 હતી જે હવે વધીને 704 થઈ ગઈ છે. તે જ સમયે, 2014 થી એમબીબીએસની બેઠકોમાં 110 ટકાનો વધારો થયો છે, જ્યારે 2014 માં આ બેઠકો માત્ર 51,348 હતી, જે હવે વધીને 107948 થઈ ગઈ છે. તેમાંથી 56,283 બેઠકો સરકારી મેડિકલ કોલેજોની છે અને બાકીની 51665 બેઠકો ખાનગી મેડિકલ કોલેજોની છે. રાજ્યમંત્રી ભારતી પ્રવીણે એમ પણ કહ્યું કે 704 મેડિકલ કોલેજોમાંથી 379 સરકારી કોલેજો અને 315 ખાનગી મેડિકલ કોલેજો છે. તે જ સમયે, NEET PG સીટોમાં 117 ટકાનો વધારો થયો છે. 2014 માં, NEET PG બેઠકો 31185 હતી જે હવે વધીને 67,802 થઈ ગઈ છે.
આ રાજ્યમાં સૌથી વધુ મેડિકલ કોલેજો છે
મંત્રીએ એમ પણ કહ્યું કે તમિલનાડુમાં સૌથી વધુ મેડિકલ કોલેજો (74) છે. આ પછી કર્ણાટકમાં 70 મેડિકલ કોલેજ છે. યુપીમાં 68, મહારાષ્ટ્રમાં 67, તેલંગાણામાં 56, રાજસ્થાનમાં 35, પશ્ચિમ બંગાળમાં 35, એમપીમાં 27, બિહારમાં 21, હરિયાણામાં 15, ઝારખંડમાં 9 અને પંજાબમાં 12 મેડિકલ કોલેજો છે.