છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં મેઘમહેર, સંતરામપુરમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો
આ વખતે ચોમાસું મહારાષ્ટ્રમાં 2 દિવસ પહેલા પ્રવેશ્યું છે. મુંબઈ ઉપરાંત જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, સાતારા, થાણે, નાસિક અને અહેમદનગરના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો.
![છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં મેઘમહેર, સંતરામપુરમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો last 24 hours 26 talukas of the Gujarat received rain santrampur highest two and a half inches છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં મેઘમહેર, સંતરામપુરમાં સૌથી વધુ પોણા બે ઇંચ ખાબક્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/10/cbc48fd92f1ea260b3894d21e17c5597171801981816478_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gujarat Rain: ચોમાસાની વિધિવત એન્ટ્રી પહેલા જ રાજ્યમાં મેઘમહેર થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે.
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાતના દરિયાકાંઠે ચોમાસુ પહોંચ્યું છે. બે દિવસમાં દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થશે. ગયા વર્ષ કરતા આ વર્ષે નૈઋત્યનું ચોમાસું 12 દિવસ વહેલું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર, આગામી સાત દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ. 48 કલાક બાદ ગાજવીજ સાથે ગુજરાતમાં મેઘરાજા પ્રવેશશે.
આજે અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં વરસાદ વરસશે અને વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં પોણા બે ઈંચ વરસાદ
પંચમહાલના મોરવાહડફમાં સવા ઈંચ વરસાદ
ગાંધીનગરના કલોલમાં વરસ્યો એક ઈંચ વરસાદ
મહીસાગરના કડાણામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ
સંજેલી, કડી, ગાંધીનગરમાં વરસ્યો અડધો અડધો ઈંચ વરસાદ
કપરાડામાં વરસ્યો અડધો ઈંચ વરસાદ
જેતપુર, અમરેલી,અમદાવાદ શહેરમાં વરસ્યો વરસાદ
ખેરગામ, ભચાઉ, સાવરકુંડલા, પાલીતાણા, બાબરામાં વરસ્યો વરસાદ
ચોમાસાના આગમન પહેલા જ રાજ્યમાં સરેરાશ 0.78 ટકા વરસાદ
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 1.30 ટકા વરસાદ
આ વખતે ચોમાસું મહારાષ્ટ્રમાં 2 દિવસ પહેલા પ્રવેશ્યું છે. મુંબઈ ઉપરાંત જલગાંવ, છત્રપતિ સંભાજીનગર, સાતારા, થાણે, નાસિક અને અહેમદનગરના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. સામાન્ય રીતે મુંબઈમાં 11 જૂન સુધીમાં ચોમાસું પ્રવેશી જાય છે, પરંતુ આ વખતે વરસાદ બે દિવસ વહેલો પ્રવેશી ગયો છે. જેના કારણે અનેક શહેરોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે. આ ઉપરાંત અનેક જગ્યાએ ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)