Jamnagar: ' સાહેબ ' ફ્રેશ થવાનું કહીને કર્મચારીના રૂમની ચાવી લઈ જતા ને છોકરીઓ સાથે શરીર સુખ માણતા.........
ફ્લેટ પર રહેનાર હોસ્પિટલ કર્મી નિતેશ બથવારે સામે આવીને નિવેદન આપ્યું હતું કે, આ ફ્લેટ તેની પાસે એક વર્ષથી છે. એલ.બી. સાહેબ મારી પાસેથી ચાવી લઈને જતા હતા. તેઓ ફ્રેશ થવાનું કહીને રૂમનો ઉપયોગ કરતા હતા. જોકે, રૂમનો શું ઉપયોગ કરતા હતા એ ખબર ન હોવાનું જણાવ્યું હતું. ઘણીવાર તેઓ કહેતા કે મારું ઘર દૂર છે, 24 કલાકની ડયૂટી હોય એટલે રેસ્ટ માટે પણ રૂમ પર જતા.
જામગનરઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં યૌનશોષણનો મામલો આખા રાજ્યમાં ગુંજ્યો છે. ત્યારે હવે એક પછી એક નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. મહિલા અટેન્ડન્ટોને મજબૂર કરીને તેમનું શારીરિક શોષણ કારતું હતું. હવે નવી વિગતો એવી બહાર આવી રહી છે કે, શહેરના શરૂ સેક્શન રોડ પરના એક ફ્લેટમાં તેમને લઈ જવાતી હતી. આ ફ્લેટ વાપરનાર હોસ્પિટલનો કર્મચારી સામે આવ્યો છે તેમજ તેમણે તેના સાહેબ ફ્રેશ થવાનું કહીને ફ્લેટ વાપરતા હોવાની કબૂલાત આપી છે. જોકે, ફ્લેટ પર શું થતું હતું એ તેને ખબર નથી.
અટેન્ડન્ટ્સ યુવતીના શારીરિક શોષણના અતિ ચકચારી પ્રકરણમાં તપાસ સમિતિ યુવતીઓનાં નિવેદનો લઈ રહી છે તેમજ અન્ય લોકોને પણ બોલાવી રહી છે. ફ્લેટ પર રહેનાર હોસ્પિટલ કર્મી નિતેશ બથવારે સામે આવીને નિવેદન આપ્યું હતું કે, આ ફ્લેટ તેની પાસે એક વર્ષથી છે. એલ.બી. સાહેબ મારી પાસેથી ચાવી લઈને જતા હતા. તેઓ ફ્રેશ થવાનું કહીને રૂમનો ઉપયોગ કરતા હતા. જોકે, રૂમનો શું ઉપયોગ કરતા હતા એ ખબર ન હોવાનું જણાવ્યું હતું. ઘણીવાર તેઓ કહેતા કે મારું ઘર દૂર છે, 24 કલાકની ડયૂટી હોય એટલે રેસ્ટ માટે પણ રૂમ પર જતા.
આ મામલે મહિલા સંગઠનો તેમજ રાજકીય સંગઠનોમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ગુરુવારે સવારથી જ હોસ્પિટલના પટાંગણમાં આમઆદમી પાર્ટી દ્વારા અચોક્કસ મુદ્દતનાં ધરણાં ચાલુ કરી દેવાયા છે, જેને મહિલા સંગઠનો તથા અન્યોનો ટેકો છે. જ્યારે કોંગ્રેસ દ્વારા આ સમગ્ર મામલે સીબીઆઈ તપાસ અથવા તો હાઈકોર્ટના જસ્ટિસ દ્વારા તપાસની માગણી કરાઇ છે. આગામી દિવસોમાં પણ યૌનશોષણ મામલે રાજકીય વાતાવરણ વધારે તંગ બને તો નવાઈ નહીં.