શોધખોળ કરો

LokSabha Election 2024: પાટણ બેઠક પર કોંગ્રેસના સમર્થનમાં પાટીદારો,  શપથ લેતા હોય તેવો વીડિયો વાયરલ

LokSabha Election 2024: પાટણથી કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન કરતો પાટીદાર સમાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે

LokSabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને પાટણ બેઠક પર ભાજપ અને કોગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો. પાટણથી કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન કરતો પાટીદાર સમાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પાટીદાર સમાજે ચંદનજીને મત આપવા માતા ઉમા અને ખોડલના સોગંદ લીધા હતા. પાસના આગેવાન સતીષ પટેલે શપથ લેવડાવ્યા હતા.

સોશલ મીડિયામાં  વીડિયો વાયરલ થયો છે. જેમાં પાટીદારો કોંગ્રેસના સમર્થનમાં સોગંદ લેતા હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરને મત આપવા મા ઉમા ખોડલના સોગંદ લેવાતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.

એટલું જ નહીં 2015માં અનામાત આંદોલન સમયનો પણ ઉલ્લેખ કરાતો હોય તેવું સાંભળવા મળે છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેએ ઓબીસી સમાજ એટલે કે ઠાકોર સમાજના ચહેરાઓને મેદાને ઉતાર્યા છે. ભાજપે સાંસદ ભરતસિંહ ડાભીને ફરી એકવાર ટિકિટ આપી છે. તો કોંગ્રેસે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજીને ઉમેદવાર બનાવ્યા છે.

પાટણ લોકસભા બેઠક અંતર્ગત આવતી ચાણસ્મા અને પાટણ વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 2022ની ચૂંટણીમાં જીત મેળવી છે. ચંદનજીના સમર્થનમાં પાટણના ધારાસભ્ય અને અનામત આંદોલન સમયથી જ વિસ્તારમાં નેતૃત્વ કરનાર કિરીટ પટેલે પ્રચાર શરુ કર્યો છે. વાયરલ વીડિયોમાં સત્ય શું છે તે જાણવા કિરીટ પટેલ સાથે સંપર્ક કરીશું. ચર્ચા છે કે આ વીડિયો ચંદનજી ઠાકોરના ઘરે મળેલી બેઠકનો છે.

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસમાં સતત ગાબડા પડી રહ્યાં છે. આજે સાબરકાંઠા કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કહીને પંજાનો સાથ છોડ્યો છે.

ઉલ્લેખનિય છે કે, 2017માં થરાદ બેઠક પરથી ડી.ડી રાજપૂત ચૂંટણી લડ્યાં હતા.હાલ  કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના ડૉ.રેખાબેનના સામેસામે  પ્રચંડ પ્રચાર ચાલી રહ્યો  છે. તો બીજી તરફ કોંગ્રેસમાં ભંગાણના સમાચાર મળ્યા છે. 2017માં થરાદ બેઠકથી ચૂંટણી લડનાર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી રાજપૂતે કોંગ્રેસને રામ રામ કરવાનો નિર્ણય કર્યો છે. રામ મંદિર મુદ્દે કોંગ્રેસના વલણથી વ્યથિથ થઈ આત્મના અવાજ પ્રમાણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય લીધાનું  ડી.ડી રાજપૂતે નિવેદન આપ્યું છે. થરાદ રાજપૂત સમાજના પ્રમુખ એવા ડી.ડી રાજપૂત કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તેવી અટકળો સેવાઇ રહી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs MI Live Score: મુંબઈએ દિલ્હીને 206 રનનો ટાર્ગેટ આપ્યો, તિલકનું શાનદાર પ્રદર્શન
DC vs MI Live Score: મુંબઈએ દિલ્હીને 206 રનનો ટાર્ગેટ આપ્યો, તિલકનું શાનદાર પ્રદર્શન
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
ગુજરાતના શિક્ષણ મોડલ પર  પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?
ગુજરાતના શિક્ષણ મોડલ પર  પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Politics : શું ગુજરાત મોડલ નિષ્ફળ છે? અખિલેશ યાદવની પોસ્ટથી રાજનીતિ તેજAhmedabad News: નકલી ડિગ્રીના આધારે નોકરી મેળવનાર મેટ્રો રેલના AGM કપિલ શર્માની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડCM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનો વધુ એક મહત્વનો નિર્ણયGujarat Congress: ભાજપમાં ઠાકોર નેતાનું કોઈ સાંભળતું નથી, કોંગ્રેસ આયોજિત ઠાકોર સંમેલનમાં પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs MI Live Score: મુંબઈએ દિલ્હીને 206 રનનો ટાર્ગેટ આપ્યો, તિલકનું શાનદાર પ્રદર્શન
DC vs MI Live Score: મુંબઈએ દિલ્હીને 206 રનનો ટાર્ગેટ આપ્યો, તિલકનું શાનદાર પ્રદર્શન
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
ગુજરાતના શિક્ષણ મોડલ પર  પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?
ગુજરાતના શિક્ષણ મોડલ પર  પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આ સહાયમાં કર્યો માતબર વધારો 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આ સહાયમાં કર્યો માતબર વધારો 
રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ: ગુજરાત કોંગ્રેસમાં આવશે મોટો બદલાવ, દરેક જિલ્લા માટે 5 લોકોને.....
રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ: ગુજરાત કોંગ્રેસમાં આવશે મોટો બદલાવ, દરેક જિલ્લા માટે 5 લોકોને.....
અમેરિકામાં રહેતા વિદેશીઓ સાવધાન! ટ્રમ્પ લાવી રહ્યા છે સખત નિયમો, ચૂક થશે તો સીધા જેલમાં...
અમેરિકામાં રહેતા વિદેશીઓ સાવધાન! ટ્રમ્પ લાવી રહ્યા છે સખત નિયમો, ચૂક થશે તો સીધા જેલમાં...
Rain Alert: 17 એપ્રિલ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી, જાણો લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: 17 એપ્રિલ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી, જાણો લેટેસ્ટ એલર્ટ 
Embed widget